સકળ લોક જેમનાં નામે ધન્ય છે : વિજય શેઠ અને વિજ્યા શેઠાણી
૧)
જળમાં કમળ શોભે એમ ભદ્રાવતીમાં વિજય શેઠ અને વિજ્યા શેઠાણી શોભતાં હતાં.
વિજય શેઠના દેહની ડાળ પર યુવાનીએ પગલાં પાડયાં અને પિતા નંદ શેઠે પુત્ર માટે નવયુવાન કન્યા ગોતવા માંડી. લોકો કહે કે ભદ્રાવતીની બહાર શોધવાની જરૂર નથી. ભદ્રાવતીમાં જ એ કન્યારત્ન વસે છે. નામ છે વિજ્યાદેવી ।
વિજય નરબંકો અને શૂરવીર નવયુવાન હતો. વનમાં સિંહની ત્રાડ ગુંજે એમ વિજય શેઠની હાક વાગતી. વેપારમાં એ બાહોશ હતો તો વિદ્યામાં એ પારંગત હતો.
વિજ્યા પણ અદ્ભુત નવયૌવના હતી.
રૂપરૂપના અંબાર જેવી વિજ્યા દેવોને આકર્ષે તેવી હતી. તેનું સુંદર મુખ, મોહક નેત્રો અને છટાદાર ચાલ કામદેવનેય પરવશ બનાવે તેવાં હતાં. વિજ્યાનો કંઠ મધુર હતો. તે શાસ્ત્રીય ગાનમાં નિપુણ હતી. જિનમંદિરમાં જઈને પ્રભુનાં સ્તુતિ અને સ્તવન ગાતી ત્યારે ભદ્રાવતીના લોકો તેનું કંઠયગાન શ્રવણ કરવા માટે ટોળે વળતા.
નંદ શેઠનાં નયનોમાં વિજ્યા વસી ગઈ. એમણે પોતાના પુત્ર માટે તેને પસંદ કરી. વિજ્યે આ જાણ્યું ત્યારે તે ઝૂમી ઊઠયો. વિજ્યાને જ્યારે પૂર્ણિમાના ઉત્સવમાં પહેલી વાર જોઈ તે ક્ષણથી વિજય તેના પ્રેમમાં પડી ગયો હતો !
ભદ્રાવતીમાં લગ્નની શરણાઈઓ વાગી.
નંદ શેઠે મન મૂકીને ધનનો વરસાદ વરસાવ્યો.
નગરનાં નર-નારીઓ ઉલ્લાસપૂર્વક લગ્નોત્સવ માણી રહ્યાં. સૌએ કહ્યું, કચ્છને કીર્તિ આપે એવા આ લગ્નનો ઉત્સવ સૈકાઓ પછી નિહાળવા મળ્યો હશે !
વિજય અને વિજ્યાનો દિવ્ય મહેલ હજારો દીપકોથી પ્રકાશી ઉઠયો. લાખો પુષ્પો સુગંધ વેરી રહ્યાં. કલાકારોએ સંગીતની સુમધુર સૂરાવલિ વહાવી ઃ આજે વિજ્ય અને વિજ્યા જીવનની ધન્યતા માણવા મિલનરાત્રિ ઊજવવા એકઠાં થવાનાં હતાં.
ભવ્ય અને નયનરમ્ય ખંડમાં વિજ્યા પ્રતીક્ષા કરતી હતી. સુવર્ણના અલંકારો, મોતીની માળાઓ અને રત્નના બાજુબંધથી અલંકૃત વિજ્યાના હૃદયમાં કલ્પનાનાં હજારો મધુર પંખીઓ ઊડાઊડ કરતાં હતાં. તે અપલક નેત્રે દ્વાર ભણી જોઈ રહી હતી.
દિવ્ય વસ્ત્રોમાં સજ્જ યુવાન વિજય ખંડમાં આવ્યો. વિજ્યાએ તેને પાલવમાંથી તીરછી નજરે જોયો: પૌરુષથી છલકાતો સંપૂર્ણ નવયુવાન હતો. એ કેટલો આકર્ષક હતો એ ! વિજ્યાનું રોમરોમ થનગની ઊઠયું.
વિજ્યે દ્વાર અટકાવ્યું.
વિજ્યે પલંગ ભણી કદમ ઉપાડયાં. વિજ્યાને રોમાંચ થયો. એ નવો જ અનુભવ પંખીના ગાનની જેમ નજીક આવી રહ્યો હતો. પણ આ શું ? વિજય પલંગની કોરે આવીને બેસી ગયો.
વિજ્યા મૌનમુખ પ્રતિક્ષા કરતી હતી.
વિજ્ય મૌનમુખ વિજ્યાને નિહાળતો હતો.
મૌન ઝળૂંબી રહ્યું હતું.
વિજ્યાના દેહમાંથી સંવેદનની લહર દોડાદોડ કરતી હતી. વિજ્યના મુખ પર વિજ્યા માટેનો તલસાટ કેકારવ કરતો હતો. પણ રે ! વિજય પલંગની કોરે જ બેસી રહ્યો હતો.
થોડીક પળો પછી વિજય ધીમેથી બોલ્યો: 'પ્રિયે !'
વિજ્યાને લાગ્યું કે પોતાના કર્ણદ્વય ધન્ય થઇ ગયા. વિજ્ય હજુ મૌન હતો. એ કશુંક કહેવા ઝંખતો હતો. વિજ્યના દેહમાં કામદેવ પોતાનો સુવર્ણરથ લઈને ઘૂમી રહ્યા હતા. એ કશુંક કહીને આ ક્ષણની દિવ્યતાને વધારે શોભા આપવા માંગતો હતો. એને હતું કે સંકોચની આ દીવાલ તોડવી કેમ ?
વિજ્યે કહ્યું,'પ્રિયે, મારે કાંઈક કહેવું છે.' વિજ્યા શરમથી પાણીપાણી થઈ રહી હતી. એ મૌન બેસી રહી. વિજ્યે કહ્યું,'પ્રિયે આજે શુકલપક્ષની એકાદશી છે !'
વિજ્યા વિચારમાં ડૂબી ઃ આજે શુકલ પક્ષની એકાદશી છે તેની યાદ અપાવવાની શી જરૂર પડી હશે ? આજનો દિવસ તો આપણા જીવનનો સૌથી સોહામણો દિવસ છે !
વિજ્યે કહ્યું, 'પ્રિયે, આજે આપણી સુહાગરાત છે. જીવનની ધન્ય ક્ષણ માટે મારું યૌવન તલપાપડ થઈને તને ઝંખે છે ! કિન્તુ એક વિનંતી કરવાની છે.'
વિજય અટક્યો.
વિજ્યા મૌનમુખ રહી.
વિજ્યે કહ્યું,'પ્રિયે, થોડાક દિવસ પહેલાં નગરમાં ગુરુમહારાજ પધારેલા, જ્ઞાાની હતા એ ચારિત્ર્યવાન હતા એ. તપસ્વી હતા એ. દિવસે એમણે સૌને સુંદર ધર્મબોધ આપ્યાં. યુવાનોને કહ્યું કે તમારા જીવનને ઉત્તમ બનાવો. એમણે બ્રહ્મચર્ય મહાવ્રતના પાલન માટે ઉપદેશ આપ્યો. સૌને કહ્યું કે મહિનામાં થોડાક દિવસ વ્રતમય જીવન જીવજો. મેં વિચાર્યું મારાં લગ્ન થયાં નથી. પણ જ્યારે થશે ત્યારે હું શુક્લપક્ષમાં બ્રહ્મચર્યવ્રતનું પાલન કરીશ અને એ પ્રતિજ્ઞાા લીધી ! અને આજે શુક્લપક્ષની એકાદશી છે...
યૌવનથી છલકાતી વિજ્યા વિસ્ફારિત નેત્રે વિજ્યને જોતી હતી. વિજ્ય આગળ કશું બોલે એ પૂર્વે વિજ્યા બેહોશ થઈને ઢળી પડી.
(વધુ આવતાં અંકે...)
પ્રભાવના
આજના વિશ્વના શ્રેષ્ઠ શ્રીમંત વોરન બફેટ જે કહે છે તે સાંભળવા જેવું છે ઃ
'૧૦ હજાર કા બેગ મત ખરીદે
૧ હજાર કા બેગ ખરીદે ઔર
૯ હજાર ઉસકે અંદર રખો.
અમીર દિખને કે ચક્કર મેં
બર્બાદ મત હો જાના !'
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Wq2mvy
ConversionConversion EmoticonEmoticon