* સુખ આપણામાં કેટલી નબળાઈ છે એ બતાવે છે, દુઃખ આપણામાં કેટલી શક્તિ છે એ બતાવે છે.
* ઘર મોટા હોવાથી ભેગું નથી રહેવાતું. મન મોટા હોય તો ભેગું રહેવાય.
* શ્રવણ બનીને તિર્થયાત્રા ન કરાવી શકો તો કોઈ વાંધો નહિ, પણ માતા-પિતાની જીવનયાત્રા, યાતનામય ન બને તેનું ધ્યાન રાખવું.
* સારા માણસ આગળ પોતાના ગુણોનું વર્ણન ક્યારેય ન કરવું કારણ કે તે સારી રીતે જાણી લે છે અને મૂર્ખ આગળ પણ વર્ણન ન કરવું કારણ કે તે ક્યારેય સમજી શકતો નથી.
* સફળતા એવી સીડી છે કે જેના પર તમે ખિસ્સામાં હાથ રાખીને ન ચડી શકો.
* આજના ગ્લોબલ વોર્િંમગમાં અમારા દીલના ગરીબ અને ગરીબો દિલના અમીર થતા જાય છે.
* નિરાશાવાદી માણસ દરેક તકમાં મુશ્કેલીઓ શોધે છે, આશાવાદી દરેક મુશ્કેલીમાં તક શોધે છે.
* આજના માણસને ઉછીના અજવાળે ચાલવાની ટેવ પડી ગઈ છે. પરિણામે આત્મજ્યોતિની તાકાતનું મહત્વ જાણી પીછાણી શકતો નથી.
* જીવન એવું જીવો કે દુનિયા ફરિયાદ ન કરે અને સત્કર્મો એવા કરો કે દુનિયા યાદ કરે.
* માણસ તકની પ્રતિક્ષા અને લક (નશીબ)ની કૃપામાં અટવાયેલો રહે છે. કાલના મોર કરતા આજનું કબૂતર લાખ દરજ્જે સારું.
* મંઝીલ મળે કે ન મળે, એટલું જોજે પ્રભુ! પગલા થયા છે તારી તરફ એ હવે પાછા ના વળે.
* જીવનમાં માત્ર એક ક્ષણ માટે પણ બેદરકારીની કિંમત આખી જિંદગી સુધી ચૂકવવી પડે છે.
* વેરમાં વાંધો હોય છે ને સ્નેહમાં સાંધો હોય છે.
* લોહી લેવા ગ્રુપ ચેક કરાય છે. પૈસા લેતા જરાક ચેક કરજો કયા ગ્રુપના છે. ન્યાયના છે? હાયના છે? કે હરામના છે?
* જીવનમાં લક્ષ્ય જ ન હોય તો સમજી લેવું કે અમૂલ્ય એવા માનવ જીવનને આપણે કોડીઓ રમવામાં વેડફી રહ્યાં છીએ.
* દુનિયામાં ટીકા એવા જ માણસની થાય છે જેનામાં કંઈક 'દમ' છે.
* પોતાનો જીવન રથ પોતે જ ચલાવે તે રથિ, પોતાનો રથ બીજો ચલાવે તે સારથી અને સમગ્ર બ્રહ્માંડોનો રથ ચલાવે તે મહારથી.
* સૌના ભાગ્યમાં રાજમાર્ગો નથી હોતા કે જેના પર જીવનની ગાડી સડસડાટ દોડાવી શકાય. મોટાભાગના લોકોને તો કેડી કાઢીને પોતાનો માર્ગ કરી લેવો જ પડે છે.
* દૂધ, દહીં પચાવવા આસાન છે. પોતાની ટીકા પચાવવી અતિ મુશ્કેલ છે.
* વખાણ સૌને ગમે છે પણ ખણખોદથી કોઈને સુખ મળતું નથી.
- હરસુખલાલ સી. વ્યાસ
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ntfeNp
ConversionConversion EmoticonEmoticon