અભિષેક બચ્ચન ફરી કામે વળગ્યો


ધી રે ધીરે અભિષેક બચ્ચનની ગાડી પાટે ચડી રહી છે, ફિલ્મો નહીં તો વેબસીરિઝ, વેબ શોઝમાં એ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે.તાજેતરમાં જ તેણે દક્ષિણ કોલકાતામાં 'બોબ બિશ્વાસ'નું શુટિંગ કર્યું ત્યારે તેની સાથે અભિનેત્રી ચિત્રાંગડા સિંહ પણ હતી.

'બોબ બિશ્વાસ' ફિલ્મના દિગ્દર્શક દિવ્યા અન્નપૂર્ણા ઘોષ છે અને આ તેમની પ્રથમ ફિલ્મ છે. ફિલ્મની વાર્તા સુજય ઘોષે લખી છે આ આખી ફિલ્મ મૂળભૂત રીતે બોબ બિશ્વાસ પર આધારિત છે. આ પાત્ર અભિનેત્રી વિદ્યા બાલનની ફિલ્મ 'કહાની' (૨૦૧૨)માં હતું. અભિષેક બચ્ચને ક્રાઇમ થ્રિલરનું શુટિંગ લોકડાઉન પહેલાં પૂરું કરી હવે આ ફિલ્મનું શુટિંગ શરૂ કર્યું છે. આ પ્રોજેક્ટનું કામ સાતમી ડિસેમ્બર પહેલાપૂરું કરવામાં આવે  આવી શક્યતા છે.

સુમાહિતગાર વર્તુળોના જણાવ્યા પ્રમાણે, 'બોબ બિશ્વાસ'નું શુટિંગ શહેરના વિવિધ વિસ્તારોમાં થશે અને તેનું શુટિંગ ડિસેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં પૂરું કરવાની યોજના છે. મુંબઇથી કોલકાતા આવતાં પહેલાં અભિષેક બચ્ચને તેની આ ફિલ્મના કેટલાક ફોટા ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કર્યા હતા. ત્યારે તેના ચહેરા માસ્ક ઉપરાંત શીલ્ડ પહેર્યું હતું.

તેણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે બેક ટું બોમ્બે. દરેક જણાં સલામત રહો, સલામત પ્રવાસ કરો અને માસ્કથી તમારો ચહેરો ઢાકેલો રાખો.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3h5N88Q
Previous
Next Post »