આ ધ્યાત્મ શબ્દ ખૂબ ગહન છે. તેનો સરળ અર્થ સમજવો જરૂરી છે. જીવને શિવ તરફ લઈ જાય તે પ્રક્રિયા એટલે આધ્યાત્મ. આ પ્રક્રિયા માટે કર્મકાંડ એ સરળ ઉપાય છે. તેમાં સામાન્ય રીતે પૂજન કે અર્ચનની વિધિ થતી હોય છે. આ વિધિ લગભગ બધા જ લોકો માટે સરળ છે. પુરોહિત આદેશ આપે તે લોકો માટે સરળ છે. પુરોહિત આદેશ આપે તે મુજબ યજમાને તે વિધિ કરવાની હોય છે. આ વિધિ શ્રદ્ધાપૂર્વક થાય તે મહત્વનું છે.
યોગ, સંન્યાસ, ધ્યાન, યમ, નિયમ, તપશ્ચર્યા, હઠયોગ, તાંત્રિક વિધિ વગેરે ઘણાં રસ્તાઓ ઈશ્વર સુધી પહોંચવા માટેના છે. પરંતુ ભક્તિ એ સરળ ઉપાય છે. કોઈપણ માણસ વિદ્વાન હોય કે ન હોય, તેને ભક્તિમાં રસ પડે છે. ભજન કીર્તન સૌને ઈશ્વરની નજીક લઈ જાય છે અને તે સંદર્ભમાં કર્મકાંડમાં પણ થોડો થોડો રસ પડે છે.
મંદિર હોય કે ઘર હોય કોઈપણ સ્થળે અબીલ-ગુલાલ, દીવો, ધૂપ, ફૂલ, ચોખા, કંકુ, ચંદન, મિષ્ટાન, આરતી, મંજીરા, ઢોલક વગેરેનો ઉપયોગ ઈશ્વરની પૂજા વખતે થતો હોય છે. ઈશ્વરને આ બધું અર્પણ કરવાનો હેતુ આપણા આત્માને પવિત્ર કરવાનો હોય છે અને આમ કરવાથી દૈવી શક્તિ પ્રસન્ન થાય છે અને મનુષ્યને વગર માગ્યે ઈશ્વર કૃપા મળી જાય છે.
કર્મકાંડ કરતી વખતે, ભાવના પવિત્ર રાખવી જરૂરી છે અને વિચારો શુધ્ધ રાખવા જરૂરી છે. આ વિધિમાં ભગવાનને ફૂલ અર્પણ કરવામાં આવે છે. જે સમયે અને જે સ્થળે, જે ફૂલ મળે તે આપણે ભાવનાપૂર્વક અર્પણ કરીએ તે મહત્વનું છે. સામાન્ય રીતે ગુલાબનું પુષ્પ સુગંધિત અને હસતું હોય છે. ફળ, ફૂલ કે પત્ર ભગવાનને અર્પણ કરતી વખતે તેની સંખ્યા મહત્વની નથી પણ આપણી ભાવના મહત્વની છે. ફળ, ફૂલ વગેરે ઈશ્વરે બનાવ્યા છે. તે આપણી પાસેથી લઈને શું કરશે? મતલબ કે મનુષ્ય ઈશ્વરને જે પવિત્ર ભાવથી ફૂલ અર્પણ કરે છે તેનું મહત્વ છે. આ બાબત જ મુખ્ય છે અને ફૂલ ચડાવવાનું આ જ તો રહસ્ય છે.
- જયેશ ઠક્કર
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WzTzrn
ConversionConversion EmoticonEmoticon