ડોકટર વૈદેહી કોરોના દર્દી નંબર અઢારનો ચાર્જ હાથમાં લઇ પીપીઈ કિટમાં સજજ થઇને વોર્ડમાં દાખલ થઈ. ડોકટર સુધીરના શબ્દો હજુ કાનમાં ગુંજી જ રહ્યાં હતાં, 'વૈદેહી, ખૂબ જ ધ્યાન રાખજે. એઝ યુ નો કે આ કોઈ સામાન્ય દર્દી નથી. અગ્રણી રાજકારણી દિવાનભાઈનો દીકરો રાજવીર છે. મીડિયાની નજર સતત આપણી હોસ્પિટલ અને આપણા પર જ રહેશે. મારી નજરમાં આખી હોસ્પિટલમાં હું માત્ર તારી ઉપર જ આંખ મીંચીને વિશ્વાસ કરી શકું તેમ છું અને તું એક કાબેલ ડોકટર પણ છે, એટલે આ ક્રિટીકલ કેસને તું જ સારી રીતે હેન્ડલ કરી શકીશ. હું ઇચ્છતો હતો કે તું અને તારા હબી ડોકટર વર્ગીશ બન્ને સાથે આ જવાબદારી લો. પણ ખબર નહિ કેમ, એમને કહ્યું કે રાજકારણીથી મને દૂર રાખો. આશા છે તું એવું નહિ કહે.
હા, વૈદેહી પણ એવું જ તો કહેવા માંગતી હતી પણ કંઈ બોલી જ ના શકી.એના મનમાં ઉથલ પાથલ મચી ગઇ,' કેમ, હું ડોકટર સુધીરને ના ન પાડી શકી? વર્ગીશને પણ તો કદાચ નહીં જ ગમે. શું કરું? ના કહી દઉં?
'વૈદેહીના મનમાં વિચારોનું યુધ્ધ શરૂ થઈ ગયું હતું. ધહું પણ ડા સુધીરને ના કહી દઉં. નકામું વર્ગીશનું દિલ દુભાવવું. એ મને તો કશું જ નહિ કહે પણ એના દિલમાં નારાજગી તો રહેશેજ. એને દિલમાં દુઃખી થતો નહિ જોઈ શકું.' વળતી જ પળે ફરી જાણે અંતરમનમાંથી અવાજ આવ્યો, ' ના ના હું ડોકટર છું, મારી પ્રથમ ફરજ દર્દી માટેની છે પછી તે કોઈ પણ હોય!
વૈદેહીએ મન મક્કમ કરી અઢાર નંબરના દર્દીની ટ્રીટમેન્ટ શરૂ કરી. બોટલ ચઢાવવા માટે ઇન્જેક્શનની સોય મારતાંજ રાજવીરથી એક તીણી ચીસ નીકળી ગઈ, ધઓ માડી રે...ધ વૈદેહિનો હાથ રાજવીરને બે ઘડી જોઈ રહી. પછી મનમાંજ બોલી, એવો ને એવો જ છે, કોઈ ફરક નથી. સહનશક્તિના નામે શૂન્ય.
ખૂબ હાંફ ચડવાથી રાજવીરનો ઓક્સિજન માસ્ક વારે વારે નીકળી જતો હતો એટલે વૈદેહી એની પાસેથી બિલકુલ ખસતી નહોતી. એ આ કેસમાં શક્ય તેટલું અન્યને ઇન્વોલવ નહોતી થવા દેતી.
ઓક્સિજન માસ્ક છતાં રાજવીરને શ્વાસ લેવામાં પડતી તકલીફ વૈદેહીથી જોવાતી નહોતી.પીપીઇ કિટમાં વૈદેહીના આંસુ પરસેવા સાથે અંદર નીતરી રહ્યાં હતાં. વૈદેહીની આંખોની પેલે પાર રાજવીર એ આંસુ જોવા સક્ષમ નહોતો. વૈદેહીને રોજ ત્રાસ રૂપ લાગતો આ પીપીઈ સુટ આજે વરદાન લાગતો હતો.
વૈદેહીએ સારવારમાં કોઈ કસર બાકી નહોતી રાખી. સ્ટાફના સૌના આશ્ચર્ય વચ્ચે હોસ્પિટલની દર્દીઓ માટે સ્પેશિયલ કેન્તીન હોવા છતાં વૈદેહી રાજવીરનું જમવાનું , જ્યુસ ઉકાળો બધું જ ઘરેથી લઇને આવતી. ડોકટર વર્ગીસને આ નહોતું ગમતું, ગુસ્સો આવતો હતો પણ અત્યારે એણે મૌન ધારણ કરી લીધું હતું. દસ દિવસ બાદ રાજવીરની હાલતમાં થોડો સુધારો જોવા મળ્યો. એટલે વૈદેહીએ એનો ઓકસીજન માસ્ક નીકાળાવી દીધો. હવે ધીરે ધીરે જ્યુસ પરથી હળવા ખોરાકની પણ છૂટ આપવામાં આવી.
વૈદેહીએ નર્સ દ્વારા રાજવીરના ઘરે સમાચાર આપીને ઢીલી ખીચડી, દૂધ, દાળભાત દર્દી માટે મોકલી શકશો તેવો સંદેશો પણ પહોંચતો કર્યો.
સવારમાં નર્સે વિદેહિના હાજરીમાં રજવીરનું ઘરેથી આવેલું ટિફિન ખોલ્યું. ટિફિનમા આવેલા દાળભાતની ખુશ્બૂએ વિદેહીનું ધ્યાન ખેંચ્યું.
'નર્સ, એક મિનિટ, તમે આવું મસાલેદાર દર્દીને ખવડાવશો? આ ટિફિન એક બાજુ મુકિદો. મારા ટીફીનમાં મગની દાળની ઢીલી ખીચડી છે
માઇલ્ડ ઘી અને જીરાનો વઘાર છે એ વધુ અનુકૂળ રહેશે.
મેડમ, તમારું ટિફિન દર્દીને આપશો તો પછી તમે શું ખાશો?
બહુ સવાલો ના કરીશ, જેમ કહુ છું તેમ કર.
નર્સ ટિફિન ડિશમાં સર્વ કરીને ચૂપચાપ રાજવીરના બેડ તરફ ચાલી નીકળી.
પ્લેટમાં ખીચડી જોઈ રાજવીર ની ચહેરો થોડો વંકાયો. પણ અત્યારે અહીં હોસ્પિટલમાં એકલા એકલા કોની ઉપર ગુસ્સો કરવો? છતાંય નર્સ ઉપર થોડો ગુસ્સો કરી જ દીધો.
'સિસ્ટર, મારા ઘરેથી તો સવારે દાળભાત આવવાના હતાં ને તો પછી આ ખીચડી કેમ?'
'સર, આપકે ઘર સે દાળ ચાવલ હિં આયા થા. પર આપકે જો ઇન્ચાર્જ ડોક્ટર મેડમ હૈના ઉન્હોંને મના કિયા. બોલે કી બહુત જ્યાદા મસાલાવાલા ખાના હૈ. આપકે લિયે વો ઠીક નહિ. ઇસલિએ ઉન્હોંને અપના ટિફિન આપકે લિયે દે દિયા.'
' હમારે ડોકટર સાહિબા હરરોજ ઐસા બોરિંગ ખાના ખાતે હૈ?'
કમને એણે એક ચમચી વડે એક કોળિયો મોમાં મૂક્યો ત્યાંજ જાણે એને કોઈ યાદ આવી ગયું હોય તેમ ગળામાં જ કોળિયો અટકી ગયો. આંખમાંથી એની અજાણપણે એક અશ્રુબિંદુ ખીચડીમાં ભળી ગયું.
એ માત્ર 'વૈદેહી....' એટલું જ બોલી શક્યો.
આ તરફ વિદેહી એની કેબિનમાં કોઈ જોઈ ના જાય તે રીતે રાજવીરનું ટિફિન ખોલી લબાસા ભરી ભરીને દાળભાત ખાવા લાગી. એક તરફ આંખમાંથી અશ્રઓની ધાર વહે જતી હતી અને અચાનક વર્ગીશ રૂમમાં દાખલ થયો, પળવારમાં વર્ગીશ બધું જ પામી ગયો.
એણે વૈદેહીની સામે દયા ભરી નજરે જોયું અને વૈદેહી ટેબલ પર માથું મૂકી ધુ્રસકે ધુ્રસકે રડી પડી.
આખરે વીસ દિવસની વૈદેહીની અથાગ સેવા અને સારવારને અંતે રાજવીરનું આજે એના ઘરઆંગણે ઢોલ નગારાથી લોકો સ્વાગત કરી રહ્યાં હતાં. સમગ્ર મીડિયામા આજે રાજવીર છવાયેલો હતો. આખરે એ અગ્રણી રાજકારણી અને ભાવિ નેતા હતો. કોરોનાને માત આપવા માટે મીડિયાએ એને હીરો બનાવી દિધો. પરંતુ આ તરફ ડોકટર વર્ગીશ હોસ્પિટલમાં ગુસ્સામાં બેબાકળો બની દોડધામ મચવી રહ્યો હતો. વૈદેહીની ચાર વર્ષની દીકરી મમ્મી ક્યારે ઘરે આવશે એની રાહ જોઈ રહી હતી.પણ વર્ગીશને હવે તોખબર નહોતી વૈદેહી ઘરે આવશે પરત કે નહિ? કોરોનાનો ભોગ બની ગયેલ વૈદેહીના ફેસ પર લગાવેલ ઓક્સિજન માસ્કને ઠીક ઠીક કરતાં કરતાં વર્ગીશ રડી પડયો.
' વૈદેહી, આખીર કયું? ક્યા મુજસે ઓર બેટી સે જ્યાદા રાજવીર થા તુમ્હારે લિયે?'
'નહિ વર્ગીસ, મૈને સિર્ફ મેરી ફરજ નિભાઇ હૈ. ઓર મુજે વિશ્વાસ હૈ મુજે કુછ નહિ હોગા, તુમ જો હો મેરે સાથ, મેરે પાસ.'
પીપીઈ કીટમા વર્ગીસ નિસહાય હાંફતી વૈદેહીને જોઈ રહ્યો હતો. આ તરફ રાજવીરના ઘરમાં ઉલ્લાસ અને તહેવારનું વાતાવરણ હતું.
ટીવીમાં સતત આવી રહેલાં પોતાના સમાચાર જોેવામાં મશગૂલ રાજવીરના મોબાઈલ પર એક વોટ્સઅપ બ્લીંક થયો, ધનવી જિંદગી મુબારક, પણ એ જિંદગીનું મૂલ્ય કેટલું? જે બહેનને તમે વિધર્મી સાથે પ્રેમલગ્ન કરવા જેવી ગંભીર ભૂલ બદલ કાઢી મૂકી હતી આજે તમને બચાવતા એ પોતે કોરોનામાં સપડાઈને જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. તમારું મોત એણે પોતાના માથે લઈ લીધું. શું એવી જિંદગી તમને જીવવી ગમશે?'
રાજવીરની આંખો સામે હોસ્પિટલના પંદર દિવસ ફિલ્મની પટ્ટીની માફક ફરવા લાગ્યાં,'ઓહ, મારી શંકા સાચી પડી.એ પીપીઈ કીટ પાછળનો ચહેરો એટલે વૈદેહી? એ દિવસે ખીચડી વૈદેહી જ લાવી હતી,? એ સ્વાદ હું ઓળખી ગયો પણ એ સારવાર આપતાં હાથને ના ઓળખી શક્યો. બહુ મોડું કરી દીધું કરી દીધું મે વૈદેહી. હવે જો તને કૈક થશે તો હું....' રાજવીરે સિક્યોરિટી સ્ટાફ કે ડ્રાઈવરની રાહ જોયા વગર કારની ચાવી લઇ કાર સ્ટાર્ટ કરી, ત્યાં દિવાન ભાઈ દોડતાં દીકરા પાસે આવ્યા, 'અરે, બેટા તારે આરામની જરૂર છે. આમ ક્યા જલ્દીમા તું જઈ રહ્યો છે?'
'પપ્પા, રક્ષાબંધનનું ણ ચૂકી ગયો છું. નિભાવવા જઈ રહ્યો છું.'
'વૈદેહી? એનું નામ કે ઉલ્લેખ સુદ્ધાં આ ઘરમાં મને ના જોઈએ, ખબર છે તને તોય તારી હિમ્મત કેવી રીતે થઇ?'
'પપ્પા, એ વૈદેહી જ હતી જેના લીધે આજે તમારો રાજકારણનો વારસદાર તમારો આ દીકરો કોરોનાને માત આપીને પાછો ફર્યો છે. એ કોરોના વોરિયર્સને સન્માન સાથે આ ઘરમાં લઈ આવવાનો સમય થઇ ગયો છે.ભલે એ ખુદ આજે કોરોના સામે લડી રહી છે પણ આ એનો ભાઈ ઈશ્વર સામે લડીને પણ એને પાછી લાવશે.'
' રાજવીર, ફક્ત ભાઈ શું કામ એનો બાપ હજી જીવતો છે. કઈ નહિ થાય મારી વૈદેહીને, ચાલ, હોસ્પિટલ.' અક્કડ રાજકારણી દિવાનભાઈના હૃદયમાં વર્ષો પછી એક પિતાનું દિલ ધડકવા લાગ્યું.
લેખક - રેના સુથાર
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/385Qnc6
ConversionConversion EmoticonEmoticon