2021 : આપ કા સ્વાગત હૈ .


કો રોના કાળમાં ૨૦૨૦ તો જાણે કે રમતાં- રમતાં, બીતાં- બીતાં પસાર થઈ ગયું. હજુ એની ધાક તો એવી ને એવી જ છે. ત્યાં આંગણે ૨૦૨૧ આવીને ઉભું છે. સૌને આખી જિંદગી યાદ રહે એવું ૨૦૨૦ પસાર થયું. જો કે સમયનું કામ જ વહેવાનું છે. માણસે પણ સમયની સાથે તાલ મિલાવી ચાલવું પડે છે. સમયની સાથે સાથે ચાલતાં- ચાલતાં માણસ શીખ તો પણ હોય છે. આ નવીન શીખેલું માણસમાં શ્રદ્ધા રોપે છે. આપણો દેશ દુનિયાના અન્ય દેશો કરતાં વધારે શ્રદ્ધાળુઓથી ભરેલો છે. તેથી જ કહેવાયું છે કે,

શ્રદ્ધા જ મારી લઈ ગઈ મને મંઝિલ સુધી,

રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ

તો બીજી બાજુ વિજ્ઞાાન અને ટેક્નોલોજીમાં પણ ભારતે પાછલા વર્ષોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. ઉદ્યોગ જગતે પણ સારી એવી નામના કાઢી છે. ભારતનું યુવાધન હવે ઓશિયાળું નથી રહ્યું. ભારતના સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાએ વિશ્વમાં ડંકો વગાડયો છે. દુનિયાના અનેક દેશો ગીતાના મર્મને હવે જાણવા લાગ્યા છે. સમજવા લાગ્યા છે.

ખમીરવંતી અને સાહસિક ભારતીય પ્રજા ભૂતકાળમાં કેટલીય તમામ મુસીબતોને પાર કરી ચૂકી છે. ૨૦૨૦ની આફતનો પણ ભારતીયોએ સામી છાતીએ પ્રતિકાર કર્યો છે. સામાજિક, આર્થિક વ્યવહાર ક્ષેત્રે થયેલા તમામ બદલાવ લોકોએ સ્વીકાર્યા છે. ધાર્મિક ક્ષેત્રે પણ ધર્મલોક મેગેઝિને લોકોની માનસિકતા બદલવા સારી ભૂમિકા અદા કરી છે.

- વર્ષો તો કેટલાય આવશે ને જશે. માણસો પણ આવતા ને જતા રહેવાના પણ વર્ષ આપણામાં ઉમેરાય તે કરતા આપણે વર્ષમાં ઉમેરાઈએ એનો મહિમા કંઈક જુદો જ હોય છે. ઉંમરલાયક તો એની મેળે થવાતું હોય છે. ૨૦૨૦માંથી જે શીખ્યા છીએ તેનો અમલ કરી આવો ૨૦૨૧નું સ્વાગત કરીએ અને અમૃત ઘાયલના આ શેરને યાદ કરીએ,

રસ્તો નહી જડે તો રસ્તો કરી લેવાના 

થોડા અમે મુંઝાઈ, મનમાં મરી જવાના 

- દિલીપ રાવલ



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rGCYjJ
Previous
Next Post »