બાયપાસ કરાવનાર મહિલાઓને પુરુષની સરખામણીમાં જાનનું જોખમ વધુ હોય છે


હૃદયની બાયપાસ સર્જરી કરાવ્યા છતા પણ થતા પુરુષો કરતાં સ્ત્રીઓનું મૃત્યુમાં પ્રમાણ વધારે હોય છે, એવું એક સઘન અભ્યાસ પરથી જાણવા મળ્યું છે. તબીબીએ હવે સમગ્ર સ્ત્રીજાતિને જ આ ખતરો છે કે નહીં તે જાણવા પ્રયત્નો કરવા પડશે, કારણ કે જ્યારે સ્ત્રીઓ ઓપરેશન ટેબલ સુધી પહોંચે છે ત્યાં સુધી તેઓની સ્થિતિ ખૂબ ખરાબ થઈ ચૂકી હોય છે.

ફ્લોરિડા યુનિવર્સિટીના કાર્ડિયોથોરાસિક સર્જન ફ્રેડ એડવર્ડસના જણાવ્યા મુજબ સ્ત્રીઓ શા કારણે મૃત્યુ પામે છે એનું કારણ જાણવા અને તેને નિવારવાના ઉપાયો શોધાઈ રહ્યા છે.

બાયપાસ સર્જરી કરાવ્યા બાદ થોડા દિવસો બાદ સ્ત્રી-પુરુષ બંનેના મૃત્યુનો ભય ખૂબ ઓછો થાય છે, તેથી આ જીવતદાન આપતા થતા ઓપરેશનથી દૂર ભાગવાની જરૂર નથી. એવું અમેરિકન હાર્ટ એસોશિયેશનના ભૂતપૂર્વ પ્રમુખ સિડની સ્મિથે જણાવ્યું હતું. પરંતુ આ અભ્યાસના તારણો મુજબ સ્ત્રીઓનું પરિણામ નિરાશાજનક રહે છે તે હકીકત ચિંતા ઉપજાવનારી છે. આમાં બાયપાસ સર્જરીને જ કારણભૂત ન માનતા બીજા કોઈ કારણોની પણ તપાસ કરવી જરૂરી છે.

આ અભ્યાસના બીજા તબક્કામાં સ્ત્રીઓના મૃત્યુનું બીજું કોઈ કારણ હોવાની શક્યતા પર સંશોધન કરાઈ રહ્યું છે એવું ઉત્તર કેલિફોર્નિયા યુનિવર્સિટીના કાર્ડિયોલોજી ચીફ ડૉ.સ્મિથે જણાવ્યું હતું.

બાયપાસ સર્જરી કરાવ્યા બાદ સ્ત્રીઓનો જીવનકાળ એ એક ચર્ચાસ્પદ મુદ્દો બની ગયો છે. કેટલાક અભ્યાસો મુજબ સ્ત્રીઓ પણ પુરુષો જેટલું જ સારું જીવી શકે છે, જ્યારે બીજા અભ્યાસોમાં જણાવાયું છે કે ઓપરેશન વખતે સ્ત્રીઓની હાલત પુરુષની હાલત કરતાં વધારે ગંભીર હોવાને કારણે તેમના મૃત્યુના પ્રમાણની શક્યતા બે ગણી વધારે છે. અમેરિકન સ્ત્રીઓમાં હૃદયરોગને કારણે થતા મૃત્યુનું પ્રમાણ વધારે છે, પરંતુ તેઓને હાર્ટએટેક પુરુષો કરતાં દસ વર્ષ મોડી આવે છે.

આ મૂંઝવણનો ઉકેલ આણવા ડૉ.એડવર્ડસે સોસાયટી ઓફ થોરાસિક સર્જન્સ નેશનલ ડેટાબેઝમાંથી ૩૪ લાખ ૪૦ હજાર દર્દીઓ-જેમાંથી ૯૭ હજાર સ્ત્રી હૃદયરોગીઓના તબીબી રિપોર્ટનો અભ્યાસ કર્યો હતો. આ સ્ત્રીઓની ૧૯૯૪ અને ૧૯૯૬ વચ્ચે બાયપાસ સર્જરી કરાઈ હતી.

આમાંની ૪.૫ ટકા જેટલી સ્ત્રીઓનું સર્જરી કરાવ્યા બાદ મૃત્યુ થયું હતું, જ્યારે પુરુષોમાં મૃત્યુનું પ્રમાણ ૨.૫ ટકા જેટલું હતું, એવું ડૉ.એડવર્ડસે એનાલ્સ ઓફ થોરાસિક સર્જરીમાં જણાવ્યું હતું.

આ બધી સ્ત્રીઓને ડાયાબિટીઝ, લોહીના ઊંચા દબાણની અને અન્ય સમસ્યાઓની ફરિયાદ હતી. જોકે આ વખતે ડૉ.એડવર્ડસને અભ્યાસ કરવા માટે વિશાળ ફલક મળ્યું હતું, જેથી તેમને સ્ત્રીઓના જોખમો વિશે વધુ માહિતી મળી શકે, જ્યારે તેમણે પુરુષ અને સ્ત્રીના જોખમોની સરખામણી કરી હતી ત્યારે દરેક વખતે સ્ત્રીના મૃત્યુનું પ્રમાણ વધારે જણાયું હતું. અભ્યાસમાં નીકળેલા તારણ મુજબ ૭૦ થી નીચેના વયજૂથની સ્ત્રીઓમાં મૃત્યુનું પ્રમાણ ૨.૨ ટકા હતું, જ્યારે આ જ વયજૂથના પુરુષોમાં તે પ્રમાણ એક ટકાનું હતું. જ્યારે ૭૦ થી વધુ વય ધરાવનારા લોકોમાં સ્ત્રીઓનું પ્રમાણ ૪.૪ ટકાનું હતું, જ્યારે પુરુષોમાં ૨.૪ ટકા હતું. ૫૦ વર્ષથી નીચેની સ્ત્રીઓમાં મૃત્યુનું પ્રમાણ ૨.૪ ટકાનું હતું, જ્યારે પુરુષોમાં ૧.૧ ટકો હોવાનું જણાયું હતું.

ડૉ.એડવર્સના અભ્યાસમાં સ્ત્રીઓમાંના એસ્ટ્રોજને જ તેમને બાયપાસ દરમિયાન જિવાડી હતી તે વાત સ્પષ્ટ કરાઈ નથી. મોનોપોઝ બાદ સ્ત્રીઓમાં હૃદયરોગની શક્યતા વધી જાય છે અને જ્યારે તેમનામાં હોર્મોન્સનું પ્રમાણ વધઘટ થાય છે તે વખતે હોર્મોન્સના ઈન્જેક્શન લેવાથી હૃદયરોગથી બચી શકાય છે, એમ જણાવ્યું હતું.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3qW3KnL
Previous
Next Post »