જો સાચો અને જ્ઞાાની માણસ મળે તો જરૂર પરિવર્તન શક્ય બનતું હોય છે, કારણ કે તેનો વ્યવહાર અને આચરણ જ સો ટકા સત્ય સ્વરૂપ હોવાનું જેથી તેનો પ્રભાવ માણસ પર પડે છે, અને માણસ પરિવર્તન થાય છે, આંતરિક પરિવર્તન એજ ધર્મ છે.
માત્ર ઘંટડીઓ વગાડવી તે ધર્મ નથી, અને આ બધા ત્યાગીઓ નથી, તે તમામ માણસો જાણે છે, સમજે છે, કે આ બધા છેતરે છે, પણ તેઓ બોલતા નથી, શ્રધ્ધાથી છેતરાય ને રાજી રહે છે, માણસ સો ટકા છેતરાય છે, પણ પોતે છેતરાયો છું તેવું માનતો નથી, ત્યાં ભાગ્યને આડું ધરે છે, આમ ધર્મના ધંધામાં ઓટ આવતી જ નથી, કે નુકસાન થતું નથી, જોઇએ છે, એક પાણો અને થોડુંક સીદુંર બીજું કાઈ જ જોતું નથી, બે પાંચ પ્રચારકો મળી જે એટલે બેડો પાર.
આજે તો ત્યાગીઓ કથાકારો ધર્માત્માઓ જૂઠની ગાડી ચલાવે છે. તેઓ એમ માને છે કે આપણાં જૂઠની સમાજને પ્રતીતિ નથી, તમામ લોકો જાણતા નથી, તે તેઓનો ભ્રમ છે, સમાજમાં બધા જ જાણે છે, કે કોઈ ત્યાગીઓ નથી, પૈસાના પ્યાસીઓ છે, તમામ માણસો મનથી જાણતા જ હોઈ છે, કહેતા નથી તે જુદો સવાલ છે.
જ્યાં સ્વાર્થ અને પૈસો ત્યાં કદી સત્ય, એટલે પરમાત્મા હાજર હોય શકે જ નહીં, ત્યાં સત્ય ધર્મ પણ ગેરહાજર જ હોવાનો, તો પરમાત્મા તો ક્યાંથી હાજર હોય, એટલે જ કોઇને પરમ શાંતિ અને આનંદ મળતા નથી, જીવનમાં પરમ શાંતિ અને આનંદ એજ સત્ય ધર્મનું આચરણ છે, પણ આ જોવા જ મળતું નથી, જેથી સમાજનું કે માણસનું પરિવર્તિત થઇ શક્તું નથી, આત્મિક સત્યના આચરણ વિના જીવનમાં પરિવર્તન શક્ય જ નથી, એટલું સત્ય છે, અને સત્ય એ જ પરમાત્મા છે, આત્મા એ જ પરમાત્મા છે, આ બંનેની ગેરહાજરી છે, ત્યાં સત્ય ધર્મ હોય શકે જ નહીં એટલું જાણો, માનો નહીં.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2KNoq1a
ConversionConversion EmoticonEmoticon