- જિલ્લા પોલીસ વડાનો આદેશ છતાં રોડ, જાહેર સ્થળો પર માસ્કના નામે લોકોને હેરાન કરાતા હોવાનો આક્ષેપ
ખેડા જિલ્લામાં માતરના ધારાસભ્ય બાદ આજે કઠલાલ-કપડવંજ વિદ્યાનસભાના ઘારાસભ્યએ જિલ્લા પોલીસ વડાને પત્ર લખ્યો છે.જેમાં કપડવંજ વિસ્તારમાં પોલિસની હેરાનગતિ સામે ઘારાસભ્યએ સવાલો કર્યા છે.
ગત સપ્તાહે માતર મતવિસ્તારના ધારાસભ્યની પોલીસ તંત્રની વિરુધ્ધ ગ્રામ્ય જનતાને હેરાનગતિ કરતા હોવાની રજૂઆત કરવામાં આવી હતી.આજરોજ કપડવંજ-કઠલાલ મતવિસ્તારના ધારાસભ્ય કાળુસિંહ ડાભીએ જિલ્લા પોલીસ વડાને કરેલ રજૂઆતમાં જણાવ્યુ છે કે,કપડવંજ ટાઉન, કપડવંજ રૂરલ અને આંતરસુબા પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા જાહેર માર્ગો અને હાઇવે ઉપર થી પસાર થતા ગ્રામ્ય વિસ્તારની પ્રજાને હેરાન કરવામાં આવે છે.
રોડ પર થી પસાર થતા નાના-મોટા વાહન ચાલકોને અટકાવી માસ્કના નામે હેરાન ગતી કરવામાં આવે છે,અને ખોટી રીતે નાણા પડાવવામાં આવે છે ,આવી રંજાડવાની પ્રવૃતિ બંધ કરવા રજૂઆત કરેલ છે.
અત્રે ઉલ્લેખનિય છે કે જિલ્લા પોલીસ દ્વારા બે દિવસ પહેલા જ દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાહેર સ્થળો ઉપર અને ભીડભાડ ન હોય ત્યા તથા હાઇવે ઉપર વાહન ચાલકોને રોકી હેરાન ન કરવા સૂચના આપી છે.તેમ છતા પોલીસ તંત્ર દ્વારા હેરાન કરવામાં આવતા હોવાનુ જણાવ્યુ છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3hfiuKd
ConversionConversion EmoticonEmoticon