કેલિફોર્નિયામાં અઢી સદી બાદની સૌથી મોટી 'વાઇલ્ડ ફાયર્સ' : 43 લાખ એકર વિસ્તાર ખાક


કેલિફોર્નિયાના અંતરિયાળ અને પર્વતીય તેમજ ગીચ જંગલોની ભયાનક આગ આસપાસના જંગલો અને ત્યાં વસેલી સાત કાઉન્ટીને ભરખી ગઈ. જો કે આગ પ્રસરતા સમય લાગતો હોઈ હજારો નાગરિકો સલામત સ્થળોએ ખસેડી દેવાયા હતા. વિસ્તારમાં એક દેશ જેટલા વિશાળ કેલિફોર્નિયા રાજ્યની ૪ ટકા જમીન આ આગ ફેલાઇ હતી.

તેની તીવ્રતાનો એ રીતે અંદાજ આવે કે નોર્ધન કેલિફોર્નિયાના સાન ફ્રાન્સીસ્કો, સિલિકોન વેલી જેવા શહેરોનું વાતાવરણ અને આકાશ જાણે કાળા ધૂમાડાનું ધુમ્મસ હોય તેવું બની ગયું હતું. આવુ દસ દિવસ સુધી રહ્યું. હવાની ગુણવત્તા સ્વાસ્થ્યની રીતે ભારે જોખમી લેવલે પહોંચી હતી. ૩૪૦૦ જેટલા ફાયર ફાઈટર્સ તેમની અદ્યતન સાધનો સાથેની ટીમ દિવસ રાત્ર આગ બુજાવવા વયસ્ત રહ્યા હતા વેસ્ટર્ન યુનાઇટેડ વાઇલ્ડ ફાયરના મતે ક્લાયમેન્ટ ચેન્જ, દાવાનળ સર્જતુ જંગલનું વાવાઝોડું તેમજ નબળુ ફોરેસ્ટ મેનેજમેન્ટ આવી આગ માટે જવાબદાર છે. આવી આગ ૧૭૫૦ની સાલ પછી પ્રથમ વખત જોવા મળી.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rv8Jfx
Previous
Next Post »