નેનો-ટેકનોલોજી-બેઝ પ્રોડક્ટસ જેવા કે કન્ઝુમર્સ, ફુડ, ફ્રેશ ફુડ પેકેજીંગ, સ્ટેઇન રેઝીસ્ટેન્ટ કોસ્મેટીક, ડોમેસ્ટીક, પેઇન્ટ, જેવી અનેક ઇન્ડસ્ટ્રીઝ નેનો-ટેકનોલોજી લઇને આવી રહી છે. તેમાં અમૂક પ્રકારના પ્રોડક્ટસ ડેવલોપ થઇ ચૂક્યા છે. જેવા કે નેનો-પાર્ટીકલ ટીટાનિયમ, નેનો-ટયૂબ, નેનો-મેગ્નેટ, નેનો-કાર્બન વગેરે.
નેનો-ટેકનોલોજી એટલે શું ?
નેનો-ટેકનોલોજીનું વર્ણન એટલે જેમ અણુનું કદ નાનું તેમ તેની ઉર્જા શક્તિનું પ્રમાણ વધારે, તે સિધ્ધાંતને અનુરૂપ મોલેક્યૂલનું કદ બનાવાયું એટલે કે ૧૦ હાઈડ્રોજન એટમ જેટલી સાઇઝ એટલે ટ્રાન્સલેટીંગ ભાષામાં હ્યુમન હેર ડાયામિટરની ગણત્રીએ ૧,૮૦,૦૦૦ ગણી શકાય. જેમ કે નેનો-પાર્ટીકલ એક દાણાના અનેક દાણા, દાણાઓનું કદ ઘટાડીને અનેક ગણા દાણા બનાવવામાં આવ્યા.
નેનો-ટેકનોલોજી નવા જનરેશનને ઘણું જ ઉપયોગી થઇ શકે તેમ છે. જેમાં મોલેક્યૂલર મશીન, પોલીમર અને ઇલેક્ટ્રોનિક ઇન્ડસ્ટ્રીઝનો સમાવેશ થઇ શકે છે. નેનો-ટેકનોલોજી ડેવલોપમેન્ટ માટે ઇન્ડીયન ઇનસ્ટીટયૂટ ઓફ ટેકનોલોજી પ્લાનીંગ સેન્ટર તેમજ કેમ્પો ખોલી રહ્યાં છે. જે ભવિષ્યમાં ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટસ ડેવલોપમેન્ટમાં સહાયી થશે. એવા જ એક પ્રોડ્કટસ વિશે.
નેનો-પાર્ટીકલ યુ.વી સન સ્ક્રીન ક્રીમ :
યુ.વી. સન સ્ક્રીનમાં જે પદાર્થો વપરાય રહ્યાં છે તે પદાર્થો મોટા સ્વરૂપમાં હોય છે. તે રાસાયણિક રીતે અક્રિયાસિલ રહેતા હતાં પરંતુ નેનો-પાર્ટીકલ સ્વરૂપે આ પદાર્થો વધારે સક્રિય બન્યા છે. નેનો-સ્કેલની ઉત્પાદન પ્રક્રિયામાં જે પદાર્થ વાપરવામાં આવે છે તેના ગુણધર્મો બદલાઈ જતાં હોય છે. જેવા કે ટીટાનિયમ ડાયોકસાઇડ ને બદલે નેનો-પાર્ટીકલ ટીટાનિયમના માઈક્રો-ફાઈન કણો વડે બનેલ સન-સ્ક્રીન ચામડી ઉપર એક ફીલ્મ બનાવી ચામડીને પ્રોટેક્ટ કરે છે. જે સૂર્ય-પ્રકાશના અલ્ટ્રા વાયોલેટ કિરણોથી બચાવે છે. આ પ્રકારની સન-સ્ક્રીનને તડકામાં નિકળતા પહેલા શરીરના ખુલ્લા રહેતા ભાગ ઉપર લગાવવાથી ચામડીના બાહ્ય ભાગ ઉપર પ્રોટેક્ટ કરે છે. આજ રીતે સન-સ્ક્રીનમાં વપરાતા મેઇન ઇનગ્રેડીએન્ટના ગુણધર્મો વિશે લખીશું.
ટીટાનિયમ ડાયોકસાઇડ : આ પ્રોડક્ટસ બે ગ્રેડમાં ઉપલબ્ધ હોય છે. ૧. રૂટાઇલ અને ૨. એન્ટાસે જે માઇક્રોફાઈન સફેદ પાવડર હોય છે. ટીટાનિયમ ડાયોકસાઇડનો વધારે પડતો ઉપયોગ વાઇટ પિગમેન્ટ, પેપર, રબ્બર, પ્લાસ્ટીક, કોસમેટીક જેવાં ઘણા પ્રોડક્ટસમાં વપરાય છે. ટીટાનિયમ ડાયોકસાઇડ સન-સ્ક્રીન ક્રીમમાં એક એક્ટિવ ઇનગ્રેડીએન્ટની ભૂમિકા ભજવે છે.
સાઇકલો ડેકસ્ટ્રીન : આ પ્રોડક્ટસ શરીરમાંથી આવતી દુર્ગંધને શોષી લે છે. સાથે શરીરે બાજતા સુક્ષ્મજીવાણુંઓની શક્તિને નબળી પાડવાનું કામ કરે છે. સાથે ક્રીમને સ્ટેબીલાઇઝ કરવાનું કામ કરે છે.
ડી-ટોકોફીરોલ : આ પ્રોડક્ટસ બાયોએક્ટિવીટી ધરાવે છે. જે નેચરલ સોર્સ જેવા કે ગ્રીન વેજીટેબલ પ્લાન્ટમાંથી મેળવવામાં આવે છે. જે ઓઇલના રૂપમાં હોય છે. અને તેને પામ, સાફલાવર અને સનફ્લાવરમાંથી મેળવવામાં આવે છે. આ એક વીટામિન-ઇ ઓઇલ છે.
સન-સ્ક્રીન બનાવવા માટેના કી-ઇનગ્રેડીએન્ટ ઃ ટીટાનિયમ ડાયોકસાઇડ, ૨, હાઈડ્રોક્સી ૪, મેથોક્સી બેન્ઝોફીનોન-૩, સાઈકલો ડેકસ્ટ્રીન, ડી-ટોકોફીરોલ એસિટેટ, ગ્લીસરીન, પી.ઇ.જી. ૪૦૦, સ્ટીયરિક એસિડ, ટ્રાયઇથેનોલ એમાઇન અને પરફ્યુમ વડે સન-સ્ક્રીનક્રીમ બનાવી શકાય છે. પ્રિઝર્વવેટિવ તરીકે મિથાઇલ પેરાબીન વાપરવામાં આવે છે.
લાઇસન્સ : ધ લાઈસન્સ અંડર ધ ઇન્ડસ્ટ્રીઝ એક્ટ એન્ડ ક્લીયરન્સ ફ્રોમ ફુડ એન્ડ ડ્રગ ઓથોરીટીઝ ઇઝ એ મસ્ટ.
નોંધ : ધ ફોર્મ્યુલા પ્રિસ્ક્રાબ્ડ બાય ઇન્ડીયન નેશનસ ફુડ એન્ડ ડ્રગ ઓરગેનાઇઝેશનના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે જ બનાવી શકાય છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37DAc73
ConversionConversion EmoticonEmoticon