- મુંબઈ શહેરને હજી કેટલું દરિયામાં પાથરી શકાય ? સાત ટાપુઓનું બનેલું મુંબઈ આજે જેટલી ધરતી ધરાવે છે તેનાથી અડધું ક્ષેત્રફળ પણ તેના અસલ ટાપુઓનું નહોતું.
મું બઈમાં દરિયાકાંઠે કેટલાંક પરાંવાસીઓને આજકાલ તેમની બારીમાંથી વિચિત્ર દ્રશ્યો જોવા મળે છે. જ્યાં દરિયાનું પાણી છીછરૂં છે ત્યાં શનિ-રવિ દરમ્યાન સેંકડો સ્ત્રી-પુરૂષો તવરિયાંના સૂકા છોડ પાથરીને તેના પર ચીખલ, પંથરા અને કચરો ઠાલવી દરિયો પૂરવાની કોશિશ કરે છે. આ રીતે જેટલી જમીન મેળવાય તેની પર ઝૂંપડાને વિસ્તારાય છે.
હોલેન્ડે દરિયા સામે સદીઓ સુધી લડત ચલાવ્યાનું સાંભળ્યું છે, પરંતુ આવો શ્રમયજ્ઞા કદાચ તેની પ્રજાએ નહિ કર્યો હોય અને કદાચ શ્રમયજ્ઞાનું આકર્ષક વળતર પણ તેમના માટે રાહ નહિ જોતું હોય. મુંબઈમાં ૬૦ અને ૭૦ના દાયકામાં ૫૬૯ એકર જેટલો બેક-બે વિસ્તાર સમુદ્રા પાસેથી કબજે કરાયો ત્યારે તેનો મીટરદીઠ સરેરાશ ભાવ રૂ.૪,૦૫૦ ઊપજ્યો હતો. એ હિસાબે શ્રમયજ્ઞા કરનાર ગરીબોના 'પ્લોટ' ખરેખર સાકાર થાય તો તેની કિંમત આજે કેટલી ગણાય ?
આ શ્રમયજ્ઞા બહુ ફળે તેમ નથી, પરંતુ મહારાષ્ટ્રની ઠાકરે સરકારના કેટલાક નેતાઓ હવે 'સ્લમ ક્લિયરન્સ સ્કીમ'નો તથા શહેરને સુંદર બનાવવાનો કાર્યક્રમ પાર પાડવાની બહાને કોલાબા વિસ્તારનો દરિયો પૂરવા માટે આતુર છે. આવી એક યોજના ગયે વર્ષે તૈયાર કરીને અભેરાઈ પર ચડાવી દેવામાં આવી હતી. હવે તેને અમલમાં મૂકવાની વાતો ચાલે છે. દરિયો પૂરવાનો ખર્ચ દર એકરે ૧૦ લાખથી ઓછો નહિ આવે, પણ સંરક્ષણના નામે તેને વાજબી ઠરાવવાની કોશિશો થઈ રહી છે.
એક સવાલ એ છે કે મુંબઈ શહેરને હજી કેટલું દરિયામાં પાથરી શકાય ? સાત ટાપુઓનું બનેલું મુંબઈ આજે જેટલી ધરતી ધરાવે છે તેનાથી અડધું ક્ષેત્રફળ પણ તેના અસલ ટાપુઓનું નહોતું. ૧૯૨૦ના દાયકામાં ચોપાટી અને નરીમાન પોઇન્ટ વચ્ચે ઘણો દરિયો પૂરીને જમીન હાંસલ કરવામાં આવી હતી. આ યોજના ૧૯૩૦માં પડતી મૂકાઈ ત્યારે હજી નરીમાન પોઈન્ટ અને કફ પરેડ વચ્ચે ૫૫૦ એકર જમીન મેળવવાની હજી બાકી હતી. આ અધૂરૂં કામ ૧૯૬૦ પછી ફરી વાર હાથ ધરાયું ત્યારે જગ્યા માટે એવો ધસારો થયો કે કોન્ટ્રાક્ટરો માત્ર દરિયા માટે પૈસા ચૂકવીને રીકલેમેશન પોતાના ખર્ચે કરી લેવા તૈયાર હતા ! અહીં પ્લોટોની ફાળવણીમાં ઘણી ખાયકી થઈ અને લાખોની હેરા-ફેરી થઈ.
જો કે આ બધી ભૂતકાળની વાત થઈ. પરંતુ દરિયો પૂરવાની વર્ષોથી ચાલતી શિસ્તબધ્ધ કવાયતનો વિસ્તૃત ઈતિહાસ જાણવો જરૂરી છે.
આઝાદી પછી મુંબઈમાં જમીનનું જ ેરિક્લેમેશન (દરિયો પૂરીને નવી જમીન પ્રાપ્ત કરવી)કરવામાં આવ્યું છે. તે બ્રિટિશરોના શાસનકાળદરમિયાન કરવામાં આવેલા રેક્લેમેશન કરતાં ત્રણગણું છે.
મુંબઈ ટ્રાન્સફોર્મેશન સપોર્ટ યુનિટ (એમટીએસયુ) દ્વારા હાલ કરવામાં આવી રહેલાઅભ્યાસ પરથી એવું જાણવા મળ્યું છે કે ૧૭૦૦ થીમાંડીને ભારતને આઝાદી મળી ત્યાં સુધીમાં બ્રિટિશશાસકોએ મુંબઈના સાત ટાપુઓને જોડવા ૩૫કિલોમીટર જેટલું રેલેમેશન કર્યું હતું. હાલ આવિસ્તારને દક્ષિણ મુંબઈ કહેવાય છે.
આઝાદી પછી પશ્ચિમ અને પૂર્વનાં ઉપનગરોમુંબઈનો ભાગ બન્યા બાદ મોટા પાયા પર સરકારીસંસ્થાઓ દ્વારા સત્તાવાર રીતે અને અન્યો દ્વારાગેરકાયદેસર રેફ્લેમેશન હાથ ધરવામાં આવ્યું હતું.આને પરિણામે ચાર દાયકામાં મુંબઈ પર બાંધવામાંઆવેલો વિસ્તાર ૧૯૫ ચોરસકિલોમીટરમાંથી વધીને૩૮૫ ચોરસ કિલોમિટર જેટલો થઈ ગયો છે અને સાથે સાથે ઓટ વખતે સમુદ્રમાં દેખાતી કાદવવાળીજમીન ૬૩ ટકા જેટલી ઘટી ગઈ છે. આ ઉપરાંતમેનગ્રોવ જેવી વનસ્પતિ ધરાવતી જમીન અનેતળાવો જેવાં જળાશયોમાં પણ ૫૩ ટકા જેટલોઘટાડો થયો.
નજીકના ભવિષ્યમાં રેફ્લેમેશન સંબંધિત ઘણાંમુદ્દા ધ્યાનમાં લઈને આ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો.
એ તો જગજાહેર છે કે ત્રણ બાજુ સમુદ્રથી ઘેરાયેલી મુંબઈ નગરીમાંજમીનના ભાવ સોનાની લગડી જેવા બોલાઈ રહ્યાછે અને ગીચતાનો તો પાર જ નથી. એવામાં જમીનઊભી કરવા સમુદ્રમાં ભરણી કરીને જગ્યા ઉપલબ્ધકરવા સિવાય કોઈ છૂટકો જ રહ્યો નથી. ભૂતકાળમાંનરીમાન પોઈન્ટ, બેક-બે, બાંદ્રા રેકલેમેશન આનાદાખલા છે. હવે ફરી એક વાર આ પ્રયોગ કરવાનુંસરકાર ગંભીરતાતી વિચારી રહી છે. ડચ કંપનીનેઆનો અભ્યાસ કરવાનું કામ સોંપાયું છે. આવોપ્રસ્તાવ અગાઉ પણ વિચારવામાં આવ્યો હતો, પરંતુવિરોધ અને ટીકાને પગલે પડતો મૂકાયો હતો.
સમુદ્રમા ભરણી કરવાથી ગત ૧૦૦ વર્ષમાંશહેર પર શું પરિણામ આવ્યું છે એનો અભ્યાસ હાલચાલી રહ્યો છે. શહેરના વિકાસમાં મદદરૂપ થવામુંબઈ ટ્રાન્સફોર્મેશન સપોર્ટ યુનિટ (એમટીએસયુ)નામની સંસ્થા કાર્યરત છે. કેટલાંક વર્ષો પૂર્વે સિંગાપોરની સુરવાના સંસ્થાએ સરકારીઆદેશાનુસાર ' સમુદ્રમાં મુંબઈ' વિષય પર બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી હતી. એનો પણ અભ્યાસ ચાલુ હોવાનુંએમટીએસયુના સૂત્રોનું કહેવું છે.
સમુદ્રમાં ભરણી કરીને નરીમાન પોઈન્ટના વધુવિસ્તાર વધારવાનું સરકારે નક્કી કર્યું છે. રોયલહેસ્કોનિંગ ડીએચવી નામની ડચ કંપનીએ આ કામહાથ ધર્યું છે. મુંબઈના રિકલેમેશનનું કિનારા પર થતું પરિણામ, સાગરી જીવોની વિવિધતાને પણ અભ્યાસ આ કંપની કરશે. સ્થાનિક માછીમારો પર પણ રિકલેમેશનનું શું પરિણામ થયું એનો અભ્યાસ સામુદ્રીજૈવિક તંત્રજ્ઞાાન નામની સરકારી સંસ્થા કરશે.
રિેક્લેમેશનની યોજના શું છે?
- માહિમની ખાડીમાં મીઠા પાણીનું સરોવરતૈયાર કરવું.
- ખાડીના મુખ પાસે બેરીયર બાંધીને ખારાપાણીને અટકાવાશે અને તેના પર પ્રક્રિયા કરીનેસરોવર તૈયાર કરવું.
- નરિમાન પોઈન્ટનો વિસ્તાર વધારવાનો પણયોજનામાં સમાવેશ છે.
- મરીન ડ્રાઇવથી મલાડ સુધીના સમુદ્રી માર્ગનેસરકારે લીલી ઝંડી બતાવી દીધી છે. જોકે આયોજના મંજૂર થઈ પછી હવે તો કોસ્ટેલ રોડનીખૂબ જ મહત્વાકાંક્ષી યોજના ઝપાટાભેર આગળવધી રહી છે.
- રાજ્ય સરકારે નિયુક્ત કરેલી સમિતિએ સૂચન કર્યું છે કે કટોકટી નિવારવા દરિયો પુરીનેજમીન મેળવવી એ જ શ્રે વિકલ્પ છે. ૨૦૨૫સુધીમાં ૧૦૦૦ હેકટ૨ (૨૪૧૭ એકર)જમીનમેળવવી જોઇએ.
આ ઉદ્દેશ પાર પાડવા 'ભાઉચા ધક્કા, શિવરી,વડાલા, ઉરણ અને અલિબાગ ખાતે ભરણી કરીનેજમીન મેળવવામાં આવશે.'
બીજી તરફ અરબી સમુદ્રમાં આવેલા શિવાજીમેમોરિયલ પર કામ કરી રહેલી ટીમ વનનાઆગેવાને કહ્યું હતું કે એક હજાર એકર જમીનનેદરિયા પાસેથી પાછી મેળવવામાં આવતા લાખોબેઘર લોકોન ે રહેઠાણ માટેની જગ્યા મળશે અનેશહેરનો વિકાસ થશે. એક સેન્ટ્રલ બિઝનેસડિસ્ટ્રીક્ટ ઉભું કરવામાં આવશે. વપરાશ યોગ્ય બનાવવામાંઆવેલી જમીનને દુબઈના 'પામ આઇલેન્ડ'નીમાફક વિકસાવવામાં આવશે. સાથે એવું પણ ઉમેર્યુંહતું કે એમએમઆરડીએ એ જેટલી જમીન મેળવીછે તેના કરતા દસ ગણી જમીનને મેળવવામાંઆવશે.
રાજ્ય સરકાર આખરી નિર્ણય લેતા પહેલાલોકો પાસેથી સૂચનો અને વાંધાઓ મગાવશે.ભૂતકાળમાં સરકારે બેકબે(૨૭ એકર), બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્સ અને બાન્દ્રા રિક્લેમેશન (૯૨૫એકર) જમીન ભરણી કરીને મેળવી હતી.
જો કે અર્બન ડેવલપમેન્ટ રિસર્ચ ઇન્સ્ટીટયુટનાએકિઝક્યુટિવ ડિરેક્ટર ે કહ્યું હત ું કે 'બેકબે અને બીકેસી રિક્લેમેશનને લીધે મુંબઈમાંજમીનનો પ્રશ્ન ઉકેલાયો નથી. ઉલ્ટાના જમીનનાભાવમાં વધારો થયો છે.
પર્યાવરણવિદ્દોનું કહેવું છે કે ભરણીને લીધેપર્યાવરણ પર શું અસર થાય છે એ વિશે રાજ્યસરકારે અભ્યાસ હાથ ધરવો જ જોઇએ.
માહિમ અને બેકબેના કાંઠા વિસ્તારને કોસ્ટલરેગ્યુલેટરી ઝોન (સીઆરઝેડ)ના નિયમ હેઠળ બે (ઉપસાગર) ગણવામાં આવ્યા છે. એટલે માહિમ અને બેકબેના કિનારા નજીક વિકાસ કાર્ય થઈ શકેછે. એમ મહારાષ્ટ્ર સરકારે કેન્દ્ર સરકાર સમક્ષપોતાની ભૂમિકા સ્પષ્ટ કરી છે.
માહિમ અને બેકબેની એચટીએલ (હાઈટાઈડ)લાઈન)થી ૧૦૦ મીટરના અંતરે બાંધકામ થઈ શકેછે એમ રાજય સરકારે પહેલી જ વખત પોતાનોસ્પષ્ટ અભિગમ દર્શાવ્યો છે.
૨૦૧૧ના સીઆરઝેડ નોટિફિકેશનમાં ખુલ્લાંદરિયા કિનારા વિસ્તાર અને ઉપસાગરના કાંઠાળવિસ્તાર માટે જુદા જુદા નિયમો ઘડવામાં આવ્યાહોવાથી માહિમ અને બેકબેના કિનારા વિસ્તારપર વિકાસકાર્ય અંગે લાંબા સમયથી વિવાદ ચાલીરહ્યો હતો. ખુલ્લા દરિયા કિનારાનો હાઈટાઈટલાઈનથી ૫૦૦ મીટરના અંતર સુધી કોઈ બાંધકામકરી નથી શકાતું. જયારે કિક (ખાડી) અને બે(ઉપસાગર)ના કિનારે હાઈટાઈડ લાઈનથી ૧૦૦મીટરના અંતર સુધી બાંધકામ કરી નથી શકતું.
મહારાષ્ટ્રમાં ૭૨૦ કિલોમીટર લાંબો દરિયાકિનારો છે એમાં મુંબઈ સહિતના કાંઠાળ વિસ્તારખાડી કે ઉપસાગરની વ્યાખ્યામાં બેસે છે. પરિણામેદક્ષિણ મુંબઈના નરીમાન પોઈન્ટથી બાંદરારેકલેમેશન સુધીના કિનારાની સોનાના કટકાં જેવીજમીન વિકાસ માટે ઉપલબ્ધ થઈ શકે એમ છે.
મઝાની વાત એ છે કે કુદરતે પણ જમીનનીબાબત મુંબઈ પર મહેર વરસાવી છે બન્યું એવું કે સૌપ્રથમ વખત ઉપગ્રહ દ્વારા ૨૦૦૯માં લેવાયેલીતસવીરોમાં મેન્ગ્રોવના અડાબીડ આવરણવાળામોટે ભાગે કાદવના મેદાન જેવી જોવા મળેલીજમીનનો હિસ્સો હવે મુંબઇની ભૌગોલિક સીમામાંઉમેરાઇ ગયો છે. લગભગ ૧,૪૯૬ હેકટર અથવા૧૪.૯૬ ચોરસ કિલોમીટરની આ જમીન પૂર્વનાંઉપનગરોમાં ઐરોલીથી પૂર્વ કિનારાથી મધ્ય મુંબઇનાશિવડી વચ્ચે આવેલી છે.
આ જમીન કદમાં વખતોવખત એશિયાનીસૌથી મોટી ઝૂંપડપટ્ટી તરીકે ઉલ્લેખ કરાતા ધારાવીકરતાં છ ગણી મોટી છે આનો અર્થ એ કે ભારતનાનાણાકીય પાટનગર તરીકે ઓળખાતા મુંબઇનું ભૌગોલિક ક્ષેત્રફળ ૬૭.૭૯ ચો. કિ.મી.થી વધીને૮૨.૭૫ ચો.કિ.મી. થયું છે. અર્થાત મુંબઇનીજમીનમાં તેના હાલના કદ કરતાં પાંચમાં ભાગનીજમીનનો ઉમેરો થયો છે. આથી પણ વધુ આનંદનીવાત એ છે કે સંપૂર્ણપણે નવા જંગલો ઉમેરો થયો છેઅને મુંબઇનું મેન્ગ્રોવ જંગલ ૪,૬૬૩ હેકટરનું હતુંતે વધીને ૬,૧૬૦ હેકટરનું થયું છે. હવે આ જમીનકેવી રીતે 'શોધી' કઢાઈ ?
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન(બીએમસી) એ તેના ડેવલપમેન્ટ પ્લાન ૨૦૧૪-૨૦૩૪ના મુસદ્દામાં સુધારો કરવાનીકાર્યવાહી હાથ ધરી છે. ગયા વર્ષે ડેવલપમેન્ટ પ્લાન(ડીપી)ને આખરી ઓપ આપવાના નિષ્ફળ પ્રયાસોવચ્ચે તૈયાર કરાયેલા નકશામાં આ વિસ્તાર (નવીજમીન)ને બીએમસીની હદની બહારના વિસ્તાર તરીકે દર્શાવવામાં આવ્યો હતો. પ્લાનરો (યોજનાકારો)એ આ વધારાના વિસ્તારની નોંધલીધી છે અને પ્લાનના હાલમાં તૈયાર કરતામુસદ્દામાં તેનો સમાવેશ મુંબઇની હદમાં કર્યો છે.મુંબઇની હાલની જમીનની મોજણી ચાલતી હતી તેદરમિયાન ઉપગ્રહ દ્વારા લેવાયેલી તસવીરોમાં આકાદવના મેદાન જેવી જમીન પણ ઝડપાઇ ગઇ હતી.
આ જમીનનો શો ઉપયોગ કરાશે ?
ઓછામાં ઓછું હાલ પૂરતું તો આ જમીનનોકોઇ જ ઉપયોગ કરવામાં આવશે નહીં સિટિપ્લાનરોએ સ્પષ્ટતા કરી છે કે આ વિસ્તારની ગણના 'નેચરલ એરિયા' (પ્રાકૃતિક વિસ્તાર) તરીકે કરવામાંઆવી છે. આ વિસ્તારને યથાસ્વરૂપે જાળવીરાખવામાં આવશે. એક તરફ પરવડે તેવા રહેઠાણ ેબાંધવા અને સાર્વજનિક સુવિધાઓ ઉભી કરવામાટે નો ડેવલપમેન્ટ ઝોન હેઠળની જમીનો મોકળીકરવામાં આવશે ત્યારે બીજી તરફ પ્રાકૃતિકવિસ્તારોને યથાવત રહેવા દેવાશે. આ વિસ્તારકોઇ પણ પ્રકારના બાંધકામથી પર એવી ઓપનસ્પેસ (ખુલ્લા વિસ્તાર)
તરીકે જ રહેશે. નાગરિકોઓપન સ્પેસ તરીકે અથવા પ્રતિભ્રમણ તરીકે આવિસ્તારનો આનંદ ભલે લે તેમ બીએમસી વિચારતું હોય તો પણ હાલમાં તે શક્ય નથી કેમ કે આજમીન અત્યારે આંશિકપણે ભેજ (કળણ) વાળી છે અને ત્યાં જવાની દ્રષ્ટિએ સલામત નથી.
સમુદ્રમાંથી આ જમીન બહાર કઈ રીતેઆવી ?
પ્લાનરોએ જણાવ્યું હતું કે સમુદ્રતટ પરની આવધારાની જમીન કાંપ જામવાની પ્રાકૃતિક પ્રક્રિયાદરમીયાન તૈયાર થઇ હશે તેમ લાગે છે.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) ન્યૂયોર્કના સેન્ટ્રલ પાર્ક જેવો ૩૦૦એકરનો પાર્ક કફ પરેડમાં તૈયાર કરવાનો પ્લાનવિચારી રહ્યું છ ે ત્યારે તેણે મુંબઇના માછી સમાજનાઆકરા વિરોધનો સામનો કરવો પડયો છે.
અખિલ મહારાષ્ટ ્ર મચ્છીમાર કૃતિ સમિતિએકફ પરેડ ખાતે દરિયામાં ભરણી કરી આ પાર્ક તૈયારકરવાના સૂચિત પ્લાન સામે વિરોધ દર્શાવતાજણાવ્યું હતું કે આ યોજનાને કારણે ૨૦હજારમાછીમારોની આજીવિકા ઝૂંટવાઇ જશે.
બીએમસીએ કફ પરેડના દરિયામાં ભરણી કરી૩૦૦ એકરનો પાર્ક તૈયાર કરવાની દરખાસ્ત ડેવલપમેન્ટ પ્લાન (ડીપી). ૨૦૩૪માં કરી છે.પાર્કમાં બગીચા તથા રમતગમતના મેદાનનો સમાવેશ કરાશે. માછીમારોના અગ્રણીઓ કહ્યું હતુંકે માછીમારો આ દરિયાઇ વિસ્તારનો ઉપયોગતેમના લગભગ ૪૦૦ મછવા (ફિશિંગબોટ)નાંગરવા (પાર્ક કરવા) કરે છે.
અરબી સમુદ્રમાં શિવાજી મહારાજનું સ્મારક ઉભું કરવાની રાજ્ય સરકારની દરખાસ્ત તથાબીએમસીના ૨૯ કિલોમીટરના કોસ્ટલ રોડ માટેનાપ્લાન સાથે પણ માછી સમાજે પોતાની આજીવિકાપર હાનિકારક અસર થવાની દહેશત સાથે વિરોધ દર્શાવ્યો છે.
આ રીતે દરિયો પૂરીને જમીન મેળવવાથી ઊભા થતાજોખમમાંથી મુંબઈ હજી મુક્ત થયું નથી. નેશનલ એન્વાયર્નમેન્ટ એન્જિનિયરિંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ (નીરી) કરેલા અભ્યાસના અહેવાલમાં ચેતવણી અપાઈ છે કે દરિયાનું પાણી જમીન પર ધસીઆવીને કિનારા વિસ્તારનાં રહેઠાણોનો વિનાશસર્જી શકે છે અને તેથી ચોમાસા દરમિયાન હજજારોલોકોના જીવ જોખમમાં રહેશે.
નીરીના વડા ડો. રાકેશકુમાર કહે છે કે દરિયાનાપાણીનો માર્ગ રોકાતા શહેરના કિનારા વિસ્તારમાંદરિયાનું પાણી ધસી જવાની શક્યતા છે. દરિયોપૂરીને જમીન મેળવવાથી ભરતીનાં પાણીનું વહેણરૂંધાય છે. તેને કારણે ઉક્ત સ્થળોથી માઇલો દૂર દરિયાકિનારે આવેલાં જૂનાં બાંધકામો પર જોખમ ઊભું થયું છે અને તે બાંધકામોના રહેવાસીઓ ભરતીના કોઈક સમયે ઊંઘતા ઝડપાઈ જશે. બે વર્ષ પૂર્વે ચોમાસું શરૂ થતાં અગાઉ વરસોવાને કિનારે સાગર કુટિર પાસે ૧૦૦થીવધુ ઝૂંપડાં તણાઈ ગયાં હતા. ભરતીનાં પાણીથી જુહુ-મોરગાંવ પાસે ૩૦ જેટલા આવાસને નુકસાન પહોંચ્યું હતું.
ગોરાઈના કિનારેરહેતા લોકો પણ ફરિયાદ કરે છે કે ભરતીને સમયે સમુદ્રનું પાણી જમીન પર દૂર સુધી ધસી આવે છેઅને તેમનાં રહેઠાણોને નુકસાન પહોંચાડે છે. ચાલુવર્ષે સમુદ્રમાં તોફાન ન આવ્યું હોય એ દિવસોએપણ જમીન પર પાણી ધસી આવ્યું છે. આગામી દિવસોમાં કદાચ વધુ ખરાબ પરિસ્થિતિ પણ આવીશકે છે, એમ જુહુનો એક માછીમાર કહે છે.
નીરીના વિજ્ઞાાનીઓએ હાથ ધરેલા અભ્યાસમાંજણાયું છે કે ચાલુ ચોમાસા દરમિયાન સમુદ્રનીસપાટી ૩.૫થી પાંચ મીટર વધી હતી. સમુદ્રનાં મોજાંજોરદાર વહેણ સાથે તાકાતભેર કિનારા પર આવેછે. દરિયાકિનારે આડશ તરીકે દિવાલ બાંધવાથીપાણીનો માર્ગ રોકાય તેથી દરિયા કિનારે અને ખાડીવિસ્તારમાં પાણી વધુ તાકાત સાથે જમીન પર ધસીઆવે છે.
વિજ્ઞાાનીઓએ વધુમાં જણાવ્યું હતું કે ઉક્તપરિસ્થિતિને કારણે આ અગાઉ જ દરિયાકિનારેમોટી તારાજી થઈ ચૂકી છે. કિનારા પરના મેનગ્રોવ છોડનાં ઝૂંડ ભરતીનો પ્રતિકાર કરીને પાણીને જમીનપર ધસી જતું રોકે છે, પરંતુ મેનગ્રોવનાં ઝૂંડ સામૂહિકરીતે તણાઈ ગયા બાદ આ જોખમ વધી જવા પામ્યુંછે.
બોમ્બે એન્વાર્યમેન્ટ એક્શન ગ્રુપના એકચળવળકાર કહે છે કે દરિયાકિનારે પાણી પૂરીનેમેળવાયેલી જમીનની ઊંચી કિંમત મળતી હોવાથીમુંબઈના પશ્ચિમ કિનારે મોટે પાયે દરિયો પૂરીનેજમીન મેળવાઈ છે જ્યાં ગગનચુંબી ઇમારતો બાંધવામાં આવી છે.
બેકબે રિક્લેમેશનમાં મોટેપાયે મેળવાયેલીજમીનની અસર વરસોવામાં તેમ જ ઉરણ અનેમાંડવાના દૂરના વિસ્તારો પર જણાય છે. એસિવાય બાંદરા-કુર્લા કોમ્પ્લેક્સ, જુહુ-વરસોવા, લોખંડવાલા કોપ્લેકસ (અંધેરી), ચારકોપ (કાંદિવલી) અને કાંદરપાડા (બોરીવલી)ના વિસ્તારોની જમીન પણ દરિયો પૂરીને મેળવાઈ છે. હાલ તો વધુ જમીન પ્રાપ્ત કરીને સરકાર હરખાય છે. પરંતુ ભવિષ્યમાં જ્યારે દરિયો માઝા મૂકશે ત્યારે મુંબઈના સાગર કિનારે ઊંચી ઈમારતોમાં રહેનારાની શી વલે થશે એ કોને ખબર!
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37Q1cA2
ConversionConversion EmoticonEmoticon