ગુરૂહરિની 99મી જન્મજયંતિએ કોટિ કોટિ નમન...


વિરલ સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજના અમૃતવચનો

પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની નિર્મળ, સરળ અને આડંબરરહિત વિનમ્ર વાણીનો આસ્વાદ જેણે જેણે માણ્યો છે. એ સૌની એક જ અનુભૂતિ છે. તેમાં દિવ્યતા છે. એ વાણીમાં ભભકો નથી, છતાં અંતરમાંથી વહેતી અને અનેકના અંતરને ઠારનારી નિઃસ્વાર્થ પ્રેમ-સરવાણી છે. સ્વામીશ્રીની સૂક્તિઓ એટલે જાણે સિંધુને બિંદુમાં ભરીને ઝળહળી રહેલા રત્નો. પૂ.સ્વામીશ્રીના કેટલાક સૂક્તિરત્નો- અમૃતવચનો અત્રે પ્રસ્તુત છે. પૂ.સ્વામીશ્રીના એ અમૃતને હૈયાવગું કરી ધન્ય થઈએ...

* પરસ્પર પ્રીતિ પ્રસરાવે એ જ ધર્મ.

* ખપમાં આવે એ જ્ઞાાન.

* અપેક્ષા વિના બીજા માટે ઘસાઈ છૂટવું એ વૈરાગ્ય.

* દરેક કાર્યમાં પ્રભુના કર્તાપણાનું અનુસંધાન એ ભક્તિ.

* ભગવાન અને સંતને જાણવા, સમજવા અને રાજી કરવા એ જ બુધ્ધિ.

* આસુરી વૃત્તિ નીકળે ને દૈવી વૃત્તિ થાય એ મૃત્યુને જીતેલો છે.

* સત્પુરૂષની રૂચિ પ્રમાણે વર્તાય એ આત્મબુધ્ધિ.

* અહંથી કરે એ તમોગુણી ક્રિયા.

* લૌકિક ઇચ્છાથી કરે એ રજોગુણી ક્રિયા.

* ભગવાનને સંભારીને કરે એ સત્વગુણી ક્રિયા.

* કેવળ ભગવાનની પ્રસન્નતા માટે કરે એ નિર્ગુણ ક્રિયા.

* ધ્યેયમાં દૃઢતા અને વિશ્વાસ એ જ પ્રગતિ.

* મનને સ્થિર કરે તે મંદિર.

* કોઈ આપણને વખાણે ત્યારે વધુ કરવા માંડીએ તે દંભ.

* આ પ્રગટ મળ્યા એ યથાર્થ ઓળખાય એ નિષ્ઠા.

* સત્પુરૂષનો સંબંધ એ જ યોગ.

* ભગવાનના મહિમાનો વિચાર, ભગવાનના કાર્યનું ચિંતન અને જે ભગવાન બધે છે એ આપણામાં પણ છે એ વિચાર એટલે ધ્યાન.

 ભારતીય સંસ્કૃતિની ગરિમાને વિશ્વભરમાં ઉજાગર કરનાર વિરલ સંતવિભૂતિ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની તા.૨૨-૧૨-૨૦૨૦ને મંગળવારે ૯૯મી જન્મજયંતી છે. પૂ.પ્રમુખસ્વામી મહારાજને એમના પ્રાગટયદિને કોટિ કોટિ નમન....

- કિશોર ગજજર



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37qH7jW
Previous
Next Post »