વિગન પ્રોડક્ટને આવકારો,વિશ્વને બદલો


- વિગન પ્રેમીઓ માટે હવે અનેક નવી તકો ઉભી થઇ છે.  આ માટે દરેકે થોડી ધીરજ અને હિંમત બતાવવાની જરૂર છે. વિગન સંદર્ભે બિઝનેસ માટેના કેટલાક નવા આઇડિયા અહીં આપ્યા છે..

વિગન એગની 

જરદીનો જથ્થાબંધ પાવડર બનાવનારા છે ,રોકી શેફર્ડ આ બિઝનેસ ચલાવે છે. તેમણે વિશ્વમાં પ્રથમ વિગન એગ જરદી શોધી હતી

વિગન પ્રેમીઓ માટે હવે અનેક નવી તકો ઉભી થઇ છે.  આ માટે દરેકે થોડી ધીરજ અને હિંમત બતાવવાની જરૂર છે. વિગન સંદર્ભે બિઝનેસ માટેના કેટલાક નવા આઇડયા અહીં આપ્યા છે. આ આઇડયા પરથી તમે પૈસા પણ કમાઇ શકશો અને વિશ્વને બદલવાના પ્રયાસના ભાગીદાર પણ બની શકશો. તમે કરૂણાતાથી ભરેલા છો તે બતાવવા લાઇફ સ્ટાઇલ ના બદલી શકો. આધુનિક ફેશન સાથે સંકળાયેલી અનેક પ્રોડક્ટ્સ રીસાઇકલ પોલીયેસ્ટરમાંથી બનાવેલી હોય છે. 

પ્રાણીઓ પર અત્યાચાર કર્યા વિના બનાવેલા શૂઝ,(બૂટ),બેલ્ટ,વાલેેટ્સ વગેરે ઓનલાઇન અને જાહેર બજારોમાં મોટા પાયે વેચાતા જોવા મળે છે. આવી પ્રોડક્ટ પ્રાણીઓના શરીર સિવાયના મટીરીયલમાંથી બની હોય છે. તેને નોન એનિમલ મટીરીયલ કહે છે. તે પર્યાવરણ ફ્રેન્ડલી મટીરીયલ જેવાં કે અલ્ટ્રા સ્યૂડે (સિન્થેટીક માઇક્રો ફાઇબર),ઓર્ગેનિક કોટન,કેનવાસ, નાયલોન, વેલવેટ,લીનન વગેરે મટીરીયલ માંથી બનેલું હોય છે.

તમે વિકલી ઓર્ગેનિક માર્કેટ શરૂ કરી શકો છેા. પીપલ ફોર એનિમલે આવું વીકલી માર્કેટ શરૂ કર્યું હતું અને તેનો સારો રિસ્પોન્સ મળે છે. દિલ્હીમાં ત્રણ વિકલી ઓર્ગેનિક માર્કેટ મળે છે. જેમાં સીડ્સ (બિયારણ), પ્લાન્ટસ અને સલાડથી માંડીને ઓઇલ તેમજ ચીઝ પણ મળે છે. તમે આવું માર્કેટ શરૂ કરો તો તેમાં વિગન કૂક બુક વિનેગર, સોસ, ટી, માટી કામની ચીજો,સ્કીન કેર, હેર પ્રોડ્કટ વગેરે ઉમેરી શકો છો. એક સમય એવો આવશે કે તે કાયમી માર્કેટ બની જશે અને ફૂલ બજાર માટે સરકારે ફાળવેલી જગ્યાની જેમ તે પણ ધમધમતું બની જશે.

વિગન પ્રેમીઓ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં દર વર્ષે વિગન ફેસ્ટિવલ યોજાય છે. સમગ્ર ઓસ્ટ્રેલિયાના લોકો તેમાં ભાગ લેતા હોય છે. 

ુુુ.બિેીનાઅકિીીકીજૌપચન.ર્યિ.ચે. અહીં આપણે ત્યાં પણ તમે ઘાતકી હત્યા વિનાનો ફેસ્ટિવલ  યોજી શકો.

મને વિગન બેકરી,ચોકલેટ,દરેક પ્રકારની વિગન મિઠાઇ, બેક કરેલી ચીજો, મગફળીના માખણના કપ, ચોકલેટ્સ, કેક્સ,કૂકીઝ, મેરીંગ્સ તેમજ ગીફ્ટ આપવા માટેનું બાસ્કેટ વગેરે ફરીદ કરવું ગમે છે. 

વિગન અને ગ્લૂટન ફ્રી (અનાજના લોટમાં રહેલું નત્રિલ દ્રવ્ય મુક્ત),એવી સ્વિટ ખરીદવી ગમે કે તેમાં કોઇ કેમિકલ્સ ના હોય, કોઇ એનિમલ પ્રોડક્ટ ના વાપરી હોય. જોકે આવું કરવામાં સ્વિટ્સમાં નાખેલી અન્ય ચીજોનો ઉપયોગ પણ પૂરતા ચેકિંગ સાથે કરવો જોઇએ. પામ ઓઇલના બદલે કોકોનટ કે કોકો બટર વાપરવા જોઇએ. 

સ્વિટનર તરીકે બાષ્પીભવન કરેલો શેરડીનો રસ, કોકોનટ સુગર અને પ્યોર મેપલ સુગર (સ્વિટનર) વાપરવી જોઇએ. તેમાં સ્મૂથનેસ માટે ઓર્ગેનીક જ્યુસ નાખી શકાય. આ બધું જ સર્ટીફાઇડ હોવું જોઇએ. 

તમે આવી સ્પેશીયલ ચીજોની એક ખાસ શોપ ખોલી શકેા છો.  જેમાં ઓઇલ મિલ્ક, બટર વેચી શકો. જેમકે ઓલિવ ઓઇલ, નાળિયેર, શણ, ચીઝ માખણ, બદામનું તેલ,સૂર્યમુખી તેલ, મેપલ સિરપ વગેરે મળે એવું આયોજન કરવું જોઇએ. તેમાં શરીરને પોષણ મળે એવી ચીજો પણ રાખવી જોઇએ.

તેમાં શરીરને પોષણ મળે એવી ચીજો પણ રાખવી જોઇએ.આશ્ચર્ય તો એ વાતનું છે કે લોકોને કૃત્રિમ મીટ,ચીકન સેન્ડવીચ, હોટ ડોગ્સ, કબાબ , બર્ગર, મટન વગેરે ઓફર કરવામાં આવે છે. 

વિગન ચીઝ ઓનલાઇન વેચવામાં આવે છે. કાજુ આધારિત ચિયા ચીઝ વગેરે પણ મળે છે. જે લોકો વિગન બનાવા માંગે છે તેવા લોકોને આવી ચીજો મહત્વની બની જાય છે. કૃત્રિમ માંસમાં મીટ, ફીશ, ઇંડા કે કોઇ પ્રકારની હાઇડ્રોજનેટેડ ચરબી નથી હોતી. તેમાં કૃત્રિમ ફ્લેવર અને પિઝર્વેટીવ હોય છે.  વિગન બનવા મથતા લોકો માટે આવી ચીજો મહત્વની બનતી જાય છે. 

જો તમે કોઇ કાફે ચલાવતા હોવ તો યાદ રાખો કે તેમાં કોઇ પ્લાસ્ટીક ના વપરાવવું જોઇએ. નેપકિન્સની જગ્યાએ ૧૦૦ ટકા કાપડ વાપરવું જોઇએ . કપડાં ધોવામાં વપરાતા બ્લીચીંગથી દુર રહેવું જોઇએ. એવીજ રીતે બોન ચાઇના ના ખરીદો. જ્યારે ડીશ ધોેવાનું આવે ત્યારે પર્યાવરણ ફ્રેન્ડલી પ્રોડક્ટથી તેને સાફ કરો.  જ્યારે બુક કે એવું કંઇક છાપવાનું આવે ત્યારે રીસાઇકલ પેપરનો ઉપયોગ કરવાનું રાખો  અને સોયા ઇન્કનો ઉપયોગ કરવાનું રાખો. 

જો મને એમ ખબર પડે કે મારી નજીકમાં ક્યાંક વિગન આલ્કોહાલ મળે છે તો હું ત્યાંથી બિયર અને વાઇન ખરીદીને પીવાના રસીયા લોકોને ભેટ આપું. બજારમાં વેચાતા મોટા ભાગના વાઇનમાં ફીશ, ફાર્મ એનિમલ પ્રોડક્ટ વગેરે વપરાય છે. જોકે નાના પાયે વાઇન બનાવનાર વિગન બની શકે છે. તમે તેમને ઇન્ટરનેટ પરથી શોધી શકશો અને ઓર્ડર આપી શકશો.

જોકે નાના પાયે વાઇન બનાવનાર વિગન બની શકે છે. તમે ઘેર બેસીને  ઓછામાં ઓછી એકાદ આઇટમ બનાવી શકો છો. જેમકે પામ ઓઇલ અને પિઝર્વેટીવ વિનાનું પીનટ બટર.  ડ્રાઇફૂડ અને મસાલાથી સૂકા ફળોમાંથી બનેલા એનર્જી બાર લોકો વાપરે છે. 

વેજ એલએલસી (ુુુ.ારીપીયય.ર્બસ)  વિગન એગની જરદીનો જથ્થાબંધ પાવડર બનાવે છે અને ઓનલાઇન વેચે છે. એક વ્યક્તિ નામે રોકી શેફર્ડ આ બિઝનેસ ચલાવે છે. તેમણે વિશ્વમાં પ્રથમ વિગન એગ જરદી શોધી હતી. તેમનો સંપર્ક કરીને ચોકલેટ બનાવી શકાય. 

વિગન કોસ્મેટીક્સ અને સ્કીન કેર શોપ ચાલુ કરી શકાય. પ્રાણીઓમાંથી કોઇ ઓઇલ નહીં લેવાનું, જિલેટીન કે હાડકાં નહીં લેવાના કેમકે આ ચીજોે ફેસ માટે સહેજ પણ ઉપયોગી નથી.

 વિદેશમાં કેટલીક કંપનીઓ કોસ્મેટિક લીક્વીડ, પાવડર ફાઉન્ડેશન, આઇ શેડો બ્રશર્સ, લિપસ્ટીક્સ, લિપ બામ વગેરે વેચે છે. આમાંની એક પણ પ્રોડક્ટ પ્રાણી પર ટેસ્ટ કરાયેલ નથી, તે કેમિકલવાળી પણ નથી હોતી. બિઝવેક્સની  જગ્યાએ આ કંપનીઓ જજોબા ઓઇલ વાપરે છે. આલ્કોહોલ, વેક્સ,અન્ય નુકશાન કરતા તત્વો સિવાય પણ ૧૦૦ ટકા નેચરલ સ્કીન કેર પ્રોડક્ટ બની શકે છે. 

મોટા ભાગના સાબુ એનિમલ ફેટમાંથી બને છે. પામ ઓઇલ તે ડ્રાઇંગ એજન્ટ તરીકે કામ કરે છે તે સ્કીનમાં કોઇ રીતે ઉપયોગી નથી હોતી. પરંતુ વેપારી ધોરણે બનાવનારા તેનો ઉપયોગ કરતા આવ્યા છે. 

જ્યારે હું પ્રધાન હતો ત્યારે મંત્રાલયમાં અમે ગૌનાઇલ વાપરતા હતા. તેની સ્મેલ સારી આવતી હતી અને તે સફાઇ પણ અસરકારક કરતી હતી. તે વિગન પ્રોડક્ટ હતી. તે ગાયના યુરીનમાંથી બનતી હતી અને જંતુનાશક તરીકે કામ કરતી હતી. પ્લેનેટ કું. પ્લાન્ટ આધારીત પ્રોડક્ટ બનાવે છે જે ક્લીનીંગ માટે ઉપયોગી બની જાય છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38CjILv
Previous
Next Post »