- આ ફિટ કલાકાર આજે 64 વર્ષનો થયો
મુંબઇ તા.24 ડિસેંબર 2020 ગુરૂવાર
બોલિવૂડના સિનિયર કલાકાર અનિલ કપૂરનો આજે બર્થ ડે છે. હેપ્પી બર્થ ડે ટુ યુ અનિલ કપૂર...
છેલ્લાં 40 વર્ષથી અનિલ સતત વિવિધ ભૂમિકા ભજવીને દર્શકો પર છવાઇ ગયો હતો. 64 વર્ષની વયે પણ એની ચુસ્તી સ્ફૂર્તિ 25 વર્ષના કોઇ યુવાનને શરમાવે એેવી છે. એણે સોશ્યલ મિડિયા પર પોતાની ફિટનેસ વિશે વાત કરી હતી. અત્યાર સુધીમાં અનિલે 100થી વધુ ફિલ્મોમાં વૈવિધ્યસભર ભૂમિકાઓ કરી હતી. એ હોલિવૂડની ફિલ્મ અને ટીવી સિરિયલો પણ સફળતાથી કરી ચૂક્યો હતો. એને બે નેશનલ અને છ ફિલ્મ ફેર એવોર્ડ મળ્યા હતા. એની યાદગાર ફિલ્મોમાં મિસ્ટર ઇન્ડિયા, મશાલ. ચમેલી કી શાદી, જંગ, તેજાબ, રામ લખન અને બેટા જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. એને બે સંતાન છે અને બંને અભિનય ક્ષેત્રે કારકિર્દી જમાવી રહ્યાં છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37J7EJ6
ConversionConversion EmoticonEmoticon