ફ્રાંસમા શિક્ષકના શિરચ્છેદ બાદ ચર્ચમાં ત્રણની હત્યા : દેશભરમાં આક્રોશ સાથે દેખાવ


પેરિસની એક શાળામાં શિક્ષકે વિદ્યાર્થીઓને ધાર્મિક લાગણી ઉશ્કેરાય તેવા કાર્ટુન બતાવતા ત્યાં વસતા ચોક્કસ ધર્મના નાગરીકોએ ભારે તોડફોડ અને આતંક મચાવતા તોફાન કર્યા હતા. એટલું જ નહીં સેમ્યુલ પેરી નામના તે ૪૭ વર્ષીય શિક્ષકનો કટ્ટરપંથી જૂથે શાળાની બહાર જ શિરચ્છેદ કર્યો. ફ્રાંસના નાગરિકોમાં ભારે આક્રોશ દેખાયો. એક લાખથી વધુ નાગરિકોએ અભૂતપૂર્વ દેખાવ કરીને 'અમારા દેશમાં અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય' પર કોઇ પણ દ્વારા તરાપ લગાવાશે તે ચલાવી નહીં લેવાય' તેવા બેનરો પણ જોવા મળ્યા તો બીજી તરફ ઉશ્કેરાયેલા જૂથે તેમની રીતે ઘર્ષણ કર્યું. હજુ જનજૂવાળ ચરમસીમાએ હતો ત્યાં જ નીસ શહેરના ચર્ચમાં ત્રણ જણાની છરા વડે હત્યા થઇ અને પરિસ્થિતિ વધુ વણસી. ફ્રાંસના પ્રમુખ માક્રોને સ્પષ્ટ મેસેજ કટ્ટરપંથી સમુદાયને આપ્યો કે 'અમારી સ્વાતંત્ર્યતા તો દેશનું હાર્દ છે. તે જારી જ રહેશે.' પેરીસ અને નીસમાં ૧૦,૦૦૦ પોલીસને તોફાનીઓને કાબુમાં લેવા માટે સત્તા  અપાઈ. હજુ વાતાવરણ તંગ જ છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3nScUQt
Previous
Next Post »