સ્વા ઈન ફ્લૂ જેવા શ્વસનતંત્રના ચેપી રોગોથી બચવા માટે પહેરવામાં આવતા ગેસ માસ્ક તમે જોયા હશે. માં અને નાકને ઢાંકી દેતા આ ગેસ માસ્ક શ્વાસમાં લીધેલી હવાને ગાળે અને શુધ્ધ કરે છે. પ્રદૂષિત વાયુ કે જંતુઓ શ્વાસમાં જતા અટકે છે. દવાખાનાઓમાં ડોકટરો અને નર્સો પણ ઓપરેશન કે ડ્રેસિંગ દરમિયાન ગેસ માસ્ક પહેરે છે. આ ગેસ માસ્કની શોધ અમેરિકન વિજ્ઞાાની ગેરેટ ઓગસ્ટસ મોર્ગને કરેલી.
ગેરેટ મોર્ગનનો જન્મ ઇ.સ.૧૮૭૭ના માર્ચ માસની ૪ થી તારીખે અમેરિકાના સિનસિનાટી શહેરમાં થયો હતો. મોર્ગન બાળવયમાં જ જમીનદારને ત્યાં નોકર તરીકે રહેલો. એટલે તેને ભણવાની તક મળી નહોતી. યુવાનવયે તે નોકરીની શોધમાં કલીવલેન્ડ ગયો અને ત્યા સીલાઈ મશીન રીપેરિંગનું કામ કરવા લાગ્યો. ધીમે ધીમે તેણે કપડાં શિવવાની દુકાન પણ કરેલી. આ દરમિયાન તેને અકસ્માત જ એક એવું રસાયણ હાથ લાગ્યુ કે જેમાં કપડું પલાળવાથી કપડું કડક થઈ જતું વાળ પણ કડક થઈ જતાં. આ રસાયણનો ઉપયોગ કરીને તેણે ચહેરા પર પહેરવાના ગેસ માસ્ક બનાવ્યા. કે જેનાથી ધૂમાડા સામે રક્ષણ મળતું ૧૯૧૬માં લેક એટી સરોવરનજીક થયેલા વિસ્ફોટ વખતે ધૂમાડાથી બચવા તેના ગેસ માસ્કનો ભરપૂર ઉપયોગ થયો. તેની શોધ સમગ્ર અમેરિકામાં પ્રસિધ્ધ થઈ અને તેને કલીવલેન્ડ સત્તાવાળાઓએ સુવર્ણચંદ્રક એનાયત કર્યા. માત્ર ગેસમાસ્ક નહીં પરંતુ ટ્રાફિક સિગ્નલ લાઈટની શોધ પણ મોર્ગેને કરેલી ૧૯૬૩ના જુલાઈની ૨૭ તારીખે તેનું અવસાન થયું હતું.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mrpnck
ConversionConversion EmoticonEmoticon