પ્રેરક વિચારો .


* આજે જે પર્યાવરણની રક્ષા કરે છે તે ધાર્મિક છે. તુલસીના છોડ લગાવવાથી પર્યાવરણની રક્ષા થાય છે.

* પ્રસન્ન રહેવાના બે જ ઉપાય - આવશ્યકતાઓ ઓછી કરીએ અને પરિસ્થિતિઓથી તાલ-મેળ બેસાડીએ.

* પોતાનો સુધાર સંસારની સૌથી મોટી સેવા છે.

* દેને કે લિએ દાન, લેને કે લિએ જ્ઞાાન ઔર ત્યાગ કે લિએ અભિમાન.

* ગાયની પૂજા જ નહી સંરક્ષણ તથા સેવા પણ કરીએ.

* મનુષ્ય પોતાનાં ભાગ્યનો નિર્માતા પોતે છે.

* સુખ વસ્તુઓમાં નહી સંતોષમાં છે.

* નિઃસ્વાર્થતા જ ધર્મની કસોટી છે. જે જેટલો વધારે નિઃસ્વાર્થી છે, તે એટલો જ વધારે આધ્યાત્મિક અને ઈશ્વરથી નજીક છે.

* બીજાઓની સાથે તે વ્યવહાર નહી કરીએ જે આપણને પોતાના માટે પસંદ નથી.

* જીવનનો અર્થ છે આશા, ઉત્સાહ અને ગતિશીલતા.

* આપણે નશો નથી ખાતા, નશો આપણને ખાઈ જાય છે.

* આજે અન્નનો નહી ભાવનાઓનો દુકાળ છે.

* ''રસોવેસઃ'' અર્થાત પ્રેમ જ પરમેશ્વર છે.

* પ્રેમ આત્માની શક્તિ છે અને મોહ આત્માની નિર્બળતા.

* સ્વાધ્યાય જીવનની અનિવાર્ય જરૂરિયાત.

* આ સંસારમાં આવીને બધા પ્રકારનાં અભિમાનને છોડી દો.

* પાપ પોતાની સાથે રોગ, શોક, પતન અને સંકટ લઈને આવે છે.                      

- જયેન્દ્ર ગોકાણી



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LDqfh7
Previous
Next Post »