દિવાળી પછી... .


'ત મારે ત્યાં આવ્યો છે ?' રૂપાબહેને નજીકના ફ્લેટની ગેલેરીમાં ઊભેલી ઊર્મિને પૂછ્યું.

ઊર્મિબહેને કંટાળતા હોય તેમ કપાળે હાથ મૂકી કહ્યું : 'નથી આવ્યો. હજી નથી આવ્યો.'

પાછળના મકાનમાં રહેતાં કમળાબહેનને પૂછ્યું. એમણે ય હાથ અધ્ધર કરી દીધા ઃ 'નથી આવ્યો. હું તો ક્યારની એની વાટ જોઉં છું. વાયદા કરીને જાય છે ને પછી રાહ જોયા જ કરો !'

ઘેર ઘેર નોકરોની ગેરહાજરીની રામાયણ અને મહાભારત થતું - પતિ-પત્ની વચ્ચે, અમારો સવજી નોકર તો પાંચ હજારની લોન વિશ્વાસ આપીને ગયો હતો. પછી દેખાય શેનો ?

નોકરોનો વિશ્વાસ જ નહિ ! અમારો ય એમ જ ઉપડી ગયો હતો.

ઘેર ઘેર રામાઓના રડા કુટા હતા.

એવામાં અમારો સવજી આવી ગયો. વધામણી આપી. સવજીએ સધિયારો આપ્યો કે બેચાર દિવસમાં વારાફરતી બધા જ આવી જશે. અને પછી સવજી પછી બે બે ચાર ચાર દિવસે પોતપોતાની શેઠાણીનું ઘર સંભાળવા આવવા લાગ્યા !

ઘેર ઘેર નોકરોના આગમનની દિવાળી ઉજવાઇ ગઇ !



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2KjloRE
Previous
Next Post »