ધ્વનિ પવિત્રતા પ્રતિક છે


કેટલાક લોકો સતત મંત્રજાપ કરવા માટે માળા ફેરવ્યા કરે છે. તેઓ પોતાના મનને ક્યાંય ભટકવા દેવા માગતા નથી એ તેનું રહસ્ય છે. મંદિરમાં થતી સવાર સાંજ આરતી વખતે ઘંટનાદ, શંખનાદ, ઘંટડીનો મધુર રણકાર, ઢોલ નગારા, મંજિરા, પખવાજ વગેરેનો ધ્વનિ પવિત્ર હોય છે. તે દૂષિત વિચારોને અટકાવે છે. આ ધ્વનિથી રોગના સૂક્ષ્મ જીવાણુઓનો પણ નાશ થાય છે એમ વિજ્ઞાાન પણ માને છે. આ વિવિધ પ્રકારની ધ્વનિનું રહસ્ય છે. ઉપરાંત ભજન કીર્તનના શબ્દોનો અર્થ અને ભાવાર્થ આ જ પ્રકારની પવિત્રતા ઉત્પન્ન કરે છે. ધૂપ પણ મનને પવિત્ર કરે છે. જ્યાં સુધી સુગંધ અને ધ્વનિ પહોંચે છે. ત્યાં સુધીનું વાતાવરણ શુધ્ધ બની જાય છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3msZIjr
Previous
Next Post »