ઈશ્વરને આપણે ચંદન લગાવીએ છીએ. ઈશ્વરને સુગંધની ખોટ નથી. ઈશ્વરને ચંદનનું તિલક કરવાનો અર્થ એ છે આપણું જીવન શાંત અને સુગંધિત બને. ઈશ્વરને તિલક કર્યા પછી એ ચંદન આપણા માટે પ્રસાદ છે. તેથી આપણે પણ તે ચંદનનું તિલક મસ્તક પર ધારણ કરીએ છીએ. જેથી આપણા વિચારો શુદ્ધ અને પવિત્ર બને.
મંદિરમાં દર્શનાર્થે આવતા ભક્તોને પુજારી આ ઉદ્દેશ્યથી તિલક કરે છે. ભક્તો સુગંધ અને શીતળતા લઈને જાય એ ચંદન-તિલકનું રહસ્ય છે. ચંદનના વૃક્ષ પર સાપ રહેતા હોવા છતાં તેના ઝેરની અસર ચંદન વૃક્ષ પર થતી નથી. તે જ રીતે ચંદનનું તિલક કરનાર ભક્ત પર અન્ય પાપીજનની અસર થતી નથી. ચંદન તિલકનું આ રહસ્ય છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3nvf5JE
ConversionConversion EmoticonEmoticon