ઠંડીની ઋતુમાં શરીરમાં ગરમાવો લાવતા પીણાં


શિયાળાની કડકડતી ઠંડીમાં ગર્માહટ લાવવા માટે સ્વાસ્થ્યવર્ધક પીણાંનું સેવન કરવું જોઇએ. જેના પીવાથી શરીરમાં ગરમી રહેશે તેમજ શિયાળામાં સતાવતા શરદી-ઉધરસથી પણ બચી જવાશે. 

લીંબુ અને ગોળ શરબત

એક કપ ગરમ પાણીમાં અડધુ લીંબુ અને એક નાનો ચમચો ગોળ ભેળવીને પી શકાય છે. તેમાં મધ ભેળવવામાં આવે ચો વધુ ફાયદો કરે છે. મધ રક્તને સાફ કરે છે. તેમજ લીંબુમાં વિટામિન સી સમાયેલું હોય છે. 

આદુનું પીણું

ગરમ પાણીમાં થોડો ગોળ અને આદુનો રસ ભેળવીને પીવું. આ મિશ્રણમાં સાકર બિલકુલ ભેળવવી નહીં. મીઠાશ જોતી હોય તો મધ ભેળવવાથી ફાયદો થાય છે. ગોળમાં આયર્ન, જિન્ક, પોટેશિયમ સમાયેલા છે, જે શિયાળામાં લાભ આપે છે. 

હર્બલ ડ્રિન્ક

ઉકળતા પાણીમાં અડધા ઇંચ જેટલો આદુ, તુલસીના પાંચ પાન, થોડો જેઠીમધ પાવડર, થોડો જીરાનો ભૂક્કો અને થોડો કાળા મરીનો પાવડર ભેળવી ગેસ પરથી ઉતારી લેવું. આ પાણીને ગાળી લેવું અને ઠંડુ થવા દેવું. આ કાઢો રોગપ્રતિરોધક ક્ષમતા વધારે છે અને શરદી, ઊધરસ ફ્લુથી શરીરનું રક્ષણ કરે છે. કોવિડના સમયમાં વિશેષજ્ઞાો આ કાઢો પીવાની સલા આપે છે. ઇન્ફેકશનથી બચવા માટે ૧૦૦ મિ.લી. સવારે અને સાંજે પણ એટલા જ માપનું પી શકાય છે. 

ડાયજેસ્ટિવ ચા

આ ચાનું સેવન કરવાથી પાચનક્રિયા સુધરે છે. જેને અપચાની તકલીફ હોય તેમણે સામાન્ય ચાની બદલે આ ચા પીવી જોઇએ. પાણીમાં ફુદીનાના થોડા પાન, થોડો અજમો અને એલચી પાવડર નાખીને ઉકાળવું અને તેને ગાળી લઇને પીવું. આ પાચનક્રિયા માટે તો ફાયદાકરક જ છે, પરંતુ સાથેસાથે રોગપ્રતિરોધક ક્ષમતા પણ વધારે છે અને શરદી-ઊધરસમાં ંરાહત આપે છે. 

ગોલ્ડન મિલ્ક

સ્વાસ્થયવર્ધક દૂધ જેને નાળિયેરનું દૂધ, મરીનો ભૂક્કો હળદર, તજ અને આદુ નાખીને બનાવવું અને પીવું. જે એન્ટિફ્લેમેટરી અને એન્ટિઓક્સિડન્ટ ગુણો ધરાવે છે. જે  રોગપ્રતિકારક શક્તિ વધારે છે, પાચનક્રિયા સુધારે છે તેમજ સુગરને કન્ટ્રોલમાં રાખે છે. 

હુંફાળું પાણી અને લીંબુ

આ એક જાણીતું પીણું છે. હુંફાળા પાણીમાં લીંબુ નિચોવીને પીવાથી તે લિવરને સાફ કરે છે તેમજ કિડનીમાંથી ઝેરીલા તત્વોને બહાર ફેંકે છે. તે પાચનક્રિયા સુધારે છે. તેમજ તેના પીવાથી ઇન્ફેકશનની શક્યતા ઓછી થાય છે. 

આદુની ચા

હુંફાળા પાણીમાં આદુનો રસ ભેળવીને પીવાથી શિયાળામાં લાભ કરે છે. તે પાચનક્રિયા સુધારે છે. તેમજ શરદી-ઊધરસ અને ફુલમાં રાહત આપે છે. 

કાશ્મીરી કાવો

ગ્રીન ટી સાથે કેસર, બદામ અને એલચી બ્લેન્ડ કરીને પીવું

ગરમ મસાલાવાળું મિલ્ક

ગરમ-ગરમ દૂધમાં એલચી, બદામ પિસ્તાનો ભુક્કો ઉમેરીને પી શકાય. તેમાં કેસર પણ ઉમેરી શકાય. 

બાજરાની રાબ

એક ચમચો ઘી, એક ચમચો બાજરાનો લોટ અને એક ચમચો સૂંઠનો ભુક્કો, બે ચમચા ગોળ. એક કઢાઇમાં ઘી મુકી તેમાં લોટ નાખી શેકવો. બરાબર શેકાઇ જાય પછી તેમાં બે ધીમે ધીમે બે કપ પાણી નાખતા જવું અને ધીરે ધીરે હલાવવું. ઉકળે એટલે તેમાં ગોળ અને સૂંઠનો ભુક્કો  નાખી બરાબર ભેળવવું. ગોળ ઓગળી જાય અને મિશ્રણ બરાબર ઉકળી જાય પછી ગેસ પરથી ઉતારી લઇ ગરમ ગરમ પી શકાય તેવું પીવું.

- દિજીતા    



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2IRRnIo
Previous
Next Post »