'શેમલેસ' ઓસ્કારમાં મોકલાવાતા સયાની ગુપ્તા છે ખુશખુશાલ થઈ


અભિનેત્રી સયાની ગુપ્તા અત્યંત ભાવવિભોર બની ગઇ છે, કેમ કે તેની ફિલ્મ 'શેમલેસ'ને ભારત વતી ઓસ્કારની શોર્ટ-ફિલ્મની શ્રેમી માટે મોકલવામાં આવી છે. ઓસ્કાર-૨૦૨૧ માટે શોર્ટ-ફિલ્મ કેટેગરી માટે મોકલાવાયેલી ફિલ્મ અંગે સયાની ગુપ્તા કહે છે, 'હું તો આ અંગે સાવ અજાણી જ હતી, મને તો ઓચિંતા જ આ ન્યૂઝ મળ્યા. મહામારીને કારણે પરિસ્થિતિ અગાઉ કરતા  સાવ જુદી જ છે. અને સાચા માર્ગે માહિતી મેળવવાનું મારા માટે તો  શક્ય જ નહોતું.

પાંચ ફિલમોની યાદી આવી ત્યારે અમને બધાને જાણ થઇ કે અમારી ફિલ્મ ક્વોલિફાઇડ થઇ છે. અંતે અમે નિરાંત અનુભવી અને અમે વિચાર્યું કે હવે અમે આ વાતને શેર કરી શકીશું. હું આ અંગે કશીય ગરબડ કરવા નહોતી માગતી. પણ હવે પરિણામ આવીગયું છે અને એ ગ્રેટ છે.' એમ તેણે હસતા હસતા જણાવ્યું હતું.

'શેમલેસ'ના દિગ્દર્શક કેથ ગોમ્સ છે અને તે પણ ઘણાં એક્સાઇટ છે. આ ઉપરાંત જ્યારે તમે શોર્ટ ફિલ્મ બનાવો છો ત્યારે આપણે એવું માનીએ છીએ કે એ ઘણી જ નાના બજેટની ફિલ્મ છે. એ સાવ ઝીણી ફિલ્મ છે અને એમાં માંડ થોડા કલાકારો હોય છે,' એમ સયાની કહે છે.

'તમે કર્યું છે, શું બની શકશે, એ અંગે વિચારવાનું બંધ કરો આપણાં દેશમાં ઘણાં બધા લોકો શોર્ટ ફિલ્મને ગંભીરતાથી લેતા જ નથી, એમ સયાનીએ જણાવ્યું.

આમ છતાં ૩૫ વર્ષની આ  કલાકાર ફિલમોનો એક હિસ્સો છે તેણે 'માર્ગારિટા વિથ એ સ્ટ્રોવ' (૨૦૧૫), ફેન (૨૦૧૬), 'જોલી એલએલબી-(૨૦૧૭) ફિલ્મોમાં કામ કર્યું છે. જોકે આ બધાનું ભારણ એ રાખવા નથી માગતી. 'જો ઇન્ટરનેશનલ એમી નોમિનેશન (જેમાં વધુ ચાર શોર્ટ ફિલ્મો ગઇ છે), હોય તો તે મને ગમી શકે.

'ઓકે' એમાં શું અલગ પડેલું હશે ? 'એક વ્યક્તિ તરીકે કેટલીક બાબતો મને અસર કરે છે. અમે એક જ કારણસર હું સારું અનુભવું છું અથવા ખરાબ અનુભવું છું, અને તે છે 'મેરે દિન કા શોર્ટ કૈસા ગયા', એમ કહે છે સયાની ગુપ્તા, આ સાથે તે ઉમેરે છે કે એક્ટિંગ માટે હું ઓસ્કાર અથવા નેશનલ એવોર્ડની અપેક્ષા રાખી શકું છું.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3m9hJmJ
Previous
Next Post »