દાવત : કેક, પેસ્ટ્રી અને બિસ્કિટ


ચોકલેટ ક્રન્ચબિસ્કિટ

સામગ્રી: 

૨ વાટકી મેંદો, ૧ ૧/૨ ચમચી બેકિંગ પાઉડર, ૧૦૦ ગ્રામ માખણ, ૫૦ ગ્રામ ખાંડ, ૧૦૦ ગ્રામ બ્રાઉનખાંડ, ૧ ઈંડુ, ચપટી મીઠું, ૧/૨ વાટકી ચોકલેટના ટુકડા, ૧/૨ વાટકી અખરોટના ટુકડા.

રીત: 

મેંદો, મીઠું , અને બેકિંગ પાઉડર ભેળવી ત્રણવાર ચાળો માખણમાં બંને પ્રકારની ખાંડ નાખી ખૂબ ફીણો. એમાં મેંદો, ચોકલેટ ચિપ્સના ટુકડા અને અખરોટ મેળવીને કણક બાંધો.નાના-મોટા નાનાં બિસ્કિટ બનાવી ચીકણી ટ્રેમાં ગોઠવો અને અગાઉથી ગરમ કરેલા ઓવનમાં ૧૦-૧૨ મિનિટ સુી બેક કરો. બહાર કાઢી, ઠંડા થવા દો અને તાજાં માજાં ખાવ .

મિન્ટલેયર કેક

સામગ્રી: 

૩ વાટકી મમરા, ૧/૨ વાટકી માખણ, ૧/૨ વાટકી દૂધનો પાઉડર, ૨ ચમચા કોકો પાઉડર, ૧/૨ વાટકી ખાંડેલી અખરોટ, ૧/૨ વાટકી દૂધ, ફૂદીનાના થોડાં પાંદડા અને ૧/૨ વાટકી ખાંડ.

આઈસિંગ માટે : ૧/૨ વાટકી ક્રીમ, ૪-૫ ટીપાં ખાવાનો લીલો રંગ , ૨-૩ ટીપાં પિપરમિન્ટ અથવા ૧ વાટકી આઈસિંગ શુગર અથવા ૧ ચમચો ફુદીનાની ચટણી 

માખણ, ખાંડ અને દૂધને ધીમા તાપે ગરમ કરી ઓગાળી લો. એમાં દૂધનો પાઉડર, કોકો અને અખરોટ મેળવો તેમાં મમરા નાખી બરાબર ભેળવો. એક સરખા કદની બે કેક ડિશોમાં અડધું અડધું મિશ્રણ દબાવીને પાથરો અને ઠંડુ કરો. આઈસિંગ શુગર, ક્રિમ લીલો રંગ અને પિપરમિન્ટ મેળવીને સારી રીતે ફીણો. કેક ડિશમાંથી બહાર કાઢીને પ્લેટમાં ગોઠવો. તેના પર આઈસિંગ કરો. હવે બીજી કેકના આઠ ટુકડા કરીને એમને આઈસિંગ કરેલી કેક પર એવી રીતે ગોઠવો કે આઈસિંગ થોડું થોડું દેખાય. કાપેલા ટુકડા પર પણ થોડું થોડું આઈસિંગ કરો અને ફુદીનાના પાનથી સજાવો. કેક થોડીવાર ઠંડી કરી પીરસો.

રાઉન્ડ પેસ્ટ્રી 

સામગ્રી: 

૧૧/૨ વાટકી મેંદો, ૧ વાટકી માખણ, ૧ વાટકી ખાંડ, ૧૦-૧૨ ચેરી, ૨ ઈંડા, ૧/૨ વાટકી ચાંદીની ગોળીઓ, ૧ ચમચી ચોકલેટ એસેન્સ, ૧ ૧/૨ વાટકી ચોકલેટ, આઈસિંગ અને ચપટી મીઠું, 

રીત: 

મેંદો, બેકિંગ પાઉડર અને મીઠું ભેગાં કરી ચાળી લો. એમાંથી એક ચમચા જેટલો મેંદો અલગ રાખી મૂકો. મોટા વાસણમાં માખણ અને ખાંડ ભેગા કરી ફીણો. અને એક ઈંડુ એમાં મેળવતાં મેળવતાં  ફીણવાનું ચાલુ રાખો.  હવે મેંદાનું મિશ્રણ એમાં ધીરેધીરે મેળવતાં જઈ ફીણતાં જાવ ચૉકલેટ એસેન્સ નાખી ફરી હલાવો.  ૬ ચેરી ઝીણી સમારો. અડધી અડધી ચેરી અને ચાંદીની ગોળીઓ  જુદા રાખી બાકીની બધી મેંદામાં મિક્સ કરો. તેને કેક મિશ્રણમાં નાખી હળવા હાથે મિક્સ કરો.  પેસ્ટ્રીના ગોળાકાર બીબામાં કેક મિશ્રણ નાખીને બેક કરી લો. ઠંડી પડે એટલે ગોળાકાર ભાગમાં કાપો. પેસ્ટ્રીના ઊપરના ભાગ પર ચોકલેટ આઈસિંગ પાથરો અને વચમાં એક એક ચેરીથી સજાવો. ચાંદીની ગોળીઓ ભભરાવીને થોડોક વખત ફ્રિજમાં મૂકો. બહાર કાઢીને ઠંડી ઠંડી જ પીરસો. 

અમ્બ્રેલાકેક

સામગ્રી: 

૧૫૦ ગ્રામ મેંદો, ૨ ચમચી બેકિંગ પાઉડર, ચપટી મીઠું, ૧૦૦ ગ્રામ ખાંડ, ૧૦૦ ગ્રામ માખણ અને એક ચમચી એલચી પાઉડર. સજાવવા માટે: ૧ વાટકી જિલેટીન શુગર પેસ્ટ, થોડો થોડો લાલ, લીલો અને પીળો રંગ. 

રીત: 

 મેંદો, બેકિંગ પાઉડર અને મીઠું ભેગાં કરી ૩ વાર ચાળો. અલગ વાસણમાં માખણ અને ખાંડ ખૂબ ફીણો. એમાં ૩ ઈંડા અને એલચી પાઉડર નાખી સારી રીતે ફરી ફીણો. હવે ધીરેધીરે મેંદો મેળવતાં જાવ. ચીકણા કરેલા કેક ટિનમાં મિશ્રણ પાથરી દો. 

ઓવન ગરમ કરો અને કેક ૩૦-૩૫  મિનિટ સુધી બેક કરો. કેકમાં સળી નાખીને જોઈ લો. જો સળી ચોખ્ખી બહાર નીકળે તો સમજવું કે કેક તૈયાર થઈ ગઈ છે. એને કાઢીને જાળી પર મૂકી ઠંડી થવા દો. 

જિલેટિન શુગર પેસ્ટને પાતળા પાપડ જેવી વણો. કેકના કદ જેવડી બનાવો.  કેક પર ઢાંકી દો. કાપેલા ભાગમાં બીબા વડે હાથથી કોઈ આકાર ગોઠવી દો. છત્રીદાર કેક તૈયાર છે.

એલચીવાળાં બિસ્કિટ

સામગ્રી: 

૧/૨ વાટકી લોટ, ૧/૪ વાટકી સોજી, ૧ વાટકી દળેલી ખાંડ, ૧/૨ વાટકી શુદ્ધ ઘી, ૨-૩ એલચીના દાણા કણક બાંધવા માટે દૂધ.

લોટ ચાળીલો. ખાંડમાં ઘી નાખી સારી રીતે ફીણો હવે એમાં સોજી અને લોટ નાખી બરાબર ભેળવો. એકરસ થઈ જાય એટલે જરૂર પૂરતું દૂધ નાખી કણક બાંધો. પછી તેને વણી ચોરસ ટુકડા કાપી લો. ઉપરથી એલચી પાઉડર ભભરાવી ચીકણી ટ્રેમાં ગોઠવો. ૨૦ મિનિટ સુધી ઓવનમાં બેક કરો. વચ્ચે વચ્ચે ટ્રે બહાર કાઢીને જોતાં જાવ, જેથી બિસ્કિટ બળી ન જાય. બિસ્કિટ બદામી રંગના થઈ જાય એટલે બહાર કાઢી ઠંડા થવા દો. પછી હવા ચુસ્ત ડબામાં ભરી રાખો અને ચા સાથે  ખાઓ.

બિસ્કિટ કેક

સામગ્રી: 

૧ ૧/૨ વાટકી મેંદો, ૨ ચમચી બેકિંગ પાઉડર, ચપટી બેકિંગ પાઉડર, ચપટી મીઠું, ૧ વાટકી ખાંડ,  ૧ ચમચી વેનિલા એસેન્સ,

સજાવવા માટે: ૮-૧૦ લાંબા બિસ્કિટ, ૧ વાટકી બટર આઈસિંગ મેંદો, બેકિંગ પાઉડર અને મીઠું ભેળવી ૩ વાર ચાળો. માખણ અને ખાંડ ખૂબ ફીણો. તેમાં તમે ખાતાં હો તો એક એક ઈંડુ મેળવતાં જાવ અને ફીણતાં જાવ. એમાં એસેન્સ મેળવી ધીમેધીમે મેંદો પણ ભેળવો. ચીકણા ટિનમાં મિશ્રણ પાથરી દો. ઓવનને ગરમ કરો. કેક મિશ્રણ ઘેરા બદામી રંગે બેક કરો. સળી નાખીને જોઈ લો. તૈયાર થાય એટલે બહાર કાઢી ઠંડી પડયા બાદ  આઈસિંગ કરો.

ચોકલેટ -  ચેરી પેસ્ટ્રી

સામગ્રી: 

૧ ૧/૨ વાટકી મેંદો ૪ ચમચી બેકિંગ પાઉડર, ૧/૨ ચમચી ખાવાનો સોડા, ચપટી મીઠું, ૧/૨ વાટકી કોકો પાઉડર, ૧૦૦ ગ્રામ બ્રાઉન ખાંડ, ૩/૪ વાટકી પાણી, ૧ વાટકી દૂધ, ૧ વાટકી દાણાદાર ખાંડ, ૧૦૦ ગ્રામ  માખણ, ૧ ચમચી વેનિલા એસેન્સ.

સજાવવા માટે: ૧/૨ વાટકી ફીણેલું ક્રીમ, ૧ વાટકી ભરીને ચેરી.

મેંદો કોકો પાઉડર,સોડા, બેકિંગ પાઉડર અને મીઠું ભેગાં કરી, ૩ વાર ચાળી લો. પાણીમાં બ્રાઉન ખાંડ ગરમ કરીને ઠંડુ થવા મૂકો. માખણ અને ખાંડને બરાબર ફીણો. એમાં વેનિલા એસેન્સ દૂધ અને બ્રાઉન ખાંડનું પાણી મેળવતાં જઈ ફીણતા રહો. ધીરેધીરે મેંદો પણ ભેળવતાં જાવ. ચીકણી ચોરસ ટ્રેમાં બધું પાથરી દો. ૧૦ મિનિટથી ગરમ રાખેલા ઓવનમાં મૂકી ૪૦-૪૫ મિનિટ સુધી બેક કરો.  કેક થઈ ગઈ છે કે નહીં તે સળી વડે જ જોઈ લો. કેક બરાબર તૈયાર થઈ જાય એટલે બહાર કાઢીને ઠંડી થવા દો. 

- હિમાની



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3oR1dcL
Previous
Next Post »