ફેશન ટ્રેન્ડમાં રેટ્રો લુક પૉપ્યુલર


ફેશન સમયની સાથે બદલાતી રહે છે અને દરેક વ્યક્તિ તેની સાથે પોતાને અપડેટ રાખવા ઇચ્છે છે, પણ વ્યક્તિએ પહેરવું એ જ જોઈએ જેમાં તે પોતાને કમ્ફર્ટેબલ અનુભવે. જોકે આજના સમયમાં શું ટ્રેન્ડમાં છે, તેના પર નજર રાખવી પણ જરૂરી બની ગઈ છે. આવનારા કેટલાંક વર્ષોમાં શું ટ્રેન્ડમાં હશે તેના પર આવો, એક નજર કરીએ.

ભવિષ્યમાં વોર્ડરોબ સેક્સી લુકની સાથોસાથ સોફેસ્ટિકેટેડ લુકને પણ પ્રેઝન્ટ કરશે, ખાસ કરીને વર્કિંગ વુમનનો વોર્ડરોબ, કારણ કે વર્કિંગ વુમને પોતાના પ્રોફેશન પ્રમાણે ડ્રેસિંગ કરવું હવે અનિવાર્ય બની ગયું છે. આ કારણસર જ ફમિનાઇન ટચ સાથે સી થૂ્ર બોલ્ડ ડ્રેસિસ પણ ફેશનમાં રહેશે. ટ્રાન્સપરન્ટ લુક ફેશનજગતનો હિસ્સો લાંબા સમય સુધી બની રહેશે. એથનિક લુકનો ટ્રેન્ડ ઘટતો જણાશે અને આવા ડ્રેસિસના ડિઝાઈનિંગ લેવલમાં પણ ઘટાડો થતો દેખાશે. ભવિષ્યમાં લોકો એવા ડ્રેસિસ વધારે પસંદ કરશે જે પહેરવામાં આરામદાયક અને ભાવમાં વાજબી હશે.

ફિટિંગવાળા સિલહુટ્સ (વનપીસ) વધારે પસંદ કરવામાં આવશે, જેથી એક પરફેક્ટ ફિગર આવી શકે. સિલહુટ્સ મોટેભાગે વેસ્ટર્ન રહેશે પણ ટ્રેડિશનલ પ્રિન્ટ, કટવર્ક, સીકવન્સ અને બીડ્સની ભરમાર તેના પર દેખાશે. ક્લાઉન પેન્ટ, બેટવિંગ સ્લીવ્સ, મિની સ્કર્ટ, શોર્ટ પેન્ટ, ટયૂનિક, કફતાન, ગાઉન, રફ્લ્ડ સ્કર્ટની સાથોસાથ જેકેટ્સ પણ લોકોનું ધ્યાન ખેંચશે. નેરો ટ્રાઉઝર, વેલ્વેટ પેન્ટ ફ્લેયર્ડ ડ્રેસિસ, પ્લેટેડ સ્કર્ટ, પફડ સ્લીવ્સ બાંબર જેકેટ, લો રાઇઝ જીન્સ અને હાઇ વેસ્ટ ટ્રાઉઝર દરેક ઉંમરની મહિલાઓમાં લોકપ્રિય રહેશે.

કેઝ્યુઅલ વેરમાં વોલ્યુમ કે ઘેરા અથવા ઢીલાં કપડાં ચલણમાં રહેશે. આ ટ્રેન્ડ સ્લીવ્ઝ, કોલર, સ્કર્ટ અને જેકેટમાં જોવા મળસે. ફુલર બલૂન સ્લીવ અને શોર્ટ ફુલર બેલ સ્લીવ સ્કર્ટ ચલણમાં રહેશે. હાઈ વેસ્ટ સ્કર્ટ ખાસ્સા વર્,ો સુધી ટીનેજર્સમાં હોટ ટ્રેન્ડ બની રહેશે. આવા સ્કર્ટ્સ સોર્ટ, સાટીન ટોપ અને કોલર નેક સ્વેટર સાથે પહેરી શકાય છે. તે ક્લાસિક, સ્ટ્રેટ પેન્સિલ કટ સ્ટાઈલમાં પણ બજારમાં દેખાશે, જેમાં બેકસાઈડ પર સ્લિટ પણ હશે. ફિટિંગવાળા સ્કર્ટની સાથે યુવતીઓ સ્ટ્રેપલેસ બ્લાઉઝ પણ પસંદ કરશે, જેના પર શિયાળાની ઋતુમાં શાલ કે ગરમ સ્ટોલ અને ઉનાળામાં કોટનનો સ્ટોલ પહેરી શકાય છે.

ફેશન ડિઝાઈનર વિધિ સિંહાનિયાએ જણાવ્યા પ્રમાણે, વેસ્ટર્ન વેર તો ઓલટાઈમ ફેવરિટ રહે છે. તે ક્યારેય આઉટડેટેડ નથી થતા. લોંગ ગાઉનની ફેશન પણ ક્યારેય પૂરી નહીં થાય. બોડી હગિંગ ડ્રેસિસ પણ યુવતીઓ હંમેશાં પસંદ કરતી રહેશે.

ટાઈટ્સ રહેશે ચલણમાં

યાદ કરો ૭૦ના દાયકાની ફિલ્મો, જેમાં મુમતાઝ, શર્મિલા ટાગોર, તનુજા, હેમામાલિની વગેરે હીરોઈનો ઢીંચણથી થોડી નીચી ટાઇટ ફિટિંગ  લેગિંગ પહેરતી હતી. ઢીંચણ અને એડી સુધીની આ લેલિંગ રેટ્રો લુક સાથે એકવાર હવે ફરીથી ફેશનમાં આવી ગઈ છે અને જીન્સના બદલે લેગિંગનું ફરી ટ્રેન્ડમાં આવવું આ વાતનો પુરાવો છે. જોકે લેગિંગ જીન્સનું સ્થાન ન લઈ શકે, કારણ કે તેનો લુક ખાસ્સો અલગ છે અને આજકાલ યુવતીઓની તે ખાસ પસંદ બની ગઈ છે. તે પહેરવામાં કમ્ફર્ટેબલ તો છે જ, સાથોસાથ તેના ફિટિગથી શરીર ચુસ્તીભર્યું પણ લાગે છે.

સ્ટક્ચર્ડ ટાઇટ્સ રિચ લુકની સાથેસાથે સ્ટાઇલ સ્ટેટમેન્ટ પણ બનશે. તે એટલા માટે ટીનેજર્સ અને વર્કિંગ વુમનને પસંદ આવી રહી છે, કારણ કે આરામદાયક હોવાની સાથોસાથ તેને કુરતા અથવા શોર્ટ ડ્રેસની સાથે પણ પહેરી શકાય છે. ટાઇટ્સની સાથોસાથ આવનારા સમયમાં જેગિંગ્સ પણ ટ્રેન્ડમાં રહેશે. જેગિંગ્સ એક પ્રકારની લેગિંગ્સ જ છે, પરંતુ તેનું ફેબ્રિક જીન્સ જેવું હોય છે અને કટ તથા શેપ લેગિંગ્સ જેવા હોય છે. તે કુરતા કે ટોપ સાથે પહેરી શકાય છે. આ ઉપરાંત તે એકદમ સ્લિમ તથા ફિટેડ લુક આપે છે.

રેટ્રો લુકનું પુનરાગમન

ડિઝાઈનર અંજના ભાર્ગવે જણાવ્યા પ્રમાણે, ''૬૦-૭૦ના દાયકાનો રેટ્રો લુક પાછો આવી ગયો છે અને તે લાંબા સમય સુધી ટકી રહેવાનો છે. વસ્ત્રોથી માંડીને હેરસ્ટાઈલ તેમજ એક્સેસરિઝ સુધી આપણને રેટ્રો મૂડ જોવા મળશે.''

ટ્રેડિશનલ વસ્ત્રોની સરખામણીમાં વેસ્ટર્ન ડ્રેસિસનો ટ્રેન્ડ રહેશે, પરંતુ દબકા, સ્વરોસ્કી જેવી બ્રાન્ડનું ચલણ ઘટી જશે. તેના સ્થાને, થ્રેડ વર્ક, ટોન ઓન ટોન અને સરફેસ ટેક્સચરિંગનો ઉપયોગ થશે. ખાખીની ફેશન જોર પકડી રહી છે. ઇકોફ્રેન્ડલી હોવાના કારણે પણ અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ હોવાના કારણે પણ તે ઇન છે.

તેમાં સફારી, ટ્રાઇબલ સ્ટાઈલ હંમેશાં ઇન રહેશે. ન્યૂટ્રલ કલર્સમાં ખાખીના ડ્રેસિસ દરેક વયજૂથની મહિલાના વોર્ડરોબમાં જોવા મળશે. ફેડેડ ડેનિમ, જીન્સ દરેક સીઝનમાં ટ્રેન્ડમાં રહે છે અને આવનારા સમયમાં પણ લોકો તેને પસંદ કરતા રહેશે. તેની સાથે સ્લિમ ટીશર્ટ અને વેસ્ટકોટ બહુ જ આકર્ષક લાગે છે. વિન્ટર્સમાં જીન્સની સાથે લેધર જેકેટની માગ પણ રહેશે. ઠંડીની સીઝનમાં ડાર્ક કલર્સ અને મોટી પ્રિન્ટ પણ ટ્રેન્ડમાં રહેશે. શોલ્ડર પેડ દરેક પ્રકારના આઉટફિટમાં ઉપયોગમાં લેવાતા હોવાના કારણે ચલણમાં રહેશે. કુરતીમાં પણ તે પહેરવામાં આવશે.

સિંગલ શોલ્ડર્ડ ડ્રેસિસથી માંડીને ટોપ્સ અને બિકીનિ સુધીમાં તેમજ એસ્મેટ્રિકલ શોલ્ડર લાઇન્સમાં પણ ચલણમાં રહેશે.

ડિઝાઈનર જ્યોતિ ભાર્ગવના મતે, ''પ્રેટનો ટ્રેન્ડ આગલા દસકા સુધી યથાવત્ રહેશે. પ્રેટ લાઈન યુવા સિવાય વર્કિંગ વુમન પણ ખૂબ પસંદ કરે છે, કારણ કે તેમાં વિવિધતા હોય છે, આ ઉપરાંત તે વધારે મોંઘી પણ નથી હોતી.''

યથાવત્ રહેશે મિક્સ મેચનો ટ્રેન્ડ

ફ્યૂઝનનો ક્રેઝ ઘટી ગયો છે, પણ મિક્સ એન્ડ મેચનો ટ્રેન્ડ આવનારાં વર્ષોમાં પણ પૂરો નહીં થાય, કારણ કે એકની સાથે અલગ-અલગ કપડાં મેચ કરીને પહેરવા લગભગ દરેકને ગમે છે. કુરતા સાથે પ્રિન્ટેડ લેગિંગ અથવા ફેન્સી પેન્ટ પહેરી શકાય છે. પ્રન્ટેડ સિલ્ક પટિયાલા ટોપ સાથે પણ તે પહેરી શકાય છે. વેસ્ટર્નવેરમાં નેટ ફ્રોક-ડ્રેસિસ ચલણમાં આવવાના છે. ટીનેજર્સ અત્યારે તે ખાસ પસંદ કરી રહ્યા છે. તેની અંદર અસ્તર લાગેલું હોય છે અને લાઈટ શેડમાં આ ડ્રેસ વધારે આકર્ષક લાગે છે.

ફેશનગુરુ મનીષ મલ્હોત્રાનું માનવું છે, ''સ્ટાઇલ જે હંમેશાં ટ્રેન્ડમાં હોય છે તે છે, ક્લીન લાઇન્સ, ઇન્ડિયન કલર્સ, હેરિટેજ, ક્રાફ્ટમેનશિપ અને આકર્ષક ફેબ્રિક.

ટ્રેડિશનલ ટચ

ફેશન ડિઝાઈનર વિધિ સિંહાનિયાના જણાવ્યા અનુસાર, ''ટ્રેડિશનલ ડ્રેસિસની વાત કરીએ તો સાડીઓમાં વીવનો ટ્રેન્ડ અકબંધ રહેશે. એમ્બેલિશમેન્ટ બહુ વધારે નહીં રહે, પરંતુ બ્લાઉઝ એમ્બ્રોઈડરી ચોક્કસ ચલણમાં રહેશે. જેનાથી સાડીને હેવી લુક મળે અને દરેક પ્રકારના ફંક્શનમાં તે પહેરી શકાય. આ વોવન (વણાટકામવાળી) સાડીઓ બ્રાઇટ અને લાઇટ બંને પ્રકારના ટોનમાં ફેશનમાં રેડ, લાઈમ ગ્રીન કલર્સની સાથે બેઝ, બ્લેક એન્ડ વ્હાઈટ તો દરેક પ્રકારના વસ્ત્રોમાં રહેશે.''

ડ્રેસ ભલે કોઈ પણ હોય લોકોનું ફોક્સ એક્સેસરિઝ પર વધારે રહેશે. ફેબ્રિકના મામલે આવનારા દસકામાં જોર્જટ, કોટન, લાયક્રા, શિફોન અને સિલ્કનો ટ્રેન્ડ રહેશે અને ડ્રેપી ફેબ્રિક પણ માગમાં રહેશે. નેચરલ કોટન સિલ્ક ઓર્ગેનિક લાઈન્સની ફેશન પણ જોર પકડી રહી છે.''

ગોટા એમ્બ્રોઇડરીની અન્ય કેટલીય ટેક્નિક્સ જોવા મળશે જેવી કે એપ્લીક વર્ક, ડિજિટલ પ્રિન્ટેડ સીક્વન્સને અનોખો લુક આપવા માટે લેધર સીકવન્સનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

એક્સેસરિઝ ટ્રેન્ડ

એક્સેસરિઝે ફેશનજગતમાં પોતાની એક ખાસ ઓળખ બનાવી લીધી છે અને તેથી જ ડ્રેસની સાથે મેચ તેમજ મિક્સ મેચ કરીને પણ લોકો તે પહેરી રહ્યા છે. કોઈ પણ પ્રકારની એક્સેસરિ ચલણમાં રહેશે. સ્કાર્ફ, સ્ટોલ, ટેક્સચર્ડ બેંગલ્સ, બેન્ડ્સ અને ક્લિપ યુવતીઓને આકર્ષતા રહેશે.

ફેશન ડિઝાઈનર વારિજા બજાજના મતે, ''ટ્રાઉઝરની સાથે ફંકી બેલ્ટ અને રિબન બેલ્ટનું ચલણ રહેશે. સ્કાર્ફ પણ હવે ફેશનનો હિસ્સો બની ગયો છે. જો સનગ્લાસીસની વાત કરીએ તો રેટ્રો લુકના કારણે મોટા સનગ્લાસીસ ફરી ટ્રેન્ડમાં આવી ગયા છે.

જ્વેલરી ટ્રેન્ડ

આવનારા દાયકામાં જ્વેલરી એક સ્ટેટમેન્ટની જેમ ફેશનને ગ્લેમરાઇઝ કરશે. પછી તે નેકલેસ, બેંગલ્સ, કોકટેલ રિંગ, એથનિક બીડિંગ કે સ્ટોન્સ જ કેમ ના હોય! એ તો નક્કી છે કે જ્વેલરી બિગ અને બોલ્ડ રહેશે. થીમમાં જ્યોમેટ્રિકલ શેપને પસંદ કરવામાં આવશે અને કલરની પસંદગી રિચ રહેશે. ટ્રેન્ડમાં ફક્ત એટલો જ ફરક આવશે કે તેની સાથે પહેરવામાં આવતા ડ્રેસિસ પર ખાસ ધ્યાન આપવામાં આવશે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3gL1jQv
Previous
Next Post »