શા સ્ત્રોમાં કે કથાઓમાં કે સત્સંગમાં કે બાહ્યા ચારો દ્વારા જે કાઈ માહિતિઓ આજે પીરસાઈ રહી છે, તે જ્ઞાાન નથી, કે આત્મ જ્ઞાાન નથી, એ વાત માનવ જાતે પહેલા સમજી લેવાની જરૂર છે, એ માત્ર માહિતી છે. અને માહિતી દ્વારા કદી પણ કોઈ માણસનું કલ્યાણ થાય નહીં, તેનો ઉધ્ધાર થાય જ નહીં, પણ આ માહિતી જો આપણી બુધ્ધિમા પચાવીએ, એકાગ્ર ચિત્તમાં સ્થિર કરીએ, હૃદયમાં તેનો નિવાસ થાય, અને તે આત્મામાંથી તે પ્રકાશિત થાય, અને જીવનમાં તેનું સમગ્ર પ્રતિબિંબ પડે, એટલે કે આપણું સમગ્ર જીવન જ્યારે આત્મિક સત્ય સ્વરૂપ થઈ જાય, અહંકાર અને રાગ દ્વેષ નિર્મૂળ થાય, આમ આપણું જ્યારે પરિવર્તન થઈ જાય, અને સત્યા ચરણમાં જો સ્થિર થઈ જવાય તો અંતરમાંથી જ્ઞાાનનો ઉદય થાય, આવા જ્ઞાાનની હસ્તી એજ પરમ શાંતિ અને પરમ ચેતનામાં જાગૃતતા છે, જે જીવનને ધન્ય કરે છે.
આત્મા જ્યારે જ્ઞાાનવાં બની છીએ તે આપણું પોતાનું અને અંતરમાંથી ઊગેલું હોય છે, તે જ આપણું કલ્યાણ કરે છે, ઉછીનું લીધેલું કદી પણ કલ્યાણ કરતું જ નથી, આવા અંતર જ્ઞાાનથી મુક્તિ અથવા બ્રહ્મ નિર્વાણ અથવા અમૃતની ઉપલબ્ધિ થાય છે. એમ આચાર્ય શંકરાચાર્ય સ્પષ્ટ કહે છે. જે માણસે નિધિ ધ્યાસન એટલે કે ધ્યાનની આંતર સાધના દ્વારા જ પ્રાપ્ત કરવાનું હોય છે, એટલે જ્ઞાાનમાં આ બૌદ્ધિક જ્ઞાાનનો સમાવેશ થતો જ નથી, અને કોઈ પણ જાતના બાહ્યા ચારો એ જ્ઞાાન નથી, અને આ દ્વારા પ્રાપ્ત થઈ શકે જ નહિ, એટલું બરાબર જાણો.
આત્મ જ્ઞાાન જેને પ્રજ્ઞાાન પણ કહેવામાં આવે છે, આ પ્રજ્ઞાાન એટલે પરમ શાંતિ અને ચિત્તની પરમ શુધ્ધતા અને એકાગ્રતા છે, આવી પરમ શુધ્ધતાની સ્થિતિ માણસના જીવનમાં બંને જ્યારે તે બંને બાજુની અતિઓની વચ્ચે તે સ્થિર થાય છે. આ સ્થિર થતાં જ જે પ્રાપ્ત થાય છે, તે સમતા છે. 'સમત્વ' છે. અને સંમ છે, આમાં સ્થિર થતાં જ આત્મામાંથી પ્રકાશ ઉપલબ્ધ થાય તેનું નામ જ્ઞાાન જે મુક્તિ નિર્વાણ દાતા છે, આ જ્ઞાાન વડે આપણે એટલું જાણી શકીએ છીએ કે આત્મા એ જ્ઞાાતા છે, જ્ઞાાનનો ભંડાર ત્યાં છે તે જ્ઞાાન સ્વરૂપ છે, અસંગ છે, અલિપ્ત છે, અને આપણૂ તે મૂળ સ્વ સ્વરૂપ છે.
આમ આત્માએ જ્ઞાાતા છે, જ્ઞોય નથી, આમ તત્વ વિચાર વડે આપણે એટલું જરૂર સમજી શકીએ છીએ કે આપણાં અંતરમાં જ્ઞાાન સ્વરૂપ એવો આત્મા બેઠો છે, તે પરમાત્મા સ્વરૂપ છે. તેને જીવનમાં પ્રાપ્ત કરવો. તેમાં સ્થિર થવું સ્વ સ્વરૂપમાં સ્થિરતા એ જ પરમાત્માની ઉપલબ્ધી છે. આ આખી પ્રક્રિયા માણસે જીવનમાં જાણી લેવા જેવી છે, અને જાણીને આચરણમાં મૂકવા જેવી છે., કદાચ મુક્તિ સુધી ન પહોંચી શકીએ, તે બનવા જોગ છે. કારણકે તે લાંબી પ્રક્રિયા છે, તેમાં પૂરેપૂરી ધૈર્યતા, સત્યતાની અને શુધ્ધતાની અને સ્થિરતાની જરૂરિયાત છે, પણ જો આ માર્ગ પર શુધ્ધ ચિતે ચાલશું તો પરમ ચેતનાની જાગૃતતા પ્રાપ્ત કરીને, જીવશું તો પણ જીવનમાં તનાવ ઉદ્વેગ ચિંતા વગેરેથી તો મુક્ત થઈ જ શકીશું. તે પણ મહાસિધ્ધી છે, એટલું જાણો.
આપણાં અંતરમાં જ્ઞાાન સ્વરૂપ, પરમાત્મા સ્વરૂપ અને આપણાં સ્વ સ્વરૂપ એવો આત્મા બેઠેલો છે તેને જાણી તેમ સ્થિર થવું એજ ધર્મનું આચરણ છે. તેના વડે જ આપણે વસ્તુ માત્રને જાણી શકી છીએ સમજી શકીએ છીએ સાંભળી શકીએ છીએ.
આપણો આત્મા સહુને જુએ છે, પણ તે ને કોઈ જોઈ શક્તું જ નથી, તે સહુને સાંભળે છે, પણ તેને કોઈ સાંભળી શકતું નથી. તે સહુનો વિચાર કરે છે. પણ તેનો કોઇ વિચાર કરી શક્તું નથી, તે સહુને જાણે છે, પણ તેને કોઈ જાણી શક્તું જ નથી, એના વિના બીજો કોઈ જોનારો નથી, એના વિના બીજો કોઈ સાંભળનારો નથી, એના વિના બીજો કોઈ વિચારનારો નથી, એના વિના બીજો કોઈ જાણનારો નથી, તે જ આપણો આત્મા છે, તે અંતર્યામી છે, તે અમર છે. શાશ્વત છે. જ્ઞાાનવાન છે, જ્ઞાાન તેનો સ્વભાવ છે, તેના સિવાય બધુ જ નાશવંત છે, તે જ પરમાત્મા સ્વરૂપ છે, તેને જાણવો તેમાં સ્થિર થવું એજ ધર્મ છે.
જેના વડે આ બધી જ વસ્તુઓ જાણી શકાય છે, તે આત્મા છે, પણ તેને પકડી શકાતો નથી, પણ અનુભવી શકાય છે, તે લેપાતો નથી, અસંગ છે. અલિપ્ત છે. તે કદી બંધનમાં પડતો નથી, પૂર્ણ પણે સ્વતંત્ર છે, તે સુખ દુખથી પર છે, તેને ઇજા થતી નથી. આવા આત્માને જીવનની પરમ શુધ્ધતા પ્રાપ્ત થતાં અનુભૂતિ કરી શકાય છે.
જ્યારે બહારની તમામ પ્રવૃતિઓ અને આપણાં ચિત્તની તમામ વૃત્તિઓને થંભાવી દેવી શૂન્ય થઈ જવું, અને શુધ્ધ ચૈતન્ય રૂપ આત્માનું અંતરથી ધ્યાન ધરી ટોટલી શુધ્ધતા પ્રાપ્ત થતાં જ જ સમાધિ સાધવાની હોય છે, આવી સમાધિ એટલે જ નીરવિચારતા શૂન્યની અવસ્થા છે, એનું નામ જ યોગ છે. એટલે આ અવસ્થામાં પરમાત્મા સાથે જોડાણ શક્ય બને છે, આમ પરમાત્માનું જ્ઞાાન થવું એજ અનુભૂતિ છે. જ્ઞાાનની ઉપલબ્ધિ છે, ચાલો આપણે અંતર્મુખી બની ધ્યાનની સાધના કરી ચિત્તને શુધ્ધ, સ્થિર અને એકાગ્ર કરી ત્યાંજ પરમ શાંતિ છે. એ પણ જીવનની સિધ્ધી જ છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38ck1MN
ConversionConversion EmoticonEmoticon