ખેડા જિલ્લામાં આજે નાતાલનો તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવાશે


- કોરોનાના લીધે ૩૧મી ડિસેમ્બરની વોચનાઇટ સર્વિસ પહેલી તારીખની ભજન સેવા ઑનલાઇન યોજાશે

નડિયાદ, તા  24 ડિસેમ્બર 2020, ગુરુવાર


ખેડા જિલ્લામાં આજે નાતાલની પર્વની ઉજવણી શાંતિ પૂર્ણ રીતે કરવામાં આવશે.ખ્રિસ્તી સમૂદાયના લોકો ઘરે બેસી નાતાલની ઉજવણી કરવા સંપ્રદાયના વડાઓએ સૂચન કર્યુ છે.જિલ્લાના વડા મથક નડિયાદ સહિત તાલુકા મથકોમાં કોરોના મહામારી ધ્યાને લઇ સાદાઇથી પર્વની ઉજવણી કરાશે.

ખેડા જિલ્લાના વડા મથક નડિયાદ સહિત, માતર, ખેડા, મહેમદાવાદ, ગળતેશ્વર,ઠાસરા સહિતના તાલુકા મથકોમાં વસતા ખ્રિસ્તીભાઇ-બહેનો દ્વારા આજે નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવશે.જિલ્લામાં વસતા ખ્રિસ્તી સમુદાયને ખ્રિસ્તી ધર્મગુરુઓએ શાંતિપૂર્વક અને ઘરેબેસી નાતાલ પર્વની ઉજવણી કરવા અપીલ કરી છે.નડિયાદ શહેરના મિશન રોડ પર બે મેથોડિસ્ટ  ચર્ચ તથા એક રોમન કેથલિક ચર્ચ, વૈશાલી સિનેમા પાસે રોમન કેથલિક ચર્ચ અને બાલ્કનજી બારી પાસે સીએનઆઈ ચર્ચ  આવેલ  છે.

જિલ્લાના કેટલાક દેવળોની  બહાર ચર્ચમાં પ્રવેશ ન કરવા વિનંતી કરતા બોર્ડ લગાવવામાં આવ્યા છે.તેમજ  નિયમિત ધાર્મિક વિધિ, પ્રાર્થનાઓ કરવામાં આવશે પણ આ વર્ષે કોરોનાને લીધે  ક્રિસમસના સાંસ્કૃતિક કાર્યક્રમો કે મેળવડાઓ નહીં યોજાય તેમ જણાવવામાં આવ્યુ છે.નાતાલ  પર્વ દરમ્યાન ચર્ચો દ્વારા પારંપારિક ધાર્મિક કાર્યક્રમો, ભક્તિસભાઓ અને પ્રાર્થનાઓ ઓનલાઈન યોજાશે. તેમજ ભજનસેવા પણ ઓનલાઈન યોજાશે, જે લોકો ઘરે-બેઠા મોબાઈલ કે ટીવીના માધ્યમથી  એનો લાભ લઈ શકશે. પ્રવર્તમાન કોવિડ-૧૯ મહામારીને ધ્યાનમાં રાખી આયોજનો કરવામાં આવ્યા  છે.

આ પર્વ અનુસંઘાને વિશેષ પ્રાર્થના કરવામાં આવશે જેમાં માનવસમાજને કોરોનાના સંકટમાંથી મુક્ત કરવા માટે પ્રાર્થના કરવામાં આવશે.વિવિધ ચર્ચોને બહારથી રોશનીથી શણગારવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં ખ્રિસ્તી બંધુઓ ચર્ચ કમ્પાઉન્ડમાં ભેગા ન થાય તેવી ધર્મગુરુઓએ અપીલ કરી છે.૩૧મી ડિસેમ્બરની વોચનાઈટ સર્વિસ અને પહેલી તારીખની ભજનસેવા પણ ઓનલાઈન યોજાશે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3hf9wg3
Previous
Next Post »