જ્યો ર્જ ફ્લોયડના મૃત્યુ બાદ આંદોલનકર્તાઓએ અગાઉ કોઈ આંદોલનમાં ન બન્યું હોય તેમ વિશ્વના જુદા જુદા દેશોમાં જે ઐતિહાસિક વિશ્વ મહાનુભાવોના પૂતળા છે તેમાંથી જેઓએ તેમના જીવનકાળ દરમ્યાન પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અશ્વેતો માટે માનહાનિ થાય તેવું વર્તન કે નિવેદન કર્યું હોય તેવોના પૂતળા તોડી પાડયા. આંદોલનકર્તાઓએ પૂતળા તોડવાનું શરૂ કર્યું એટલે અમેરિકન અને યુરોપના દેશોની સરકારે તે પૂતળાને કવર કરીને સુરક્ષા ગોઠવી દીધી હતી. જે પૂતળાઓને દેખાવકારો તોડી શકે તેમ નહતા તેના પર રંગ સ્પ્રે કરી દેવાયો કે કોઈને કોઈ ચિતરામણ કરી મૂકી હતી. વોશિંગ્ટનમાં ભારતીય એમ્બેસી નજીક મૂકાયેલા ગાંધીજીના પૂતળાને પણ તોડી પાડયું. તેવા જ હાલ અમેરિકામાં જ્યાં કોલંબસના પૂતળા મૂકાયા હતા ત્યાં જોવા મળ્યા. કોલમ્બસે તે જમાનામાં નેટિવ અમેરિકન્સ અને અમેરિકામાં બહારથી આવતા નાગરિકોની વિરૂધ્ધ કોમેન્ટ કરી હતી. થોમસ જેફરસન, જ્યોર્જ વોશિંગ્ટન યુલેસેસ ગ્રાન્ટ અને સ્કોટ કીના પુતળા તોડી પડાયા કે ખરડવામાં આવ્યા. બ્રિટનમાં ચર્ચિલ, ક્વીન વિક્ટોરિયા, જોહન હેમિલ્ટનના પૂતળાને સલામતી સાથે કવર કરાયા તો પણ કેટલાક પૂતળા તો દેખાવકારોએ ખંડિત કર્યા જ હતા
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aO0Bkn
ConversionConversion EmoticonEmoticon