શનિ ગ્રહને સુંદર બનાવતા વલય


ગે સના બનેલા વિરાટ ગ્રહોની આસપાસ વલયો હોય છે. વલય એટલે ગ્રહની ફરતે રચાયેલી રિંગ જેવી રચના જેમાં રજકણો અને વાયુઓ હોય. બધા જ ગ્રહોમાં શનિના વલયો અનોખા છે. તે સ્પષ્ટ, ચમકદાર અને નયનરમ્ય છે. આ વલયો શનિનાં આભૂષણ કહેવાય છે.

ઇ.સ. ૧૬૧૦માં ગેલીલીયોએ દૂરબીનમાં શનિના વલયો જોયા હતાં. ઇ.સ.૧૬૫૫માં ક્રિશ્ચિયન હયુજીને વધુ શક્તિશાળી દૂરબીનથી શનિના વલયો જોયા અને તેને રકાબી સાથે સરખાવ્યા. ઇ.સ.૧૬૭૫માં જીવોવાની કેસીની નામના વિજ્ઞાાનીએ શનિના વલયો અનેક છે અને વચ્ચે જગ્યા હોવાની શોધ કરી.

શનિના વલયો તેનો કોઈ ચંદ્ર તૂટીને બનેલા હોવાનું કહેવાય છે. બીજી વાત મુજબ શનિના જન્મ વખતે જ રહ્યો સહ્યો કચરો તેની આસપાસ વલાયાકારે ફરવા લાગ્યો તેમ મનાય છે. આ વલયો પાણી અને બરફના કણોના બનેલા છે. શનિના મુખ્ય વલયોમાં ૧૪ જેટલી ખાલી જગ્યા છે. તેને સબડિવિઝન કહે છે. આ જગ્યામાં કેટલાક નાના વલય છે તેને રિંગલેટ કહે છે.

શનિના કેટલાક વલયો ખાડા ટેકરા સ્વરૂપે છે. એક વલયમાં તો બે મોટા ચંદ્ર પણ પ્રદક્ષિણા કરે છે. શનિનો સૌથી મોટો ચંદ્ર એન્સલેડસ છે તેના જવાળામુખીને કારણે એક વલય બન્યું છે. શનિના વલયો રંગબેરંગી છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LF4UE3
Previous
Next Post »