નિર્ભયાના ચાર બળાત્કારીઓનેે આખરે ફાંસીની સજા


૧૬ ડિસેમ્બર, ૨૦૧૨ના રોજ એક છોકરી કે જેનું પ્રતિકાત્મક નામ નિર્ભયા અપાયું હતું તેના પર બસમાં બળાત્કાર કરવામાં આવ્યો હતો. બસમાં છ મિત્રો હતો. નિર્ભયા અને તેના મિત્રને જાણે લિફટ અપાતી હોય તેમ બેસાડી દેવાયા હતા. બળાત્કાર બાદ બંનેને ચાલુ બસે મોડી રાત્રે બહાર ફેંકી દેવાયા હતા. નિર્ભયા ૧૫ દિવસ બાદ મૃત્યુ પામી હતી. દેશભરમાં મહિલા સુરક્ષાના મામલે નિર્ભયાના આરોપીને ફાંસી આપવાનું આંદોલન વિશ્વવ્યાપી ગાજ્યું હતું. કાયદાની આંટીઘૂંટી બાદ છેક આઠ વર્ષ પછી ફાંસીનો ચૂકાદો આવ્યો. છ બળાત્કારીમાંથી એક સગીર હોઈ મુક્ત થયો હતો અને એક જેલવાસ દરમ્યાન મૃત્યુ પામ્યો હતો. પુત્રીના ચાર બળાત્કારીઓને ફાંસીની સજા થતા નિર્ભયાની માતા અને પિતાએ આખરે ન્યાય મળ્યાનો સંતોષ વ્યક્ત કર્યો હતો.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Kt7c9l
Previous
Next Post »