દ્રાસઃ માઇનસ 40 અંશ ઠંડીમાં જ્યારે સમય પણ થીજી જાય



કાશ્મી-રના શ્રીનગરથી ઝોજી લા ઘાટના રસ્તેપ લદ્દાખના લેહ તરફ આગળ વધતાં માર્ગમાં દ્રાસ નામનું નાનકડું ગામ આવે છે. ‍‍૧૯૯૯ પહેલાં તેના અસ્તિરત્વ  વિશે ભાગ્યે  જ ભારતવાસીઓ જ્ઞાત હતા, પરંતુ મે, ૧૯૯૯માં પાકિસ્તાઅને કારગિલ યુદ્ધનું ‘ખાતું’ દ્રાસ પર તોપમારો કરીને ખોલ્યુંત એ સાથે દ્રાસ ઓચિંતું વર્લ્ડ મેપ પર આવ્યું. આજે લેહ-શ્રીનગર વચ્ચેગ સફર ખેડનારા હજારો પર્યટકો દ્રાસમાં પગથોભ કરવાનું ચૂકતા નથી, કેમ કે અહીં ભારતીય લશ્ક રે ૧૯૯૯ના કારગિલ યુદ્ધનું ભવ્યા સ્માુરક-કમ-મ્યૂહઝિઅમ બનાવ્યું છે.  

કારગિલ વોર મેમોરિઅલ નામના તે સ્માારકમાં પ્રવેશ કર્યા પછી ‘વિજય પથ’ પર ચાલતા આગળ વધો ત્યાેરે બિલકુલ સામે છટાભેર લહેરાતા ભારતીય તિરંગાની પૃષ્ઠિભૂમિમાં હિમાલયનો ૧૬,૦૦૦ ફીટ ઊંચો તોલોલિંગ પર્વત જોવા મળે છે. કારગિલના લોહિયાળ યુદ્ધનો તણખો એ પર્વત પર ઝર્યો હતો. તોલોલિંગની પશ્ચિમે ટાઇગર હિલ નામનો ૧૭,૦૦૦ ફીટ ઊંચો પર્વત છે, જેના પર કારગિલ યુદ્ધ વખતે ભારતીય લશ્ક્રના ઘણા જવાનોએ રક્ત રેડ્યું હતું. 

આ બન્નેે ઉત્તુંગ શિખરો તેમજ તેમને સાંકળતા અન્ય  પર્વતોની બિલકુલ પાછળથી પસાર થતી અંકુશરેખાની પેલે પાર પાકિસ્તાજન હસ્તઅકના કાશ્મીોરમાં હિમાલયની કારાકોરમ પર્વતમાળા શરૂ થાય છે. લગભગ સવા બે લાખ ચોરસ કિલોમીટરના વિશાળ ક્ષેત્રફળમાં તેનો પથારો છે. પર્વતોની સરેરાશ ઊંચાઈ ૨૦,૦૦૦ ફીટ, એટલે તેમની જટા બારેમાસ હિમથી આચ્છા્દિત રહે છે. કુદરતે રચેલા કારાકોરમ નામના વિશાળ ને વિરાટ ‘આઇસ બોક્સ’ સોંસરવા ફૂંકાતા પવનો કાશ્મીનરને ઉનાળામાં ઠંડું અને શિયાળે ઠંડુંગાર રાખે છે. કારાકોરમ પર્વતમાળામાં આમ તો બારેમાસ ‌િશયાળા જેવું વાતાવરણ હોય, પણ ઋતુચક્ર મુજબ ઓક્ટોબરની આખરથી શિયાળો બેસે ત્યા રે બર્ફીલા પર્વતો વચ્ચેળથી પસાર થતાં સુપર કોલ્ડબ પવનો કાશ્મીસરને તથા લદ્દાખને શીતાગારમાં ફેરવી નાખે છે. પશ્ચિમે શ્રીનગરથી માંડીને પૂર્વમાં છેક લદ્દાખ સુધીના કમ સે કમ ૬૦૦ કિલોમીટર લાંબા ભૌગોલિક પટ્ટામાં ડિસેમ્બીર-જાન્યુ આરીમાં તાપમાન શૂન્યી નીચે દસથી વીસ અંશ સે‌લ્શિૌઅસે સરી જતું હોય છે. જેમ કે, થોડા દિવસ પહેલાં શ્રીનગર માઇનસ ૬.૬ અંશ સેલ્શિશઅસે ઠૂઠવાયું. પહલગામમાં પારો શૂન્યે નીચે ૭ અંશે પહોંચ્યોે, તો કારગિલ, દ્રાસ અને લેહ અનુક્રમે શૂન્યઅ નીચે ૨૧ અંશ, ૨૯ અંશ અને ૧૮ અંશ તાપમાને થીજી ગયા.

આ બધા આંકડાને ઠંડીની પરાકાષ્ઠા  સમજવી નહિ. બલકે, દિવસો વીતવાની સાથે શિયાળો વધુ આકરો બનતાં દરેક ફિગરમાં ઓર ગિરાવટ આવવાની છે. ઉદાહરણ તરીકે દ્રાસમાં માઇનસ ૨૯ અંશ સેલ્શિ અસનો આંકડો વાંચ્યા૨ પછી સહેજે એમ થાય કે તાપમાન હવે ગગડીને આખરે તો કેટલુંક ગગડવાનું? પણ માનવામાં ન આવે તેવી હકીકત એ કે દ્રાસમાં હજી તો ઠંડી પડવાનું શરૂ થયું છે. જાન્યુ આરી, ૨૦૨૧ની મધ્યમ પછી શિયાળો બરાબર જામશે ત્યા રે થર્મોમીટરનો પારો માઇનસ ૩પ અંશ સેલ્શિયઅસે પહોંચી જાય તો નવાઈ નહિ. તાપમાનનો માઇનસ ૩પ આંકડો આપણને અહીં બેઠા બેઠા થથરાવી દે, પણ સરેરાશ દ્રાસવાસી માટે એટલી ઠંડી સહન કરવી સામાન્યડ વાત છે. પાંચેક વર્ષ પહેલાં કડકડતા શિયાળામાં દ્રાસ-કારગિલની મુલાકાત દરમ્યાસન એક હોટેલમાં રાત્રિરોકાણ કરવું પડ્યું હતું ત્યા રે એકની ઉપર એક કુલ ૭ રજાઈ ઓઢ્યા પછી પણ મનમાં વિચાર આવતો હતો કે, ‘આ ઠંડી અંદર ક્યાંથી પેસી આવે છે?’

સાત સાત રજાઈઓના આવરણની ઐસી તૈસી કરનારી કારગિલ-દ્રાસની ઠંડી કેટલી વેધક છે તેનો એ રાત્રે બરાબર પરચો મળી ગયો.

■■■

દાંત કકડાવતી, હાડ થિજાવતી અને મગજને સુન્નુ કરી દેનારી ઠંડી સાથે દ્રાસને પુરાણો અને કાયમી નાતો છે. હજારથી બારસો લોકોની આબાદી ધરાવતું દ્રાસ ભારતનું સૌથી ઠંડું ગામ છે. દેશના બીજા કોઈ ગામ કે નગરમાં આટલી ઠંડી પડતી નથી અને જ્યાં ઠંડી પડે છે ત્યાં  લોકોની આબાદીવાળું ગામ કે નગર વસ્યું  નથી. સિઆચેનના બર્ફીલા પહાડોમાં આપણા હિમપ્રહરીઓ માઇનસ ૬૦ અંશ સેલ્શિટઅસ ઠંડીનો સામનો કરતા હોય છે. અલબત્ત, સિઆચેન એ લશ્કંરી થાણું કહેવાય, માનવ વસાહત ધરાવતું ગામ નહિ. બીજી તરફ દ્રાસ એ કાયમી માનવ વસ્તીસવાળું જગતનું બીજા નંબરનું શીતાગાર છે. પ્રથમ ક્રમે રશિયાના સાઈબિરિયા પ્રાંતનું વર્ખોયાન્સતક ગામ છે, જ્યાં શિયાળામાં તાપમાન શૂન્યમ નીચે ૬૮ અંશ સેલ્શિ્અસે પહોંચી જાય છે—અને છતાં એવા વિષમ વાતાવરણમાં પંદરસો લોકોનો કાયમી વસવાટ છે.

ભારતમાં શિયાળો તેની પરાકાષ્ઠાએ પહોંચે ત્યા્રે દ્રાસમાં ઓછામાં ઓછું માઇનસ ૨પ અંશ અને વધુમાં વધુ માઇનસ ૪૦ અંશ સેલ્શિોઅસ તાપમાન નોંધાય છે. આમાં ક્યારેક અપવાદ પણ સર્જાય. જેમ કે, ડિસેમ્બતર ૧૯૧૦માં અહીં અસહ્ય ઠંડી નોંધાઈ હતી. દ્રાસની વેધશાળામાં મુકાયેલા આલ્કો હોલ થર્મોમીટરે શૂન્યત નીચે ૪પ ડિગ્રીનું રીડિંગ દર્શાવ્યુંી હતું. યોગાનુયોગ જુઓ કે તે રીડિંગ લેનાર વેધશાળાનો એકમાત્ર કર્મચારી તે દિવસે હિંમત કરીને પોતાના ઘરમાંથી બહાર નીકળ્યો, શરીર થિજાવી દેતી ઠંડીમાં પગપાળા ચાલતો વેધશાળા પહોંચ્યોં અને થર્મોમીટરમાં જોવા મળેલો તાપમાનનો આંક નોંધી લીધો. આ કર્મચારીએ ઠંડીમાં બહાર ન નીકળવાનું આળસ કર્યું હોત તો હવામાનની ભારતીય તવારીખમાં માઇનસ ૪પ ડિગ્રીનું રેકોર્ડસર્જક તાપમાન કદાચ નોંધાયું ન હોત.

ડિસેમ્બસર, ૧૯૧૦ પછીનાં ૮પ વર્ષ દરમ્યા ન દ્રાસમાં ક્યારેય શૂન્યસ નીચે ૪પ અંશ સેલ્શિગઅસ કરતાં વધુ ઠંડી પડી નથી. આખરે  જાન્યુપઆરી ૯, ૧૯૯પના શિયાળુ દિવસે તે વિક્રમ તૂટ્યો—અને તે પણ કડાકે કી સર્દી કે સાથ! દ્રાસની વેધશાળાએ માઇનસ ૬૦ અંશ સેલ્શિ૯અસ તાપમાન નોંધ્યું . ઠંડીના તીવ્ર, કાતિલ મોજાએ દ્રાસના રહીશોને દિવસો સુધી ઘરમાં પુરાયેલા રહેવા માટે ફરજ પાડી.

■■■

એક સવાલ સ્વા ભાવિક રીતે થવો રહ્યો કે બીજે ક્યાંય નહિ, પણ દ્રાસમાં જ આટલી ભયંકર ઠંડી પડવાનું આખરે કારણ શું?

કારણ દ્રાસની ભૂસ્તશરીય રચના છે. હિમાલયના પર્વતીય ઢોળાવની બિલકુલ અડીને રચાયેલી ખીણના સપાટ મેદાની પ્રદેશમાં દ્રાસ વસેલું છે. સમુદ્રસપાટીથી તેની ઊંચાઈ ૧૦,૮૦૦ ફીટ છે, માટે આટલા લેવલે ઠંડીનું જોર આમેય હોય. જો કે દ્રાસને ભારતનંુ સાઈબિરિયા બનાવતું એકમાત્ર પાસું તેની ઊંચાઈ નથી. વધુ નિર્ણાયક બાબત બીજી છે, જે સમજવા જેવી છે. 

આ ખીણપ્રદેશની સપાટ ભૂમિ દિવસભર સૂર્યના તડકામાં તપ્યા  કરે છે. સમુદ્રસપાટીથી જેમ ઊંચે જાવ તેમ પાતળી હવામાં સૂર્યનાં કિરણો તરાઈની સરખામણીએ વધુ વેધક બનતાં જાય. એકાદ હિલ સ્ટેપશને તડકામાં ફરવા નીકળ્યા હો ત્યાીરે ચામડીને દાહ લાગવાનું અને તે કાળી પડી જવાનું એ મુખ્ય  કારણ છે. લગભગ અગિયાર હજાર ફીટની ઊંચાઈએ દ્રાસની સપાટ ભૂમિ સૂર્યનાં અધોરક્ત કિરણો વડે સતત તપતી રહે છે. જમીનના સંસર્ગમાં આવતી હવા પણ આખો દિવસ સતત ગરમ થતી રહે અને પર્વતીય ઢોળાવ તરફ ચડતી રહે છે. (જુઓ ડાબી તરફ પ્રથમ રેખાંકન). આ હવાનો કેટલોક સમુદાય ઉપલા વાતાવરણમાં ઠર્યા પછી સપાટી તરફ ગતિ કરવા લાગે છે. 

સૂર્ય આથમી જાય, એટલે ઉપરોક્ત ઘટમાળ રિવર્સમાં શરૂ થાય. મતલબ કે હવે પર્વતીય ઢોળાવો પરથી આઇસ કોલ્ડ  (તેમજ ભારે) હવા સપાટી તરફ ધસવા લાગે છે. સપાટી પર ગરમ હવાનો જે થોડોઘણો સમુદાય હોય તેને ઠંડી હવાનો હડદોલો ઉપર તરફ ધકેલ્યા કરે છે. સતત ગરમી ગુમાવતો ખીણપ્રદેશ આખરે ઠરીને ઠીકરું બનવા લાગે છે.

દ્રાસમાં કંઈક આવું જ બનતું હોય છે. પરિણામે ત્યાંપ તાપમાન શૂન્યા નીચે વીસથી ચાલીસ અંશ સેલ્શિાઅસ સુધી પહોંચે છે. દ્રાસથી આશરે ૬૦ કિલોમીટરે આવેલું કારગિલ પણ વસ્યુંચ છે તો ખીણમાં, પરંતુ તેનું ભૌગોલિક ફીચર દ્રાસ જેવું સપાટ નથી. વળી દ્રાસની તુલનાએ તે વધુ ગીચ વસ્તીકવાળું હોવાથી મકાનો પણ પુષ્કદળ છે. આમ છતાં અહીં શિયાળુ તાપમાન માઇનસ ૨૩ અંશ સુધી તો પહોંચી જાય છે.

આવા અસહ્ય વાતાવરણમાં સ્થાીનિકોનું જનજીવન ઠપ્પ થયા વિના રહેતું નથી. લોકોના ધંધા-રોજગારને માઠી અસર પહોંચે છે. શાળામાં ચાર મહિના લાંબું વેકેશન પડી જાય છે. દિવસ હોય કે રાત, દ્રાસની ગલીઓ સતત સૂમસામ રહે છે. ઠંડીથી બચવા માટે અને ખાસ તો શારીરિક ગરમીને ઠંડા પવનો ખેંચી ન જાય એ માટે લોકોએ દિવસરાત ફરજિયાત ઘરમાં પુરાયેલા રહેવું પડે છે. આ સ્થજળોની શિયાળામાં રૂબરૂ મુલાકાત વખતે જોયું તેમ શારીરિક સપાટીને હૂંફાળી રાખવા માટે લોકો પોતપોતાના ઘરોમાં બુખારી કહેવાતાં તાપણાં સતત જલતા રાખે છે. શરીરને અંદરથી ગરમ રાખવા માટે દિવસમાં અનેક વખત નમકયુક્ત લીલી ચાની ટચૂકડી પ્યાનલી ગટગટાવે છે. માઇનસ ત્રીસથી માઇનસ ચાલીસ અંશ સેલ્શિ‍અસના આકરા, અસહ્ય શિયાળાના ત્રણ મહિના દરમ્યાેન અહીં જનજીવન તો ઠીક, સમય પણ જાણે થીજી જાય છે. 

આવા શારીરિક-માનસિક ત્રાસ વચ્ચેી પણ દ્રાસ જીવનથી ધબકે છે. ભારતના સૌથી ઠંડા ગામમાં હાડ ગાળતા દ્રાસના લોકોને મેન કહેવા કે સુપરમેન?

કદાચ સ્નોમેન શબ્દ  તેમને માટે વધુ બંધબેસતો છે.  ■



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3pvbn3d
Previous
Next Post »