10,000 ફૂટની ઉંચાઈએ વિશ્વની સૌથી લાંબી અટલ રોહતાંગ ટનલ ખુલ્લી મુકાઈ


ભારતના બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈઝેશને વિશ્વમાં ક્યાંય ન બની હોય તેવી રોહતાંગ ટનલ ૧૦,૦૦૦ ફૂટની ઉંચાઈએ બનાવી જેની લંબાઈ ૯.૦૨ કિલોમીટર છે. રોહતાંગ ટનલની નીચે પિર પાંજલ રેન્જ (હિમાલય) લેહ-મનાલી હાઈવે માર્ગે આ ટનલ નિર્માણ પામી છે. ભારતીય સેનાને માલ-સામાન, શસ્ત્રોની હેર ફેર માટે અગાઉ છ કલાક, ૧૨૪ કિ.મી. અંતર કાપતા થતા હતા તે હવે ૫૦ મીનીટમાં જ પૂર્ણ થશે. વડાપ્રધાન મોદીએ ટનલને ભુતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નામ પરથી અટલ રોહતાંગ ટનલ નામ આપીને તેને ખુલ્લી મુકી હતી.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mVmsbT
Previous
Next Post »