દીવો શા માટે? .


ઈશ્વર પાસે આપણે દીવો પ્રગટાવીએ છીએ. એનો હેતુ એ છે કે આપણા મનમાં સારા વિચાર અને સારી ભાવનાનો દીવો પ્રગટે. આ પ્રાર્થના સાથે દીવો પ્રગટાવવામાં આવે છે. આ પ્રકાશથી મનુષ્યને માર્ગદર્શન મળે છે અને તે આ માર્ગદર્શન બીજાને આપે છે. આ પ્રકાશથી હૃદય પ્રેમરૂપી અમૃતથી છલકાઇ જાય છે. આ પ્રક્રિયા સ્નેહની છે. સ્નેહનો એક અર્થ ઘી પણ થાય છે. જેના હૃદયમાં ઘી છે તે બીજાને હમેશાં પ્રકાશ આપે છે. અમાસની રાતે સિતારાઓ પ્રકાશ આપે છે ઉપરાંત દિશા પણ બતાવે છે. આમ જેના હૃદયમાં પ્રકાશ હોય તે બીજાને પ્રેરણા આપી શકે છે. પ્રેરણા આપનાર ગરીબ હોય કે તવંગર એ મહત્વનું નથી. દીવાનું આ રહસ્ય છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34k13me
Previous
Next Post »