૧. નિત્ય ૧૫ મિનિટ સુધી સદ્ગ્રંથોનું પઠન કરવું.
૨. આધ્યાત્મિક ક્ષેત્રમાં અને તમો જે ક્ષેત્રમાં આગળ વધવા માંગતા હોવ, તે ક્ષેત્રમાં જે સફળ થયા હોય તેવી વ્યક્તિને મળીને તેમની પાસેથી સફળ થવા માટેનું માર્ગદર્શન પ્રાપ્ત કરવું.
૩. નિત્ય સૂર્યોદય પહેલા જાગૃત થવું અને ઉદ્યમશીલ બનવું.
ઇ.સ.૨૦૨૧ના પ્રારંભે આ ત્રણ કાર્યોને આપણે જીવનમાં વણી લઈશું તો આપણે અવશ્ય સફળતાના શીખરો સર કરી શકીશું.
શ્રી સ્વામિનારાયણ ભગવાને વચનામૃત ગ્રંથણાં આજથી ૨૦૧ વર્ષ પહેલા જે જીવન સંદેશ આપ્યો છે, તેમાં કહ્યું છે કે, કોઈ દિવસ હિંમત હારવી નહી, હિંમત વગરની વાત પણ ના કરવી, જે માનવી હિંમત રાખી, પુરુષાર્થ કરે છે, તે જીવનમાં અવશ્ય સફળતાના શિખરો સર કરી શકે છે.
ચાલો તો આપણે સહુ ઇ.સ.૨૦૨૧ના વર્ષમાં જાગૃત થઈ જઈએ. પ્રયત્નશીલ બનીએ. પરિવર્તન લાવીએ અને સફળતાના શિખરો સર કરીએ.
ઇ.સ.૨૦૨૧ના પ્રારંભે આપણે સહુ કોઈ ભગવાનના ચરણકમળોમાં પ્રાર્થના કરીએ કે, કોરોના વાયરસની ઉપાધિથી સૌ કોઈને મુક્ત કરે, સૌને ઉત્તમ સ્વાસ્થ્ય આપે નૂતન વર્ષમાં સૌ કોઈને આર્થિક રીતે સુખી સંપન્ન રાખે, અને સત્સંગમાં સૌની અભિવૃધ્ધિ થાય તેવું બળ બુધ્ધિ અને પ્રકાશ અર્પે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WVUNNN
ConversionConversion EmoticonEmoticon