ઉત્તમ ધંધો .


એ ક શેઠ ઇન્કમટેક્સ ઓફિસમાં ટેક્સનું બિલ લઈને ઊભા હતા તેવામાં તેમની નજર સહેજ દૂર ઊભેલા માણસ પર પડી. એ ચમક્યા. બોલી ઊઠયા : 'અરે.. તું...તું.. અહીંયા ?'

'હા સાહેબ'

કોના કામે આવ્યો છું ?

'મારા કામે... ઇન્કમટેક્સ ભરવા આવ્યો છું.'

'તું..તું.. ઇન્કમટેક્સ ભરવા ? તું તો મંદિર પાસે ભીખ માગતો હતો ?'

'હજીય માગં છું. સાહેબ આ બેકારીના જમાનામાં નોકરીમાં નફો નથી એટલો નફો મને ભીખમાં મળે છે.' એક મોટા મંદિર પાસે બેસું છું. મંદિરના એક પૂજારીની હું નવરાશે સેવા કરું છું. એમની કૃપાથી અમારે સાઠગાંઠ થઈ છે મોટા મંદિરમાં કમાણીય સારી થાય છે. શેઠિયા લોક ભગવાનને ખુશ કરવા (પછી જરા હસી પડયા) લાંચ આપવા આવે છે એમાં પૂજારીને સારો દલ્લો મળી રહે છે અને મને ય એમાંથી કટકી મળી રહે છે. એમ કટકી કટકી કરતાં ઇન્કમટેક્સ ભરવા સુધી પહોંચ્યો છું. ભગવાન તો નહિ, પૂજારી મહેરબાન છે...



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3p8qY8K
Previous
Next Post »