ઉત્તરાખંડની વેલી ઓફ ફ્લાવર્સ


હિ માલયની ગોદમાં આવેલું કાશ્મીર પૃથ્વી પરનું સ્વર્ગ કહેવાય છે 

પરંતુ સમગ્ર હિમાલય પર્વતમાળા અને તળેટીમાં કુદરતી સૌંદર્ય અપરંપાર છે. ઉત્તરાખંડમાં આવેલા નંદાદેવી  નેશનલ પાર્ક અને વેલી ઓફ ફ્લાવર્સ હેરિટેજ  સાઇટ્સમાં  સ્થાન પામ્યા છે. ફૂલોની આ ખીણમાં કુદરતી સૌંદર્યનો ખજાનો છે.

હિમાલયના ઢોળાવ પર આવેલી આ ફૂલોની ખીણ ત્રણ  વિભાગમાં  વહેંચાયેલી છે. ૩૨૦૦ થી ૩૫૦૦  મીટરની ઊંચાઈએ, ૩૫૦૦થી ૩૭૦૦  મીટરની ઊંચાઈએ  અને ૩૭૦૦ કરતાં વધુ ઊંચાઈએ  એમ ત્રણ  સ્તરમાં વિવિધ પ્રકારના વૃક્ષો અને ફૂલછોડ ઊગે છે. કેટલાંક ફૂલો તો વિશ્વમાં ક્યાંય જોવા ન મળે  તેવા છે. આ ખીણમાં  ૬૦૦ જેટલાં ફૂલો તેના તેજાબી રંગો અને મનમોહક  આકાર માટે જાણીતા છે. આ ખીણમાં નવી જાતના ૫૮ ફૂલછોડ પણ મળી આવ્યા છે. ગલગોટા, ડેઝી, ઓર્ચીડસ, પોપીઝ, પ્રીપુલાસા જેવા નામ ધરાવતા અલભ્ય ફૂલો આ ખીણમાં જોવા મળે. વિશ્વભરમાં ભાગ્યે જ જોવા મળતું બ્રહ્મકમળ આ ખીણમાં થાય છે.

ફૂલોની ખીણમાં  વનસ્પતિના  વૈવિધ્યની સાથે ૧૩ જાતના  વિશિષ્ટ  પ્રાણીઓ, ૧૧૪ જાતના સુંદર પક્ષીઓ માત્ર અહીં જ જોવા મળે છે. બરફમાં રહેનારા  દીપડો, ઊડતી ખિસકોલી, લાલ શિયાળ અને હિમાલયના હરણ અહીંની વિશેષતા છે. પાંચ હજાર ચોરસ કિલોમીટર  કરતાં વધુ વિસ્તારમાં ફેલાયેલો આ નેશનલ પાર્કમાં નાના મોટા ઝરણાં, ધોધ, નદીઓ ખડકોથી સૌંદર્યમાં વધારો થાય છે. વિશ્વભરમાં માત્ર પ્રવાસીઓ જ નહીં પણ વનસ્પતિશાસ્ત્રીઓ,  પ્રાણી શાસ્ત્રીઓ અને ભૂસ્તરશાસ્ત્રીઓ પણ   આ ખીણની મુલાકાતે  આવે છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WvZeP3
Previous
Next Post »