ભા રતીય સંસ્કૃતિમાં સદીઓથી 'શ્રીમદ્ ભગવદ્ ગીતા'એ એક મહાન ધાર્મિક અધ્યાત્મિક મહાગ્રંથ મનાતા આવ્યો છે. એ ઉપરાંત એ એક મનોવિજ્ઞાાનનાં ઉંડાણો તાકતો મહાગ્રંથ પણ ગણાયો છે: સાધારણ માનવીમાંનો જીવનમાં આનંદની અભિવૃધ્ધિ થતી રહે એવો ગીતા ગ્રંથનો કેન્દ્રીય વિચાર રહ્યો છે. માણસની બેસૂરી બની ગયેલી જિંદગી ગીત-સંગીતમય કેવી રીતે બને તેની શિક્ષા ગીતા આપે છે.
ભગવદ્ ગીતાની અનેક મૌલિક લાક્ષણિકતાઓમાં તેની સૌથી મોટી લાક્ષણિક્તા એ છે કે માત્ર એક સામાન્ય ઉપદેશાત્મક પુસ્તક નથી પરંતુ જે પ્રમાણે એક પ્રેમાળ તથા પરિપકવ મિત્ર, પોતાના એક ખાસ પ્રિય મિત્ર ને તર્ક બધ્ધ જ્ઞાાનની વાતો કરે એ પ્રમાણે ભગવાનશ્રી કૃષ્ણ પરમ સખા અર્જુનને જાત, જગત, જગદિશ વિષે સરળ ભાષામાં 'ભગવદ ગીતા'માં સમજાવ્યું છે.
આ બધા વિષેનો પોતાનો આશય ભગવાન શ્રી કૃષ્ણે ગીતાનાં ૧૮મા અધ્યાયમાં સ્પષ્ટ કર્યોે છે, જેમાં તેઓએ અર્જુનને પછયું હતું, 'શું તને આ મારૂં તત્ત્વજ્ઞાાન સમજાય છે ખરું ? તેમાં રહેલા ભાવનો તને ખ્યાલ આવ્યો છે ખરો ? હવે તને જે યોગ્ય લાગે તે કર.'
'યથેચ્છસિ તથા કુરુ' કુરુક્ષેત્રમાં મળેલા આ જ્ઞાાનને અહીં જ વ્યવહારમાં અમલ કર.
આમ પણ સામાન્ય સંજોગોમાં કોઈ પણ અઘરી વાતને મિત્રતાના સ્નેહભાવથી કોઇને સારી રીતે સમજાવી શકાય છે.
પરંતુ જો ભગવદ ગીતાને એક ભારેખમ તાત્વિક ગ્રંથ તરીકે કે કોઈ શોકસભામાં મૃતકનાં આત્માની શાંતિ માટે કે પુણ્ય પ્રાપ્ત કરવા ગોખેલા પાઠની જેમ રટણ કરવામાં આવે તો ગીતાનો મુળ હેતુ માર્યો જાય છે. ગીતાને રોજબરોજનાં સામાન્ય પ્રશ્નો કે મુંઝવણ વખતે યાદ કરવામાં આવે ત્યારે જ તમે આ અદ્બૂત ગ્રંથનો આસ્વાદ માણી શકશો. જીવનમાં ક્યારેક આવી પડતી કટોકટી વખતે ગીતાજીનો એક શ્લોક પણ પાથરી શકે છે. પોતાના જીવનમાં ગીતાના એકાદ અંશને પણ જો વ્યવહારમાં ઉતારી શકીએ તો 'અનાસક્તિ' અને 'કર્મયોગ'ના ભાવાર્થ સારી રીતે સમજી શકશે. આના સિવાય ગીતાની પંડિતાઈ ભરી ચર્ચા એક વ્યર્થ કસરત બનીને રહેશે.
'ભગવદ્ ગીતા'ના મુળ હાર્દને પામવા માટે 'ભક્તિ'નાં વિરલ ભાવોનું અંતરમાં હોવાનું ઘણું આવશ્યક મનાયું છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3o0o5GI
ConversionConversion EmoticonEmoticon