રોગ- ઘરેલું ઉપચાર અને આયુર્વેદ: ભાગ-2


ગયા અંકમાં આપણે કેટલાંક રોગો અને તેનાં ઔષધીય ઘરગથ્થુ ઉપચારો વિશે વાત કરી હતી. આજે થોડા વધુ રોગો વિશે જાણકારી મેળવીશું. જેમાં,

૧) ચામડીનાં રોગો: ચામડીનાં રોગો બહુ જોવા મળે છે. તથા તે લોહીનાં દોષોથી થાય છે. આ માટે ઘરગથ્થુ ઘણા ઉપચારો છે કે જેનાથી ઘણો જ લાભ થઈ શકે છે.

- સુતરાઉ કે કોટનનાં જ કપડાં પહેરવાં.

- નારિયેળનું તેલ કપૂર મેળવીને લગાવવું.

- કુંવારપાંઠુ અને હળદર લગાવવી.

- શ્રીગંધ ને લીંબુના રસમાં મેળવીને લગાવવું.

- નહાવા માટે ચણા કે મગનાં લોટમાં હળદર અને કપૂરનો પાવડર નાખીને ઉપયોગ કરવો.

- દરરોજ ૨ ચમચી ગોમૂત્ર અર્ક સમભાગ પાણી નાંખીને પીવો.

૨) દાંતના રોગો:

૧) દાંત ઢીલા પડી રહ્યા હોય તો દાડમની છાલનાં ઉકાળાથી કોગળા કરવા.

૨) દાંતના દુઃખાવા માટે સૂંઠ પાઉડરને દાંતમાં દબાવી થોડીવાર રાખી મૂકવો. અથવા લસણ અને સિંઘવ નમક કૂટીને દાંતની વચ્ચે દબાવીને રાખવું.

૩) દાંત સુંદર અને સ્વચ્છ રાખવા માટે તુલસી ચાવીને દાંત પર ઘસવા અથવા લીંબુરસ અને સિંઘવ નમકથી દાંત સાફ કરવા.

૪) લીમડા કે બાવળનાં દાંતણથી દાતણ કરવાનો આગ્રહ રાખવો. આંબો, પીપળો કે જાંબુનું દાંતણ પણ ચાલી શકે છે.

૩) પેટનાં રોગોઃ

૧) નિયમિત આહાર અને સપ્તાહમાં ૧૫ દિવસમાં એકવાર ઉપવાસ કરવાથી અથવા પાચનશક્તિ સારી રહે છે.

૨) બે ભોજનની વચ્ચે કશું જ ન ખાવું જોઈએ.

૩) જ્યારે પેટમાં દુઃખાવો હોય તો ૧ ગ્લાસ ગરમ પાણીમાં ૧ ચમચી ત્રિફળાચૂર્ણ નાખીને પીવું જોઈએ.

૪) કબજિયાત રહેવા પર એક ગ્લાસ પાણીમાં ૧/૨ ચમચી અજમો નાખીને રાત્રે પીવું.

૫) જો વારં-વાર ઝાડા અને ઉલટી બંને થઈ રહ્યા હોય તો, નારિયેળનું પાણી+ ૨ ચમચી મધ+ ૩ ઇલાયચી પાવડર નાખીને પીવું જોઈએ.

૬) ભોજન પછી તુરંત જ શૌચ થાય તો ૧ ચમચી આંબળાનું ચૂર્ણમાં ૧ ચમચી દેશીગાયનું ઘી ભોજન પહેલાં ખાવું.

૭) પેટમાં ખૂબ દુઃખાવો રહેવા પર ૧ ગ્લાસ પાણીમાં ૩ ચમચી કેળનો રસ અને ૧ ચમચી સિંઘવ નમક નાખીને પીવું જોઈએ.

૫) ઘુંટણ અને કમરનો દુઃખાવો:-

આ બિમારી મોટા ભાગે વડીલોમાં તેમજ ૪૦ વર્ષની વય પછીથી વધારે જોવા મળે છે. ઘણી-ઘણીવાર માનસિક તનાવથી પણ આ બિમારી થાય છે.

૧) જેમાં, પારિજાતનાં પાંચ પાંદડાનાં ઉકાળો બનાવીને દરરોજ એકવાર પીવો.

૨) આહારમાં ઘઉં, દેશી ગાયનું દૂધ અને ઘી, મેથી, લસણ, તલ, ગોળ, જવાર, મધ, કાળા મરી, સીતાફળ (ડાયાબિટીસ ન હોય તો ) આ પદાર્થોનો નિયમિત ઉપયોગ કરવો લાભકારક છે.

૩) પીઠ અને કમરમાં દુઃખાવો હોય તો, સર્વાગાસન, નટરાજાસન અને મર્કટાસન કરવું બહુ લાભકારક છે.

૪) ગાદલા પર સૂવું ત્યજવું જે કમરનાં દુઃખાવાનાં દર્દીઓ માટે ખૂબ જરૂરી છે.

૫) સરસવનાં તેલની માલિશ અને ત્યારબાદ ગરમપાણીથી શેક કરવો. અથવા સરસિયાનાં તેલમાં અજમો, મીઠું કપૂર અને લસણ નાખી તેલ ગરમ કરી ગાળી લઈ તેની શીશી ભરી રાખવી.

દિવસમાં ૨ વાર આ તેલને ગરમ કરી તેની માલિશ કરવી.

૬) ઘુંટણનાં દુઃખાવા માટે વજ્રાસન નિયમિતરૂપથી કરવું જોઈએ.

૫) સ્ત્રીઓની માસિકધર્મની બિમારી:-

સ્ત્રીઓમાં માસિક વધારો આવવું કે ઘણીવાર જરૂરિયાત કરતાં પણ ઓછું આવવું, માનસિક તનાવ, વગેરે વિપરિત જીવનશૈલીથી થતાં રોગો છે. આહારમાં તળેલાં તેમજ બેકરીનાં ખોરાકનોં ઉપયોગ બંધ કરી દેવો. આ સમસ્યાના આયુર્વેદિક-ઘરગથ્થુ ઉપાયો માટે.

૧) દિવસમાં બે વાર તુલસીનોં ઉકાળો પીવો.

૨) ૧ ગ્લાસ પાણી + ૫ લીમડાનાં પાંદડાનું ચૂર્ણ + ૧/૨ ચમચી હળદર + ૧ ચમચી મધ મેળવીને સવારે ખાલી પેટ પીવું.

૩) દિવસમાં ૧ વાર ફુદીનાનોં ઉકાળો લેવો.

૪) તાંબાનાં લોટામા રાખેલાં પાણીનો વધુ ઉપયોગ કરવો.

૫) ભોજન પછી તુરંત સ્નાન કરવું નહીં.

૬) શતાવરી ચૂર્ણ ૧/૨ ચમચી બે વાર લેવું તથા અશોકવૃક્ષની છાલ ૧૦ ગ્રામ લઈ તેનો ઉકાળો દિવસમાં ૨ વાર લેવો. આ પ્રયોગ ૧ થી ૩ મહિના સુધી કરી શકાય છે.

આવાં જુદાં-જુદાં રોગો પર જુદા-જુદા ઘરગથ્થુ ઉપચારો નિઃસંશય સારું પરિણામ આપે છે, પરંતુ માત્ર જરૂર હોય છે, પથ્ય આહાર-વિહાર અને થોડી ધીરજની.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34bYqmL
Previous
Next Post »