પરમાત્માની હાજરી .


મ નુષ્યનાં અંતરાત્માનું સાચું સ્વરુપ પરમાત્માનું છે. એની હાજરી જ્ઞાાત થવી જોઈએ, આત્મ સ્વરૂપ એ પરમાત્માનું પ્રતિનિધિત્વ કરે છે. એની હાજરીનો સતત અહેસાસ થવો જોઈએ. માનવીએ પોતાની પરમ, આધ્યાત્મિક, દિવ્ય પ્રકૃતિમાં જીવવાનું છે. માનવીનાં અંતરાત્મામાં વસતા પરમાત્મા જોડે ઐક્ય સાધવાનું છે. આજ તો માનવ જીવનનું પરમ લક્ષ્ય હોઈ શકે. મનુષ્યે પોતાનાં સર્વે દૈનિક કર્મો પ્રથમ યજ્ઞારુપ પરમપિતા પરમેશ્વરને સમર્પિત કરી, પછી જ દિવસનો પ્રારંભ કરવાનો રહ્યો. જેથી પરમાત્મા પોતાનાં સઘળાં સંકલ્પો, પોતાનાં શુભ વિચારો અને કાર્યો માનવી દ્વારા આ જગતમાં પાર પાડી શકે. 

ભગવદ્ ગીતામાં ગીતાકારે આ પ્રકારનો બોધ આ સંસારમાંનાં માનવીને સૂચવ્યો છે. જેનો વિકલ્પ આજનાં કાળમાં શોધવો ખૂબ મુશ્કેલ છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34XvIX1
Previous
Next Post »