ફિલ્મસર્જક-કમ્પોઝર વિશાલ ભારદ્વાજ અને કમ્પોઝર સિંગર વિશાવ દદલાણીએ ભેગા થઇને મહામારીના આ કપરાં કાળમાં એક વ્યંગાત્મક ગીત-આલ્બમ બનાવ્યું છે, જેનું નામ 'માસ્ક ખો ગયા...' તેમણે થોડા દિવસ પહેલાં જ એખ મજાનો એનિમેટેડ વીડિયો જારી કર્યો છે, જેમાં આ ગીત છે. આ ગીત લખ્યું છે અને કમ્પોઝ કર્યું છે. વિશાલ ભારદ્વાજ અને ગાયું છે. વિશાલ દદલાણીએ.
આમ બે વિશાલે બનાવ્યું છે. મહાવિશાલ વ્યંગાત્મક ગીત ! આ અંગે વાતો કરતાં ફિલ્મસર્જક વિશાલ ભારદ્વાજ કહે છે, 'જ્યારે લોકડાઉન શરૂ થઇ ગયું એ પછી અમારી પાસે ઘણાંએ સંખ્યાબંધ ગીતો મોકલ્યા જેમાં વાઇરસને કેમ બિટ કરવો 'જિતના, હરાના...' યુદ્ધ જિતેગા...' આ બધુ મને ઘણીવાર ચિંતાજનક, કંટાળાજનક લાગતું કેમ કે જ્યારે આપણે ભયાનક કટોકટીનો સામનો કરી રહ્યા હતા ત્યારે આપણે આપણાં દુ:ખ, સમસ્યા એકબીજા સાથે શેર કરવા જોઇએ તેને બદલે એકબીજાનું શોષણ કરતા હોય એવું લાગતું હતું. આવા સમયે ખરેખર તો એકબીજા જે અનુભવતા હોય એવી લાગણી શેર કરવી જોઇએ.
મહામારી એક તરફ આપણા જીવન સામે જોખમ બીજાને ઉભી હોય ત્યારે બીજી તરફ અન્યો અગણિત સમસ્યાનો સામનો કરી રહ્યા હોય. આપણને અને અનેક લોકોને શાકભાજી મળતાં ન હોય અને અન્ય આવશ્યક ચીજો વિના પણ ટળવળટા હોય આટલું ઓછું હોય તેમ વિસ્થાપિત મજૂરોનીસમસ્યા વિકરાળ હતી. તેઓ માઇલોના માઇળ પગપાળે ચાલી પોતાના વતન પહોંચવા માગતા હતા.
આવી પરિસ્થિતિમાં અમને વિચાર આવ્યો કે આવી પરિસ્થિતિનો વ્યંગાત્મક દ્રષ્ટિકોણથી વિચાર કરી કંઇક કરવામાં આવે તો તે જરૂર નક્કર સાબિત થઇ શકે. આ વેળા મેં ગીત અંગે વિચાર્યું તો મને લાગ્યું કે આ અંગેવિશાલ જરૂર કંઇક સારું કરી શકે તેમ છે' ઓગસ્ટમાં ભાગદ્વાજે 'ધૂપ આને દો...' ગીત રિલિઝ કર્યું જે ગુલઝારે લખ્યું હતું, જે અત્યંત કપરાં સમયમાં પણ આશાસ્પદ બની રહ્યું હતું.
વિશાલ દદલાણીએ સંગીતબદ્ધ કરેલું ગીત પુણે અને મુંબઇના ભાગોળે શુટ કરવામાં આવ્યું-કામશેરમાં 'આ ગીત મારી પાસે રેકોર્ડિંગ માટે આવ્યું અને કેટલાંક કલાકોમાં તેને તૈયારકરીને આપી દીધું. પણ આ ગીત મોકલવાનો મોટો પ્રશ્ન હતો ક કેમ કે તેના કારણે ટેકનિકલ હતા, મેં તો લોનાવાલાથી મુંબઇ સુધી પહોંચવાનો વિચાર સુદ્ધા કર્યો અને એ રીતે મોકલાવાનું પણ વિચાર્યું,' એમ તેમણે જણાવ્યું.
વિશાલ દદલાણીએ જણાવ્યું, 'લોકડાઉનને કારણે વણસેલી પરિસ્થિતિમાં લોકોને મદદ પહોંચતા અનેકવિધ સંગઠનોમાં કામ કરતા કેટલાંક લોકો મારા મિત્રો હતા. અને મેં પણ મારી રીતે ઘણાને આ રીતે આમાં મદદ કરી હતી. આ તો મર્યાદાવિનાનું કામ હતું. આપણી આસપાત્રના લોકોને પીડા સહન કરતા જોવા અત્યંત મુશ્કેલ હતું વ્યંગાત્મકતાના માધ્યમથી આ બાબતને કંઇક રીતે સર્જવાનું નક્કી કર્યું. આ ગીત પહેલાં મેં કદીય અંગત રીતે સંગીતનો ઉપયોગ એક ટુલ (સાધન)તરીકે કરવાનું વિચાર્યું નહોતું. પણ મને એ વાતનો આનંદ છે કે હું આ ગીત સાથે સંકળાયેલો છું. કેમ કે હું ઘણાં બધા મુદ્દા આ ગીત દ્વારા ઉઠાવી શક્યો છું.
ભારદ્વાજ આમાં ઉમેરો કરતા જણાવે છે કે આ ગીતે મને જુદી જ તક પૂરી પાડી અને મને નવા માર્ગ ખોલી આપ્યા. મને એ વાતની ખાતરી થઇ કે 'કા યા ફાયદા...' આ ગીત માત્ર મદદરૂપ નહીં બન્યું, પણ મેં તો વ્યંગાત્મક ઉપયોગ કર્યો, તેની ભાષા-જે આપણે જાણીએ છીએ કે એ શ્રેષ્ઠ છે. ઇમોશનલી ગીતના શબ્દો થકી લાંગણી વ્યક્ત કરવી-આમ આ ગીતે મને એક આર્ટિસ્ટ તરીકે ખૂબ આનંદ કરાવ્યો અને આરામદાયક સ્થિતિ સર્જી આપી.
આ અગાઉ દદલામીએ ભારદ્વાજ સાથે 'ધાન તે નાન...' (કમિને) અને 'આઓ ના...' (હૈદર) ગીતો માટે સહકાર સાધ્યો હતો. એક પ્રશ્નના ઉત્તરમાં ફિલ્મસર્જકે જણાવ્યું, 'ફિલમમાં વિશાલે જે કરામત કરી છે, તેનો મને આનંદ છે અને એ પણ તેણે સ્વતંત્ર રીતે કર્યું છે. ઘણાં ગાયકોએ તેમના અવાજ દ્વારા ચમત્કાર સર્જ્યો છે. આવા ગાયકોમાં જ્યારે ભારદ્વાર હોય તો પૂછવું જ શું ? તેણે તો ગીતને આત્મા બક્ષ્યો છે.'
'માચીસ'નું ગીત 'ચપ્પા ચપ્પા ચરખા ચલે...' લોકોને બહું ગમ્યું હતું. એ તો સંગીતનું સૌદર્ય હતું. તેમાં કોઇ ભાષા અને અન્ય આડે આવતું નહોતું. આ એક ચોક્કસ ઉદાહરણ છે કે કમ્પોઝર ગીતની વિશ્વાસપાત્રતા જાળવી રાખી શકે છે,' એમ દદલાણીએ જણાવી સમાપન કર્યું હતું.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3gCsJrF
ConversionConversion EmoticonEmoticon