જીવનનું ધ્યેય જીવનમાંથી જ પરમ તત્વની શોધ કરવી


મા નવ જીવનનો મુખ્ય હેતુ અને ઉદેશ પરમ તત્ત્વ પરમાત્માની શોધ કરવી તે જ છે, આ પરમ તત્વ પથરાની મૂર્તિમાં નથી, તે તો જગતના મહા માનવોએ સાબિત કરી આપેલ છે, બુધ્ધ ભગવાને કહ્યું કે તમે તમારા આત્મ દીપ બનો, તમે તમારાં જ આત્મશરણ બનો, તમો પોતે જ તમારા ધર્મ દીપ બનો, તમે પોતેજ તમારા પોતાના ધર્મને શરણ જાવ,

તો મહાવીર ભગવાને કહ્યું કે તમો તમારી જાતે તમારી જાતને જાણો જાતમાં સ્થિર થાવ ત્યાં જ આત્મા સાથે મિલન થશે, આ આત્મા એ જ પરમાત્મા છે, આત્માને જાણો એટલે એજ પરમાત્મા છે, તેમણે કહ્યું આત્મા સો પરમાત્મા, તો ક્રષ્ણ ભગવાને સ્પસ્ટ કહ્યું કે તમારી પ્રકૃતિના ત્રીગુણ છે, રજ, તમ, અને સત્વ ત્રણેથી મુક્ત થાવ અને તમારા પોતાના જ સ્વધર્મમાં સ્થિર થાવ, સ્વર્ધમ એટલે 'સ્વભાવ' ત્યાંજ પરમાત્મા બિરાજે છે, આને મળવા નિર્ગ્રંથી બનો, અહંકાર અને કર્તૃત્વથી મુક્ત થાવ અને સમમાં સ્થિર થાવ,

ગાંધી કહ્યું કે સત્ય એ જ પરમાત્મા છે, તમારા પોતાના આત્મિક સત્યમાં સ્થિર થઈને સત્યાચરણ કરો, એ જ પરમાત્માને મળવું છે. માણસને પોતાના અહંકાર માંથી બચાવી લેવા માટે સત્ય ધર્મ અને સત્ય ધર્મતત્ત્વજ્ઞાાન બહુ જ ઉપયોગી છે. આ સત્ય ધર્મ એટલે આત્મિક સત્યમાં સ્થિર થઈને સ્વભાવમાં સ્થિર જીવન જીવવું જેને સ્વધર્મ કહ્યો છે, અને સત્યાચરણ કરવું તે સિધ્ધ થયા, પછી અંદર રહેલા પરમ તત્વને મળવું શક્ય બને છે. બહાર ઘંટડીઓ વગાડવી અને ચોંકીદારોનું માનવું તે સત્ય ધર્મ નથી. પણ અંતરમાં ઉતરી શુધ્ધ થઈને સ્થિર અને શુધ્ધ ચિત્ત કરીને સ્વભાવમાં સ્થિર થઈને રહેવું તે સત્ય ધર્મ છે. હે માનવ તું એક શ્રમ જીવી પ્રાણી માત્ર છે.

પ્રકૃતિ આગળ તું કીડી કરતાં પણ ક્ષુદ્ર કીડા કરતાં અધિક નથી, આ વિશ્વમાં તું એક ક્ષણિક બિંદુ માત્ર છો, આ પરિસ્થિતિમાં ત્યારે અહંકાર રાખી, કર્તૃત્વના ભાવમાં સ્થિર થઈને કર્મ કરવા તે સત્ય ધર્મનું આચરણ નથી, માટે અહંકારથી મુક્ત થા કર્તૃત્વ રહિત થા સ્વભાવમાં સ્થિર થઈ સ્વ ધર્મમાં સ્થિર થાં ત્યાં જ પરમ તત્ત્વનું મિલન છે. ત્યાં જ સર્વ વ્યાપી નિરાકાર પરમતત્વ મળે જ છે. અહંકારથી મુક્ત થઈ નમ્ર બની સત્ય સ્વરૂપ વિવેકમાં સ્થિરથા ને આત્મિક સત્યમય સ્થિર થઈને આત્મિક સત્યાચરણ કર અને પરમાત્મામાં દૃઢ શ્રધ્ધા રાખ, સદાચાર અને સદગુણ ગ્રહણ કર ત્યાં જ મિલન છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mqBfv9
Previous
Next Post »