તુમ ભૂલ ન જાઓ ઉનકો, ઇસલિયે સુનો યે કહાની

- લદ્દાખ મોરચે ચીન સાથે લશ્કલરી તણાવ જોતાં ભારતીય ખુશ્કી  દળે ઝોજી લાનો માર્ગ આખો શિયાળો ખુલ્લોચ રાખવાનો નિર્ણય લીધો છે. પરિણામે BRO ની ટીમ અત્યા્રે 11,575 ફીટ ઊંચે હિમાલયની માઇનસ 20 અંશ સેલ્શિલઅસની હાડ ગાળતી ઠંડીમાં ફરજ પર ઊભી છે.


આજથી બરાબર ત્રણ મહિના પછી બનવાપાત્ર એક પ્રસંગ: માર્ચ, ૨૦૨૧ના છેલ્લાગ સપ્તા૧હ દરમ્યા-ન કાશ્મી ર-લદ્દાખની સફરે આવેલા સહેલાણીઓ મોટરકાર મારફત શ્રીનગરને લેહ સાથે જોડતા નેશનલ હાઈ-વે 1 આલ્ફા પર હંકારશે. હિમાલયના પર્વતીય ક્ષેત્રોમાં એક પછી એક ગામો વટાવતી ગાડી જ્યારે ઝોજી લા (તિબેટી ભાષામાં લા = ઘાટ) તરીકે ઓળખાતા ૧૧,પ૭પ ફીટ ઊંચા પહાડી ઘાટ નજીક પહોંચશે ત્યા-રે ગાડીમાં બેઠેલા સહેલાણીઓ આનંદની ચિચિયારી પાડતા ઝૂમી ઊઠશે. રસ્તા્ની બન્નેા તરફ સફેદ હિમના લગભગ ૩પ ફીટ ઊંચા ઢગ વચ્ચેગની કેડીથી મોટર જતી હોય ત્યાપરે સાનંદાશ્ચર્ય તો થવું જ રહ્યું. ડ્રાઇવર સીટની બાજુમાં બેઠેલી વ્યીક્તિ ત્યાયરે બરફને ચીરતી ગાડીમાં બેઠા બેઠા મોબાઇલ ફોન વડે અદ્ભુિત દૃશ્ય ના ફોટા-વિડિઓ લેશે અને સોશ્યયલ મીડિયા પર તેને અપલોડ કરી સગાં-મિત્રોની વાહવાહી મેળવશે.

આમ બનવાનું નક્કી માનજો, કેમ કે  ઘણાં વર્ષથી એમ જ બનતું આવ્યું છે. શિયાળામાં પુષ્ક ળ હિમવર્ષાના કારણે ડિસેમ્બ‍રથી શરૂ કરીને માર્ચના છેલ્લાબ અઠવાડિયા સુધી યાત્રિકોની આવનજાવન માટે બંધ કરી દેવાતો ઝોજી લા ઘાટ પુન: ખૂલે ત્યા રે પર્યટકો તે માર્ગે સફર ખેડવાનું ચૂકતા નથી. બરફની ઊંચી, સપાટ ને સફેદ કરાડો વચ્ચેગથી પસાર થવામાં તેમને અનેરો આનંદ આવતો હોય છે—અને તેમાં કશું ખોટું નથી. પરંતુ આનંદ-ઉત્સાપહની એ પળો માણતી વેળા સહેલાણીઓ ભાગ્યેો જ એ બાબતથી જ્ઞાત હોય કે તેમને જલસો પાડી દેતો માર્ગ કંડારવામાં બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન/ BRO નામની સંસ્થાોના કેટલાક જવાઁમર્દોએ જાનની બાજી ખેલી હોય છે. (BRO એ ભારતીય લશ્કોરનું એન્જિનિઅરિંગ ડિવિઝન છે, જેની કમાન લેફ્ટનન્ટં-જનરલનો સીનિઅર હોદ્દો ધરાવતા લશ્ક‍રી અફસર સંભાળે છે.) આમાં વાંક સહેલાણીઓનો નથી. તંત્રનો છે, જેણે BROના જવાઁમર્દોને પ્રસિદ્ધિના પડદા પાછળ જ રહેવા દીધા છે. ખરેખર તો એ પડદો હટાવી BROની શૌર્ય-કમ-યશગાથાઓ દેશના નાગરિકો સુધી પહોંચતી કરવાની જરૂર છે, જેથી હિમાલયની સડકો પર સડસડાટ હંકારી જતા નાગરિકોના હૃદયમાં તેમના માટે સન્મારનની લાગણીનો દીવો હંમેશાં પ્રજ્વલિત રહે.

તંત્ર તેનું કાર્ય કરે ત્યાતરે ખરું. દરમ્યા ન ઝોજી લા ઘાટ પર તૈનાત BROની કામગીરી વિશે અને તેના કર્મયોગીઓ વિશે જાણીએ.

■■■

કાશ્મીરરના શ્રીનગર અને લદ્દાખના લેહ વચ્ચેવનો ૪૩૪ કિલોમીટરનો નેશનલ હાઈવે લદ્દાખમાં તૈનાત ભારતીય લશ્ક ર માટે ધોરીનસ સમો છે. ટૂથબ્રશથી માંડીને તોપ સુધીની તમામ સામગ્રી એ રસ્તેા લશ્ક્રી ખટારા મારફત લદ્દાખ પહોંચતી કરવામાં આવે છે. હિમાલયમાં નવેમ્બારની મધ્યેત શિયાળો બેસે અને ડિસેમ્બમરમાં હિમવર્ષા થવા લાગે ત્યાઆરે હાઈવે પર કેટલાંક સ્થમળે હિમનો જમાવડો માેટર વાહનો માટે નાકાબંધી રચી દેતો હોય છે. આમાં સૌથી મોટી નાકાબંધી તો ૧૧,પ૭પ ફીટ ઊંચા ઝોજી લા ખાતે સર્જાય છે. તિબેટી ભાષામાં હિમઝંઝાવાતોના તેમજ હિમપ્રપાતોના ઘાટ તરીકે ઓળખાતા એ ક્ષેત્રમાં સીઝન દરમ્યા્ન લગભગ પચાસ ફીટ બરફ વરસે છે.

માર્ચ માસમાં હિમવર્ષાનું જોર ઘટે, એટલે બીજા-ત્રીજા અઠવાડિયે BROના ઇજનેરો તથા શ્રમિકો બુલડોઝર, જે.સી.બી. મશીન, આઇસ કટર, સ્નોા બ્લેહડ, સ્નોચ બ્લોઝઅર વગેરે જેવાં મશીનો સાથે સફેદ હિમસાગરમાં રસ્તોે કંડારવા પહોંચી જાય છે.

આ વર્ષે સ્થિમતિસંજોગો જુદા છે. લદ્દાખ મોરચે ચીન સાથે લશ્કસરી તણાવ જોતાં ભારતીય ખુશ્કી્ દળે ઝોજી લાનો માર્ગ આખો શિયાળો ખુલ્લોે રાખવાનો નિર્ણય લીધો છે. પરિણામે BRO ની ટીમ અત્યાલરે (આ લખાય છે ત્યાંરે અને લખેલું વાંચી રહ્યા છો ત્યાણરે) ૧૧,પ૭પ ફીટ ઊંચે હિમાલયની માઇનસ ૨૦ અંશ સેલ્શિતઅસની હાડ ગાળતી  ઠંડીમાં ફરજ પર ઊભી છે. ઘરપરિવારથી દૂર, મોબાઇલ નેટવર્કની બહાર રહીને દિવસ અાખો તનતોડ પરિશ્રમ કરવો, રાત્રે ઉત્તુંગ ઊંચાઈએ ભયંકર ઠંડી વચ્ચેવ તંબૂમાં કાચીપાકી નીંદર લેવી અને સવારે વળી પાછા કામે લાગી જવું એ તેમનો દૈનિક ક્રમ છે.

■■■

આ ટીમના બહુધા સભ્યોમ દેશની જનતા માટે સાવ અજાણ્યા છે, પરંતુ તેમાંના એક જવાઁમર્દ થોડા વખત પહેલાં પ્રકાશમાં આવ્યા. નામ: ઇનાયતુલ્લાપહ ખાન ઉર્ફે ‘ટુલ્લાથ’. 

કાશ્મીખરના સોનમર્ગ ખીણ પ્રદેશના રહેવાસી ઇનાયતુલ્લાીહ ઘણાં વર્ષ થયે BRO માટે કામ કરે છે. શિયાળામાં ત્રણેક મહિના દરમ્યાહન ઝોજી લા ઘાટમાં બરફનો પુષ્કથળ જમાવડો થઈ ચૂક્યો હોય ત્યા.રે તેને ખસેડી રસ્તોા ખુલ્લોા કરતા પહેલાં તો એ નક્કી કરવું પડે કે રસ્તો્ ખરેખર છે ક્યાં? ચારેય તરફ સફેદ હિમની ચાદર પથરાયેલી હોય અને ચાદર વળી પચાસેક ફીટ જાડી હોય ત્યા?રે નીચે દટાયેલા રસ્તાદની ભાળ કાઢવી અસંભવની હદે અઘરું કામ છે. પરંતુ ઇનાયતુલ્લાહહ તેમાં માહેર છે. કુદરતી બક્ષિસ ગણો કે કોઠાસૂઝ, પણ ઝોજી લાના ખૂણેખૂણાથી તેઓ વાકેફ છે. આ ખૂબી સામે કુદરતે તેમની વાચા અને શ્રવણશક્તિ છીનવીને ભારે અન્યાઝય કર્યો છે.

સીઝનનું પહેલવહેલું હિમ કી સફાઈ અભિયાન શરૂ કરવામાં આવે ત્યાશરે BROના ઇજનેરોની ટીમનું નેતૃત્વે હંમેશાં ઇનાયતુલ્લાૂહ કરે. લાંબો-પહોળો પાવડો ધરાવતું બુલડોઝર લઈને તેઓ હિમ ખસેડતા જાય તેમ તેમની પાછળને પાછળ BROના સહકર્મીઓ હાથવાટકો કરાવવા માટે જોડાય. નવાઈની વાત કે ઇનાયતુલ્લાBહ જ્યાં ખોદકામ શરૂ કરે તેની બિલકુલ નીચે જ ડામરની સડક મળી આવે—સહેજ પણ સ્થાાનફરક નહિ! આ બુલડોઝર ઓપરેટરની આંખો એક્સ-રે વિઝન ધરાવતી હશે? કોને ખબર! પરંતુ તેમની ‘વેધક’ દૃષ્ટિોનો દાખલો કેટલાંક વર્ષ પહેલાં જોવા મળ્યો.

બન્યું  એવું કે એક દિવસ ઝોજી લાના ઉત્તુંગ પહાડી ઘાટ પર બરફ નીચે દટાયેલા નેશનલ હાઈવેનો માર્ગ મોકળો કરવાના મુહૂર્તમાં ઇનાયતુલ્લાગહ બે કલાક જેટલા મોડા પડ્યા. BROના અન્યે ઇજનેરોએ તેમજ શ્રમિકોએ તે દરમ્યા્ન કામ શરૂ કરી દીધું. હિમના થર હટાવવામાં મશીન અને મેન એમ બન્નેજ પાવર અજમાવ્યા‍. બે કલાક પછી ઇનાયતુલ્લાટહનું આગમન થયું. નજર સામેનું દૃશ્યે જોતાં જ તેઓ ડઘાઈ ગયા અને BROની ટીમના સૌથી આગળના સભ્યોુ જ્યાં ખોદકામ કરતા હતા એ તરફ દોટ મૂકીને પહોંચ્યાઅ. વાચાશક્તિના અભાવે હાથનો ઇશારો કરી સૌને થોભાવ્યા. ખોદકામની દિશા ખોટી હોવાનું કોઈક રીતે સમજાવ્યું. વાસ્તશવમાં BROના સભ્યોૌ જ્યાં કામ કરી રહ્યા હતા તે વિસ્તાોર હિમનદીનો હતો. એ જ રસ્તેશ રખે તેઓ વધુ આગળ નીકળી ગયા હોત તો હિમનદીમાં રચાયેલી ઊંડી કોતરોમાં કદાચ જઈ પડ્યા હોત, જ્યાંથી તેમને ઉગારવાની શક્યતા નહિવત્ જેવી હતી.

ઇનાયતુલ્લાવહે હાથના ઇશારા વડે અલગ દિશામાં પંદર ફીટ છેટે ખોદકામ સૂચવ્યું—અને સરપ્રાઇઝ! સરપ્રાઇઝ! બુલડોઝરના પાવડા વડે કેટલુંક હિમ ખસેડતાં જ કાળી સડકનાં દર્શન થયાં. આને ચમત્કાઇર ગણતા હો તો હવે પછી જેનું વર્ણન આવે છે તે ઘટના માટે કયો શબ્દર વાપરવો એ સવાલ.

અગાઉ નોંધ્યું  તેમ ઝોજી લાનો દુર્ગમ વિસ્તાંર હિમઝંઝાવાતો અને હિમપ્રપાતો માટે કુખ્યાવત છે. એક દિવસ ઇનાયતુલ્લાેહ અહીં ૧૧,પ૭પ ફીટે કામ કરતા હતા ત્યાઅરે ઊંચા પર્વતીય ઢોળાવ પરથી ટનબંધ હિમ તેમની તરફ ધસી આવ્યું. હિમપ્રપાત વખતે પર્વતથી લસરપટ્ટી લેતો બરફનો સમુદાય કલાકના સાડા ત્રણસો કિલોમીટરના વેગે આગળ વધતો હોય છે. શ્રવણશક્તિ ન હોવાથી ઇનાયતુલ્લા હ હિમની ગડેડાટી સાંભળી શક્યા નહિ. થોડી સેકન્ડવમાં એ ચોંકાવનારું દૃશ્યા સગી આંખે જોયું એટલામાં મોડું થઈ ચૂક્યું હતું. પર્વત પરથી ઊતરી આવેલી સફેદ ચાદર તેમના પર ફરી વળી. બુલડોઝર સમેત તેઓ દટાયા. અલબત્ત, ફરી સરપ્રાઇઝ! થોડી વારમાં બરફનો જાડો થર ચીરીને સપાટી પર તેમનું આગમન થયું. આશ્ચર્યની વાત કે ઘણી શોધખોળ ચલાવ્યા છતાં તેમના બુલડોઝરનો ક્યાંય પત્તો ન લાગ્યો.

આ જાતનો પ્રસંગ એક વાર બને તો તેને યોગાનુયોગ કહી શકો, પણ ઇનાયતુલ્લાઘહ જોડે તો આવી ઘટના ત્રણ-ત્રણ વાર બની ચૂકી છે. હિમપ્રપાતમાં બરફનું જાડું કફન ઓઢ્યા છતાં તેઓ સાજાસમા બહાર આવ્યા છે.

■■■

સરહદે શત્રુ સામે અડખખડગ ઊભેલા વરદીધારી જવાનો માટે આપણને આદર-સન્માબનની લાગણી જન્મે  એ સ્વાભભાવિક છે. બીજી તરફ ઇનાયતુલ્લાફહ ખાન ઉર્ફે ‘ટુલ્લાડ’ની વતનપરસ્તીચ અને ફરજપરસ્તીા શું કોઈ ફૌજીથી ઊતરતી છે? ફરક એટલો કે તેમણે વરદી ધારણ કરી નથી. જો કે વરદીધારી લશ્કએર એ જાઁબાઝની કદર કરવાનું ચૂક્યું નથી. મે ૧, ૨૦૧૯ના રોજ એક સત્કા ર સમારંભમાં ખુશ્કી  દળની ઉત્તર કમાનના અધ્યટક્ષ લેફ્ટનન્ટણ-જનરલ  રણબીર સિંહે તેમના હસ્તેા ઇનાયતુલ્લા્હને commendation card/ પ્રશસ્તિ્ પત્ર એનાયત કર્યો.

આજે લદ્દાખના મોરચે આપણા વરદીધારી જવાનો ચીની સૈનિકોની દીવાલ સામે ઊભા છે, તો એ જવાનોની પાછળ ઇનાયતુલ્લાહ અને તેમના જેવા અસંખ્યક BRO શ્રમિકો પીઠબળ બનીને ઊભા છે. આ ગુમનામ ફરજપરસ્તોેને ક્યારેય ભૂલવા જેવા નથી—અને તેમની કઠોર કામગીરી તો ક્યારેય વિસરવી નહિ.

ભડવીર હંમેશાં લશ્કનરી વર્દીમાં જ પાકે છે? નહિ, ઇનાયતુલ્લામહ જેવા સરફરોશો યુનિફોર્મ ધારણ કર્યા વિના પણ ફૌજી છે. ■



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38BQA7g
Previous
Next Post »