જાન્યુઆરી : બ્રેઇન ટિઝર મંથ
: ૧૦ ફૂટ ઊંડા કૂવામાં એક દેડકો છે. તે બહાર આવવાના પ્રયત્નમાં દિવસે ૫ ફૂટ ઊંચે ચડે છે, પરંતુ રાત્રે ૪ ફૂટ નીચે ઉતરી જાય છે. આ દેડકો કેટલા દિવસ પછી બહાર આવશે?
: જો તમે પાંચમાંથી ત્રણ સફરજન લઇ લો તો તમારી પાસે કેટલા સફરજન રહે?
: ડંકાવાળી એક ઘડિયાળમાં ૭ વાગ્યાના ડંકામાં ૭ સેકન્ડનો સમય લાગે છે, તો ૧૦ વાગ્યાના ડંકામાં કેટલો સમય લાગે?
: વિરાટ કોહલી, રોહિત શર્મા વન-ડે મેચમાં એકસમાન ૯૪ના સ્કોરે રમી રહ્યા છે. વિજય માટે ૩ બોલમાં ૭ રનની જરૂર છે એ બંને બેટ્સમેન સદી ફટકારે છે. કેવી રીતે?
આ ટલું વાંચતાની સાથે જ તમારું મગજ માત્ર અને માત્ર તેનો જવાબ શોધવાની દિશા તરફ દોડવા લાગે, તેનો ઉત્તર મળે નહીં ત્યાં સુધી આ સવાલ દાંતમાં ફસાયેલા કણાની માફક ખૂંચવા લાગે તો તમે એક કોયડાપ્રેમી છો તેની સટફાઇડ ગેરન્ટી. આજે કોયડાની વાત એટલા માટે કેમકે અમેરિકામાં જાન્યુઆરી મહિનાની 'નેશનલ બ્રેઇનટીઝર મન્થ' તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ પાછળનો હેતુ એ છે કે શારિરી ક ચુસ્તી માટે તો આપણે કસરત કરતા હોઇએ છીએ પરંતુ વાત કોયડા ઉકેલવા દ્વારા મગજ કસવાની આવે તો મોટાભાગના લોકો તેમાં નીરસ અભિગમ દર્શાવતા હોય છે.
થોડા વર્ષો અગાઉ અમેરિકામાં હાથ ધરાયેલા સંશોધન અનુસાર બ્રેઇનટીઝર નિયમિત ઉકેલવાથી અલ્ઝાઇમર જેવી બિમારી જોજનો દૂર રહે છે. આપણે ત્યાં બ્રેઇનટીઝર તરીકે ક્રોસવર્ડ, સુડોકુ વધારે લોકપ્રિય છે. બીઆરટીએસ, મેમુ ટ્રેન, કંપનીની બસ, મુંબઇની લોકલ ટ્રેન જેવું કોઇ પણ પબ્લિક ટ્રાન્સપોર્ટ હોય તેમાં અનેક વ્યક્તિ ક્રોસવર્ડ, સુડોકુનો સહારો લેતી હોય છે.
આ પાછળનો ઉદ્દેશ એ પણ હોય છે કે સાંજે થાકીને, બોસના ઠપકો સાંભળીને કે પછી ટાર્ગેટ પૂરું કરવાના ટેન્શનમાં ઘરે પરત ફરતી વખતે વ્યક્તિ ક્રોસવર્ડ, સુડોકુના ઉકેલ શોધી કાઢે તો તે દિવસના અંતે ક્યાંકથી તો 'વિજેતા' હોવાની ફિલિંગ સાથે ઘરે પહોંચે. બાય ધ વે, ક્રોસવર્ડ પઝલે ૨૧ ડિસેમ્બરે અખબારોમાં તેના પ્રવેશના ૧૦૭ વર્ષ પૂરા કર્યા છે. ૧૯૧૩ના વર્ષમાં 'ન્યૂયોર્ક વર્લ્ડ' અખબારમાં સૌપ્રથમ વખત આર્થર વેઇન નામના પત્રકાર દ્વારા ક્રોસવર્ડ પઝલ તૈયાર કરવામાં આવી હતી. ક્રોસવર્ડ પઝલ કેવી રીતે શરૂ થઇ તેનો કિસ્સો પણ કોયડાના ઉકેલ જેટલો જ રસપ્રદ છે.
હુઆ યું કી....પત્રકારત્વના પિતામહ એવા જોસેફ પુલિત્ઝર 'સન્ડે ન્યૂયોર્ક વર્લ્ડ'ના તંત્રી હતા ત્યાં સુધી આ અખબાર લોકપ્રિયતાની ચરમે પહોંચી ગયું હતું. ૧૯૧૧ના વર્ષમાં જોસેફ પુલિત્ઝરનું અવસાન થયું અને તેની સાથે જ અખબારના સર્ક્યુલેશનનો ગ્રાફ સતત નીચે ઊતરવા લાગ્યો. સર્ક્યુલેશનને ફરી પાટા પર લાવવા માટે જે નવી ટીમ તૈયાર કરવામાં આવી તેમાં પત્રકાર આર્થર વૈનને પણ સમાવેશ થતો હતો. આર્થર વૈન નોકરીમાં જોડાયા તેના થોડા જ દિવસોમાં તેમને બોસ દ્વારા આદેશ અપાયો કે, 'એવું કંઇક તૈયાર કરો કે વાંચકોને દિમાગ કસવું પડે'. આર્થર વૈન બીજા જ દિવસે શબ્દોના તાણાવાણા સમાન પઝલ તૈયાર કરીને આવ્યા અને તેને 'વર્ડ ક્રોસ' નામ આપવામાં આવ્યું.
આ પઝલે તો ત્યારબાદ લોકપ્રિયતાની તમામ સરહદ વટાવવાનું શરૂ કરી દીધું. આ દરમિયાન બન્યું એમ કે એકવાર આર્થર વૈને પઝલ તૈયાર કરીને આપી દીધી પણ ટાઇપ સેટરે ઉતાવળમાં 'વર્ડ ક્રોસ' સ્થાને તેને 'ક્રોસવર્ડ' નામ આપી દીધું. આમ, અત્યારે જે ક્રોસવર્ડ નામ પ્રચલિત બન્યું તેનો જન્મ આકસ્મિક રીતે જ થયો છે.
પસલ મૂળ ફ્રેન્ચ શબ્દ છે જેનો અર્થ થાય છે કોઇને ગૂંચવણમાં મૂકવું. આ શબ્દ અપભ્રંશ થઇને ૧૯મી સદીમાં પઝલ તરીકે લોકપ્રિય બન્યો છે. પઝલના ઈતિહાસમાં ભારતનું પણ ખૂબ જ મહત્ત્વનું યોગદાન છે તેમ કહી શકાય. કેમકે, મહાભારતના યુદ્ધમાં 'ચક્રવ્યૂહ'નો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે એક પ્રકારે કોયડો જ હતો.
બ્રેઇનટીઝર એ પઝલનો જ એકપ્રકાર છે. ગ્રીસના મહાન ગણિતશાી આકમિડિઝ બ્રેઇનટિઝરના જનક ગણવામાં આવે છે. જીગ્સૌ, લેટરલ થિન્કિંગ, રુબિક્સ ક્યુબ, બે ચિત્રોમાં તફાવત શોધો એ પણ પઝલના જ પ્રકાર છે. જીગ્સૌ પઝલ ૧૭૬૦ના વર્ષમાં જ્હોન સ્પિલસબરી દ્વારા શોધવામાં આવી હતી. વિશ્વભરમાં છેલ્લા ૨૭ વર્ષથી 'વર્લ્ડ પઝલ ચેમ્પિયનશિપ' પણ યોજાય છે. ચેમ્પિયનશિપમાં અમેરિકા ૧૪, જર્મની ૬, ચેક રિપબ્લિક ૩ અને જાપાન એકવાર ચેમ્પિયન બન્યું છે.
હવે શરૂઆતમાં આપવામાં આવેલા કોયડાના ઉત્તર પર એક નજર થઇ જાય
(જવાબ ૧) એક દિવસના ૧ ફૂટના હિસાબે પાંચમાં દિવસે પાંચ ફૂટ ઉપર ચડશે.હવે છઠ્ઠા દિવસે પાંચ ફૂટ ચડતાં તે બહાર આવી જશે અને પછી રાત્રે નીચે ઉતરવાનો સવાલ જ રહેતો નથી. (જવાબ ૨) તમારો જવાબ 'બે' હોય તો તે ખોટો છે. સાચો જવાબ એ છે કે તમારી પાસે ૩ સફરજન હોય. (જવાબ ૩) ઘડિયાળમાં જ્યારે બરાબર ૭ વાગે, ત્યારે પહેલો ડંકો પડે. તે પછી ૬ ડંકા પડવામાં ૭ સેકન્ડ લાગે છે. એટલે કે એક ડંકો પડવામાં ૭/૬ સેકન્ડનો સમય લાગે છે. જેના મુજબ ૧૦ વાગે પહેલો ડંકો પડે, પછી ૯ ડંકો પડવામાં ૯*૭/૬= ૨૧/૨=૧૦.૫ સેકન્ડનો સમય લાગે. (જવાબ ૪) રોહિત શર્મા સિક્સ ફટકાર્યા બાદ રિટાયર્ડ હર્ટ થાય. નવો બેટ્સમેન રનઆઉટ થતાં જ વિરાટ કોહલીની સ્ટ્રાઇક આવે અને તે પણ સિક્સ ફટકારી દે. આમ, રોહિત શર્મા-વિરાટ કોહલી બંને સદી પૂરી કરે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mWlaxl
ConversionConversion EmoticonEmoticon