પ્રેમ પ્રચારકનું પર્વ : નાતાલ


પ રમ સુખ પામવા માટે કહ્યું કે, 'અંતરનાદીન, નમ્ર, ધર્મની ભૂખ તરસવાળા દયાળુ, ચોખ્ખા દિલના, શાંતિ સ્થાપક, ધર્મને ખાતર જૂલમ વેઠનારા બનો. તો તમે ઈશ્વરના સમાન છો, ધરતીના ધણી છો અને ઈશ્વરનું રાજ્ય તમારું છે.'

* જે પોતાનું સત્ય જાળવે છે તે ધરતીનું લૂણ છે, જે પોતાનો પ્રકાશ-સારા કૃત્યો પ્રસરાવે છે તે દુનિયાના દીવા છે.

* ભાઈ પર ગુસ્સો કરનાર, ભાઈને ગાળ દેનાર, ભાઈનો તિરસ્કાર કરનાર ખૂની છે. (ભાઈનો અર્થ આગળ કરેલ છે.)

* જે કોઈ માણસ કોઈ સ્ત્રી પ્રત્યે વાસનાભરી નજર નાખે છે તે મનથી વ્યભિચાર કરી ચૂક્યો છે.

* તમારા શત્રુ ઉપર પ્રેમ રાખો. તમને રંજાડનાર માટે દુઆ માંગો. ભલા-ભૂંડા સૌ પર પ્રેમ રાખો.

* લોકો તમારી સાથે જે રીતે વર્તે એમ તમે ઈચ્છતા હો તે જ રીતે તમે પણ તેમની સાથે વર્તો.

* દાન આપો ત્યારે તમારો જમણો હાથ શું કરે છે તેની જાણ ડાબા હાથને થવી ન જોઈએ. જે સર્વસ્વ આપી દે છે તે ધન્ય છે. સર્વસ્વનો ત્યાગ કરનાર જ શાશ્વત જીવન મેળવે છે.

* બીજાઓના અપરાધો ક્ષમા કરશો તો જ પરમપિતા તમારા અપરાધો ક્ષમા કરશે.

* સોયના નાકામાંથી ઊંટને પસાર થવું સહેલું છે પણ ઈશ્વરના રાજ્યમાં ધનવાનને દાખલ થવું મુશ્કેલ છે.

* કોઈનો ન્યાય તોળશો નહિ. જેથી તમારો પણ ન્યાય નહિ તોળાય. જેવો ન્યાય તોળશો તેવો ન્યાય તમારો તોળાશે.

* પહેલાં તારી આંખમાંથી ભારોટિયો (પાપનો) કાઢી નાખ પછી તને તારા ભાઈની આંખમાંની રજ કાઢતાં બરાબર સૂઝશે.

* જે કોઈ મારો અનુયાયી થવા માંગતો હોય તેણે પોતાની જાતનો ત્યાગ કરવો જોઈશે. જે મારા ખાતર જીવન ખોશે તે પામશે.

* જે કોઈ મોટો થવા ઈચ્છતો હોય તેણે સેવક થવું પડે. જે કોઈ પહેલા થવા ઈચ્છતો હોય તો તેણે સૌથી છેલ્લા અને સૌના સેવક થવું પડે.

* પરસ્પર પ્રેમ રાખજો. મેં જેમ તમારા ઉપર પ્રેમ રાખ્યો છે તેમ તમારે પણ પરસ્પર પ્રેમ રાખવાનો છે.

* અદનામાં અદના માટે જે કંઈ કર્યું છે તે મારે માટે જ કર્યું છે. તેઓ રાજ્ય ભોગવવાને લાયક છે. ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી, અજાણ્યાને આશરો, ઉઘાડાને વસ્ત્ર, માંદાની ભાળ કાઢી સેવા આપનાર જ પ્રભુના રાજ્યના-શાશ્વત જીવનના અધિકારી છે.

આમ ઈસુએ પરમ સુખનો માર્ગ બતાવીને વિશ્વમાં શાંતિ સ્થાપવા, બધા સાથે પ્રેમ પૂર્વક જીવવા તરફ દોર્યા છે. આપણે સૌ તેમના જન્મદિને તેમના ઉપદેશને અપનાવી તેમના માર્ગે ચાલીએ તેજ તેમની સાચી આરાધના-પ્રાર્થના-યજ્ઞા છે.

- ઈશ્વરભાઈ વાઘેલા



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aDaelP
Previous
Next Post »