(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.26 ડિસેમ્બર 2020, શનિવાર
શ્રોતાગણને પોતાની ગાયકી પર થિરકાવતા માઇકલ જેકસન આજે હયાત નથી. તેનું અવસાન જૂન ૨૦૦૯માં થયું હતું. તે લોસએન્જલસના પોતાના ઘરમાં મૃત અવસ્થામાં મળ્યો હતો. કહેવાયું હતું કે, તેનું નિધન કાર્ડિયક એરેસ્ટના કારણે થયું હતું.
માઇકલ એક જ અઠવાડિયામાં ૨૦ મિલિયન ડોલર એટલે કે લગભગ રૂપિયા ૯૭ કરોડ કમાઇ લેતો હતો. તાજેતરમાં તેનું કેલિફોર્નિયા સ્થિત નેવરલેન્ડ રેન્ચ ફક્ત ૨૨ મિલિયન એટલે કે લગભગ રૂપિયા ૧૬૧ કરોડમાં વેંચાયું છે. તેની આ સંપત્તિને ઉદ્યોગપતિ અને માઇકલ જેકસનના સહયોગી રહેલા રોન બર્કલેએ ખરીદ્યું છે. બર્કલેના પ્રવકતાએ ગુરુવારે ઇ-મેલ દ્વારા આ માહિતી આપી હતી.
આ ઘર ૧૨,૫૦૦ વર્ગફૂટ ધરાવતા આ ઘરમાં ૩.૭૦૦ વર્ગફૂટનો પૂલ હાઉસ છે. આ ઉપરાંત એક અલગ ભવન પણ છે. જેમાં ૫૦ સીટ ધરાવતું થિયેટર અને એક ડાન્સિંગ સ્ટુડિયો છે.
ઉલ્લેખનીય છે કે, ૨૦૧૬માં આ વીલાની કિંમત રૂપિયા દસ કરોડ અમેરિકન ડોલર કહેવાઇ હતી. આ પછી છ કરોડ૭૦ લાખ અમેરિકન ડોલર આંકવામાં આવી હતી અને અંતે તેનું વેંચાણ બે કરોડ ૨૦ લાખ અમેરિકન ડોલરમાં થયું છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37QApDX
ConversionConversion EmoticonEmoticon