આર્મેનિયા અને અઝેરબેઇજાન વચ્ચે યુધ્ધ : સંધી થતા હાલ પૂરતો વિરામ


આર્મેનિયા અને અઝેરબેઇજાન વિસર્જન થયુ તે પહેલા સોવિયેત યુનિયન હેઠળના પ્રાંત હતા પણ હવે અલાયદા રાષ્ટ્રો છે. જેમ ચીન પાકિસ્તાન અને નેપાળને તેના સરહદી અને વ્યાપારી હિત, મોકાના બંદર, રસ્તા માટે ઉપયોગ કરી ફાયદો મેળવે છે તેમ આ બંને રાષ્ટ્રો ટર્કી અને રશિયાની સરહદે છે. આર્મેનિયા અને અઝેરબેઇજાન વચ્ચે નાગોરના-કરાબખ જેવી વિવાદિત ટેરીટરી છે તેના કબજા માટે ૨૭ સપ્ટેમ્બરથી યુધ્ધ થયુ હતું. ૧૯૯૪માં પણ આ જ વિવાદ માટે યુધ્ધ થયું હતું. ૧૦ નવેમ્બરે બંને પક્ષે સારી એવી ખુવારી પછી રશિયાએ દરમિયાનગીરી યુધ્ધ બંધ કરાવ્યું હતું. સમાધાનની ફોર્મ્યુલા ટર્કીને પણ સ્વીકાર્ય હોઈ હાલ પુરતી શાંતિ જળવાય છે બાકી રશિયા ટર્કી સામસામે આવી જાય તેવો ભય હતો. 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3hovtJt
Previous
Next Post »