મધ્યપ્રદેશનું પ્રાચીન ચત્રભૂજ મંદિર


મ ધ્યપ્રદેશનું ઓરછા પ્રાચીન નગર છે. વિશ્વવિખ્યાત ખજુરાહોના મંદિર નજીક આવેલા ઓરછામાં તેનો કિલ્લો ઉપરાંત ઘણા જોવાલાયક સ્થાપત્ય છે. તેમાં ચત્રભૂજ મંદિર વિશેષ છે. ૧૬મી સદીમાં બુંદેલ રાજપૂત યુગમાં બંધાયેલું આ મંદિર નદીમાં આવેલ ટાપુ પર છે.

ચત્રભૂજ મંદિર ૧૫ ફૂટ ઊંચા પ્લેટફોર્મ પર શંકુ આકારના ચાર શિખરો ધરાવે છે. વિશાળ પ્રવેશદ્વાર અને વચ્ચેનું સૌથી ઉંચુ શિખર ભવ્ય છે. પ્રથમ દૃષ્ટિએ મંદિર બહુમાળી મહેલ જેવું લાગે. મંદિરની દીવાલો પર ભૌમિતિક આકારની ડિઝાઈન ઉપરાંત રંગીન ભીંતચિત્રો છે.

ઓરછામાં કિલ્લો ઉપરાંત ઝાંસીનો કિલ્લો અને વન્યપ્રાણી ઉદ્યાન પણ જોવાલાયક છે. બેટવા નદીને કિનારે બાંધેલી છત્રીઓ ઓરછાની વિશેષતા છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2W8aEZ6
Previous
Next Post »