પૃથ્વી પરના તમામ મીઠા પાણીના તળાવ કરતાં ૩૦ ગણું વધુ પાણી પૃથ્વીના ભૂગર્ભમાં હોય છે.
પર્શીયન અખાતના સમુદ્રનું પાણી સૌથી વધુ ગરમ હોય છે. ઉનાળામાં આ સમુદ્રનું પાણી ૩૫ ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું ગરમ હોય છે.
પૃથ્વી અવકાશમાંથી આઠ ગ્રહોમાંથી સૌથી વધુ તેજસ્વી દેખાય છે.
પૃથ્વી પર ૫૪૦ જવાળામુખીઓ જાણીતા છે. દરિયાના પેટાળમાં રહેલા જવાળામુખીઓ અંગે પૂરી માહિતી પણ મેળવી શકાઇ નથી.
પૃથ્વી પરનો સૌથી ઊંડો સમુદ્ર પેસિફિક મહાસાગર છે. મેરિયાના ફ્રેન્ચ ખાતે તેની ઊંડાઈ ૧૧ કિલોમીટર છે.
એશિયા ખંડ પૃથ્વીની ૩૦ ટકા જમીન રોકે છે ને પૃથ્વી પર ૬૦ ટકા વસતી એશિયામાં છે.
સૂર્યના કિરણો સમુદ્રના પાણીમાં ૨૪૦ ફૂટની ઊંડાઈ સુધી પહોંચી શકે છે.
દક્ષિણ ધ્રુવ પર બરફનું ૩થી ૪ કિલોમીટર જાડું પડ છવાયેલું છે. ત્યાં માઈનસ ૭૦ ડિગ્રી તાપમાન રહે છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WrcEfd
ConversionConversion EmoticonEmoticon