મહિલા જગત : ગુડબાય 2020
ડો. ગીતા મંજુનાથ
આરોગ્ય ક્ષેત્રમાં સ્તન કેન્સર એક મોટી સમસ્યા છે. સ્તન કેન્સરના નિદાન માટે આટફિશ્યલ ઇન્ટેલીજન્સનો ઉપયોગ કરનાર સ્ટાર્ટ અપ નીરામાઇની સ્થાપક અને સીઇઓ ડો. ગીતા મંજુનાથ કહે છે તેમની સંસ્થા જ દુનિયામાં સ્તન કેન્સરના નિદાન માટે એઆઇનો ઉપયોગ કરે છે. થર્મલ ઇમેજ પ્રોસેસિંગ અને મશીન લનગ અલગોરિધમ દ્વારા સ્તન કેન્સરનું ચોકસાઇપૂર્ણ નિદાન કરવામાં આવે છે. નવ શહેરોમાં ૨૧ હોસ્પિટલોમાં નીરામાઇએ પાર્ટનરશિપ કરી છે. નીરામાઇ દ્વારા જે થર્મલીટિક્સનો ઉપયોગ કરવામાં આવે છે તે રેડિયેશનમુક્ત સ્પર્શહીન નિદાન પદ્ધતિ છે. નિરામાઇએ કોરોનાના દર્દીઓને આવતા તાવ અને શ્વસનતંત્રના લક્ષણોના નિદાન માટે માટે પણ આ પદ્ધતિનો વિનિયોગ કર્યો છે. ગીતા મંજુનાથ આઇટી રીસર્ચમાં ૨૫ વર્ષનો અનુભવ ધરાવે છે.
નીરા નંદી
હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી એમબીએની ડિગ્રી મેળવી એક સમયે મોર્ગન સ્ટેન્લીમાં કામ કરનારી નીરા હવે પતિ દેવલ સંઘવી સાથે મળીને ભારતમાં સામાજિક ક્ષેત્રમાં દસરા નામની સંસ્થાની સહસ્થાપક તરીકે સમાજકાર્ય કરે છે. તે બાળમજૂરીના ક્ષેત્રમાં કામ કરતી સંસ્થા આંગણની બોર્ડ મેમ્બર છે. તેમની એનજીઓ દસરા એનજીઓની એનજીઓ ગણાય છે. જે ભંડોળ મેળવવાની પ્રક્રિયા સરળ બનાવી આપે છે. છેલ્લા ૧૪ વર્ષમાં તેમની સંસ્થાએ ૫૦૦ સંસ્થાઓને ૪૦ મિલિયન ડોલરનું ભંડોળ મેળવવામાં સહાય કરી છે.
અશ્વીની ઐયર તિવારી
સામાન્ય રીતે પુરૂષોનું ક્ષેત્ર ગણાતાં ફિલ્મ નિર્દેશન ક્ષેત્રમાં પગ પેસારો કરવો એટલું જ નહીં ત્યાં ટકી રહી સફળ ફિલ્મો સતત આપતાં રહેવાનું કામ કોઇપણ મહિલા માટે મુશ્કેલ બની રહે પણ અશ્વીની ઐયર તિવારીએ આ કામ કરી બતાવ્યું છે. એડવર્ટાઇઝિંગની કરિઅર છોડી ફિલ્મ બનાવવાના શોખને પોસવા ફિલ્મ નિર્દેશન ક્ષેત્રમાં આવીને ૨૦૧૬માં નીલ બત્તી સન્નાટા, ૨૦૧૭માં બરેલી કી બરફી અને ૨૦૨૦માં પંગા નામની ફિલ્મ બનાવી તિવારીએ બોલીવૂડમાં પોતાની આગવી જગ્યા બનાવી લીધી છે.
અંતરા અને પ્રીશા પટેલ મુંબઇની કૂલ ઇન્વેન્ટર કિશોરીઓ
મુંબઇની જમનાબાઇ નરસી સ્કૂલમાં ભણતી અગિયાર વર્ષની અંતરા પટેલ અને બાર વર્ષની પ્રીશા પટેલે લોકડાઉનના સમયગાળામાં છ મહિનામાં જલવાયુપરિવર્તન ક્ષેત્રે મહત્વની શોધ કરી છે. ચાર વર્ષ રોબોટ્કિસ એન્ડ ટેકનોલોજી ભણનારી આ કિશોરીઓએ એસીમાંથી નીકળતી ગરમ વરાળનો હલ શોધ્યો છે. તેમણે ઘાસ અને માટીના કોન દ્વારા એક પ્રોડક્ટ બનાવી છે જેનું નામ છે એક્વા ક્લે કૂલર અથવા એસી સ્કવેર. જેને એસી સાથે જોડવાથી એસીમાંથી બહાર ફેંકાતા પાણીનો જ ઉપયોગ તેને ઠંડુ કરવામાં કરવામાં આવે છે.
એસી યુનિટના કન્ડેસર્સમાંથી છૂટતી ગરમી ગ્લોબલ વોમગ કરનારું મુખ્ય પરિબળ છે. દુનિયામાં અબજો એસી યુનિટમાં આ શોધ સામેલ કરવામાં આવે તો તેનાથી ગ્લોબલ વોમગમાં નોંધપાત્ર ઘટાડો થઇ શકે છે. કેનેડાના મોન્ટ્રીયલ શહેરમાં યોજાયેલાં ધ વર્લ્ડ રોબોટ ઓલિમ્પિયાડમાં તેમની શોધને ટોપ પ્રાઇઝ મળ્યું હતું.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34S8G3H
ConversionConversion EmoticonEmoticon