ઉ ત્તર પ્રદેશના કાનપુર જિલ્લામાં રાજકારણીઓની છાંયા હેઠળ જ ગેંગસ્ટાર બનેલ વિકાસ જૈનનું કદ અને ધાક એટલી વધી કે તે જાણે સમાંતર સરકાર અને તેની રીતની ન્યાય, ખંડણી, કરીને નામચીન બન્યો હતો. તેને પકડવા પોલીસ કાફલો આવી રહ્યો છે તેની જાણકારી પણ તેના સોર્સે આપી દીધી હતી. તે રાઇફલ લઇને તૈયાર જ હતો તેણે આઠ પોલીસકર્મીને ઢાંળી દીધા તે પછી તે નાસતો ફરતો હતો. પોલીસને ટીપ મળી કે તે ઉજ્જૈન મંદિર નજીક છે. તેની ધરપકડ થઈ કાનપુર લાવવામાં આવતો હતો ત્યારે તેણે ભાગી જવાનો પ્રયત્ન કર્યો અને ઝપાઝપીમાં પોલીસે તેનું ઢીમ ઢાળી દીધું.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WOZHMc
ConversionConversion EmoticonEmoticon